મોહબ્બતે ફિલ્મની આ અભિનેત્રી આજે પણ દેખાઇ છે આટલી હોટ ,જુઓ તસવીરો…

0
144

નમસ્કાર મિત્રો આજે અમે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિઍ છે મિત્રો આજે આપણે વાત કરીશુ 2000મા શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ મોહબ્બ્તે માથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પોતાના અભિનયની શરુઆત કરનાર અભિનેત્રી પ્રિતિ ઝાગયાની વિશે તમને જણાવી દઈએ કે આ ફિલ્મમા પ્રિતિની સાથે જિમી શેરગીલ હતા અને તેમના સિવાય ઍશ્વયા રાય બચ્ચન, ઉદય ચોપડા,જુગલ હંસરાજ,શ્મિથા શેટ્ટી,કીમ શર્મા,મુખ્ય રોલમા હતા પરંતુ આજે આપણે વાત કરીશુ પ્રીતિ ઝાંગિન્ની વિશે તો આવો જાણીએ તેમના અંગત જીવન વિશે.

મિત્રો બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની એક પ્રતિભાશાળી ભારતીય અભિનેત્રી અને મોડલ છે તેમજ અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીનો જન્મ 18 ઓગસ્ટ 1980 માં થયો હતો અને પ્રીતિ ઝાંગિયાનીએ રાજશ્રી પ્રોડક્શનના વીડિયો આલ્બમ યે હૈ પ્રેમ સાથે બિઝ શોમાં પ્રવેશ કર્યો હતો અને તે પછી પ્રીતિએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

મિત્રો 1996 માં અલ્તાફ રઝાના પ્રથમ આલ્બમ તુમ તો ઠહર પરદેશી ના પ્રીતિ ઝાંગિઆની ગીત શરાબીમાં જોવા મળી હતી. પ્રીતિ ઝાંગિયાનીએ દક્ષિણ ભારતની ફિલ્મો જેવી કે થ્મદુ અને માઝાવીલુ 1999 માં અભિનય સાથે ફિલ્મની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં પ્રીતિ ઝાંગિઆનીની પહેલી ફિલ્મ મોહબ્બતેન 2000 હતી જે ખૂબ જ સફળ બની.

મિત્રો પ્રીતિએ એક વ્યવસાયિક જીવનની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી અને આ પછી તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું હતું અને પ્રીતિએ 19 વર્ષની વયે મોડેલિંગ શરૂ કરી હતી અને તેને સૌથી લોકપ્રિય હિન્દી ફિલ્મ મોહબ્બતેનમાં અભિનય કર્યા બાદ લોકપ્રિયતા મળવાનું શરૂ થયું હતુ.

પ્રીતિ ઝાંગિયાણીનો જન્મ 18 ઓગસ્ટ 1980 માં મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો અને તેનો જન્મ સિંધી પરિવારમાં થયો હતો પ્રીતિના પિતાનું નામ ગોવિંદ ઝગીયાની અને માતાનું નામ માણેકા ઝગિયાની છે તેમજ પ્રીતિની એક બહેન છે જેનું નામ દીપા ઝાંગિઆની છે તેમજ પ્રીતિએ તેની સ્કૂલનો અભ્યાસ કર્યો હતો જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ મુંબઇ અને સેન્ટ જોસેફ કોનવેન્ટ સ્કૂલ મુંબઈ માથી અને ત્યારબાદ તેણે મુંબઈની જય હિન્દ કોલેજમાંથી ગ્રેજ્યુએશન મેળવ્યું હતુ.

તેમજ પ્રીતિ એક સમયે તેની અભિનયને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી.તેની મોડેલિંગ દરમિયાન પ્રીતિ ઝાંગિઆનીએ સૌ પ્રથમ રાજશ્રી પ્રોડક્શનના મ્યુઝિક વીડિયો ચુઇ મુઇ સી તુમ માં કામ કર્યું હતું, જે હિટ વીડિયોમાં શામેલ છે અને આ પછી તે કેટલાક ટીવી કમર્શિયલમાં પણ જોવા મળ્યો હતો અને તેની ટીવીની સૌથી લોકપ્રિય જાહેરાત નીમા સેન્ડલ સોપ હતી જ્યાંથી ડિરેક્ટરોએ તેમને ઓળખવાનું શરૂ કર્યું હતુ.

