મુંબઈમાં પણ આવું આલીશાન ઘર છે પ્રિયંકા ચોપરાનું તસવીરો જોઈ આંખો ચાર થઈ જશે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભલે આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ બની ગઈ હોય, પરંતુ તેમનું નામ હજી પણ એક દેશી યુવતી સાથે ટેગ છે. દેશ સાથેની ઓળખાણને કારણે પ્રિયંકા જ્યારે પણ તક મળે ત્યારે તેના મુંબઇ ઘરે આવતી રહે છે. આજે આ લેખમાં, અમે તમને પ્રિયંકાના આ મુંબઇ ઘર વિશે જણાવીશું.પ્રિયંકા નિક જોનાસ સાથેના લગ્ન બાદથી લોસ એન્જલસમાં લક્ઝરી ગૃહમાં રહે છે, પરંતુ અભિનેત્રી અહીં ભારતમાં તેમ જ મુંબઇ અને ગોવામાં વૈભવી ઘરો ધરાવે છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાના પરિવારજનો હજી મુંબઇમાં તેના ઘરે રહે છે. 5 શયનખંડવાળા આ શાનદાર ઘર જુહુમાં હાજર છે અને અહીંથી સમુદ્રનું એક સુંદર દૃશ્ય દેખાય છે. પ્રિયંકાના આ ઘરનું નામ કર્મયોગ છે અને તમને સોશ્યલ મીડિયા પર આ ઘરના ઘણા ફોટા અને વીડિયો મળશે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની સગાઈની વિધિ પણ મુંબઈના એક ઘરે થઈ હતી. પ્રિયંકા જ્યારે પણ મુંબઇ હોય છે ત્યારે તે પાર્ટી કરવાનું ભૂલતી નથી અને આ ઘરમાં નજીકના લોકો સાથે સમય વિતાવે છે.

ઘોડા જેવો અવાજ કાઢીને દોડી પ્રિયંકા ચોપરા અને એમની સવારી કરી રહી છે એમની સાસુ માઁ.પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ માઁના જન્મ દિવસે એમને ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કરી બર્થ ડે વિશ કર્યું છે. હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનસની માતા ડીનીસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ માઁ ડીનીસ મિલર જોનસના બર્થ ડે પર એક ખૂબ જ સરસ પોસ્ટ કરી હતી. અને હવે પ્રિયંકા ચોપરા અને એમની સાસુ માઁનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ક વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયંકા ચોપરા એની સાસુ માઁ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરનું તેના સાસરી પક્ષ સાથે ઘણું જ સારું બોન્ડિંગ છે.

પ્રિયંકા ચોપરા સાથે રમી રહેલી એની સાસુ માઁ.પ્રિયંકા ચોપરા અને ડીનીસનો આ વીડિયો અભિનેત્રીના એક ફેન પેજ પરથી શી કરવામાં આવ્યો છે, જેમાં બંને સાસુ વહુ ઘરની અંદર મસ્તી કરી રહેલા દેખાઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરા ઘોડાની જેમ અવાજ કાઢી રહી છે.

અને એમની સાસુ માઁ એના ડ્રેસનો બેલ્ટ પકડીને એની પાછળ પાછળ ભાગતી દેખાઈ રહી છે. એ પછી બંને એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ રહી છે. જાણે કે ડીનીસ હોર્સ રાઈડિંગ કરી રહી હોય એવું આ વીડિયો પરથી લાગી રહ્યું છે. ફેન્સને બંને સાસુ વહુનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ માઁ ડીનીસ જોનસના જન્મ દિવસે એમને પોતાના સોશિયલ મીડિયા પર ખાસ રીતે બર્થ ડે વિશ કર્યું હતું. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં નિક જોનસ અને ડીનીસ જોનસ સાથે પોતાનો એક ફોટો શેર કરતા લખ્યું છે કે “હેપી બર્થ ડે મધર ઇન લવ” તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેની સાસુ માઁને મધર ઇન લો ને બદલે પ્રેમથી મધર ઇન લવ કહે છે. આ પહેલા પણ એકાદ પોસ્ટમાં પ્રિયંકા ચોપરા સાસુ માઁને આ રીતે સંબોધન કરી ચુકી છે.

નિક જોનસે પણ કર્યું વિશ.પોતાની માતાને બર્થ દે વિશ કરવા માટે નિક જોનસે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. વર્ષ 2018ની 1લી ડિસેમ્બરે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નગ્રંથીથી જોડાયા છે. અને ત્યારથી પ્રિયંકા ચોપરા નિક જોનસ અને એના પરિવાર સાથે ન્યુયોર્કમાં રહે છે. પ્રિયંકા અવારનવાર પોતાના પરિવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકતી રહે છે.