મિત્રો પ્રીતિએ 23 માર્ચ 2008માં મૉડેલ અને એક્ટર પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યાં હતાં અને 11 એપ્રિલ, 2011માં પ્રીતિએ તેમના પહેલાં દીકરા જયવીરને જન્મ આપ્યો હતો અને લગભગ પાંચ વર્ષ પછી 27 સપ્ટેમ્બર 2016એ પ્રીતિ બીજીવાર મા બની અને દીકરા દેવને જન્મ આપ્યો હતો પ્રીતિ અત્યારે પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે અને બાળકોના પાલનપોષણમાં વ્યસ્ત છે.

તેમજ પ્રવીણ પહેલાં પ્રીતિએ ફિલ્મમેકર ફિરોઝ નાડિયાવાલાના ભાઈ મુશ્તાક સાથે સગાઈ કરી હતી જોકે થોડાં સમય પછી જ સગાઈ તૂટી ગઈ અને બંને પક્ષોઓએ આ બાબતે કોઈ ફરિયાદ કરી નહી તેમજ ફિલ્મ આવારા પાલગ દીવાનામાં સાથે કામ કરી ચૂકેલા આફતાબ શિવદાસાની સાથે પણ પ્રીતિના અફેરના સમાચાર સામે આવ્યા હતાં પણ તેમને આફતાબ સાથેના અફેરના આ સમાચારને અફવા ગણાવ્યા હતાં.

પ્રીતિએ ફિલ્મી દુનિયામાં વર્ષ 1999માં આવેલી મલયાલમ ફિલ્મ મજાવિલ્લુ’થી એન્ટ્રી કરી હતી જેમાં તેમની સાથે એક્ટર કુંચાકો બોવને કામ કર્યું હતું અને આ પછી તેમણે તેલુગુ ફિલ્મ થમ્મુડુમાં પણ કામ કર્યું હતું મિત્રો પ્રીતિએ વર્ષ 2000માં આવેલી ફિલ્મ મોહબ્બતે થી બૉલિવૂડમાં ડેબ્યું કર્યું હતું અને આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને આ પછી પ્રીતિએ વર્ષ 2002માં આવારા પાગલ દીવાના.અને વાહ તેરા ક્યાં કહેના સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

જોકે ફિલ્મમાં બીજા મોટા એક્ટર્સ સામે પ્રીતિના રોલને ખાસ મહત્ત્વ મળ્યું નહોતું અને પ્રીતિએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ચાહત એક નશા માં ખૂબ જ બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતાં જેમા તેમના ઑપોઝિટ એક્ટર આર્યન વૈધે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં પ્રીતિએ રશ્મિ જેટલીનો રોલ પ્લે કર્યો હતો. જોકે બૉલ્ડ સીન ઉપરાંત ફિલ્મને ખાસ સફળતા મળી નહોતી.

તેમજ પ્રીતિ ઝાંગિયાનીએ બાઝ, એલઓસી કારગિલ,આન,ઓમકારા સહિતની ફિલ્મો કરી હતી જોકે તેમને કોઈ મોટો રોલ મળ્યો નહોતો આમ પ્રીતિએ તેમના કરિયરમાં અલગ-અલગ ભાષાઓમાં 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દુ અને બંગાળી ફિલ્મો સામેલ છે.

હાલમાં તે તેના પરિવાર સાથે મુંબઇના બાંદ્રામાં રહે છે અને પ્રીતિની મનપસંદ ચીજો વિશે જો વાત કરતાં તેને સી ફૂડ ખાવાનું ખુબજ પસંદ છે તેમજ પ્રીતિ નો પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન છે અને તે અભિનેત્રીઓમાં શ્રીદેવીને પસંદ કરે છે અને પ્રીતિનો શોખ વાંચન અને ચાલવાનો છે અને તે ગોવા અને મુંબઇને સાઇટ્સમાં પસંદ કરે છે.