કોઈ લક્ઝરી મહેલથી ઓછું નથી પ્રિયંકા ચોપડા અને નિક જોનસનું ઘર, જુઓ અંદરના ફોટાઓ, ને કિંમત કલ્પી નહીં શકો. બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ટૉપ એન્ડ હોટ કપલની યાદીમાં શામેલ છે. નિક અને પ્રિયંકાની જોડીને ફેન્સ ખુબ પસંદ કરે છે. તેમજ બંનેના લગ્ન પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમણે 1 ડિસેમ્બર, 2018 ના રોજ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા જોરદાર વાયરલ થયા હતા. લગ્ન પછી પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસ સાથે લોસ એન્જેલસમાં આવેલા ઘરમાં રહે છે. ત્યાં તેમનું ઘર ઘણું વધારે સુંદર છે.

ફેન્સ હંમેશાથી જ સ્ટાર્સના ઘરને લઈને ઘણા ઉત્સાહિત રહે છે. તેઓ જોવા માંગે છે કે, છેવટે તેમના મનપસંદ સ્ટારનું ઘર અંદરથી કેવું દેખાય છે. તેઓ કેવા પ્રકારના આલીશાન ઘરમાં રહે છે. આ દરમિયાન હવે નીક જોનસ અને પ્રિયંકા ચોપડાના ઘરના અંદરના ફોટા સામે આવ્યા છે. ચાલો જોઈએ તેમનું ઘર કેવું દેખાય છે.

નિક જોનસે પોતાની સુંદર પત્ની પ્રિયંકા ચોપડાને લોસ એન્જેલસમાં એક ઘર ગિફ્ટમાં આપ્યું છે. આ ઘર ઘણું જ સુંદર હોવાની સાથે જ તેમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી બધી સુવિધાઓ છે. નિકનું આ ઘર કોઈ લક્ઝરી મહેલ કરતા ઓછું નથી. સૂત્રોનું માનીએ તો નિક અને પ્રિયંકાનું આ ઘર 20,000 વર્ગ ફૂટમાં બનેલું છે. તેમજ આ આલીશાન ઘરમાં 7 રૂમ, 11 બાથરૂમ, મુવી થિએટર, બાર, ઈનડોર બાસ્કેટબોલ કૉર્ટ, સ્વિમિંગ પુલ વગેરે છે.

આ ઘરનું ઇન્ટિરિયર પણ ઘણું શાનદાર છે. ઘરના દરેક ખૂણાને ઘણી સારી રીતે શણગારવામાં આવ્યા છે. તેમજ ઘરની અંદર હરિયાળીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, આ આલીશાન ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડા અને નિક જોનસ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. બંને જણા થોડા થોડા દિવસે પોતાના લેટેસ્ટ ફોટા અને વિડીયો શેયર કરતા રહે છે. તેમજ બંનેના આ ફોટાને તેમના ફેન્સ ખુબ પસંદ કરે છે. બંને જણા સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા એક-બીજા પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરવાની એક પણ તક નથી છોડતા.

કોરોના વાયરસથી બચવા માટે બધે લોકડાઉન ચાલી રહ્યું છે. બધા લોકો શક્ય તેટલા તેમના ઘરોમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતે પણ આ વાયરસ વિશે ખૂબ જાગૃત છે અને આ સાથે તે લોકોને આ વાયરસ વિશે જાગૃત પણ કરી રહી છે. અભિનેત્રી તાજેતરમાં જ ઘરની બહાર નીકળી હતી. તે 2 મહિના પછી ઘરની બહાર નીકળી ગઈ છે. આવી સ્થિતિમાં અભિનેત્રી માસ્ક પહેરવાનું ભૂલી ન હતી. તેણે આ સમયગાળાના ફોટા પણ શેર કર્યા છે.

પ્રિયંકા ચોપડાએ તેનો એક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં તે માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે- આંખો ક્યારેય શાંત હોતી નથી. બે મહિનામાં પહેલીવાર ઘરની બહાર ગયા અમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા લોકડાઉન નિયમોનું સખત રીતે પાલન કરી રહી છે. હવે જ્યારે તેણી બે મહિનામાં પહેલીવાર બહાર આવી છે ત્યારે તેણે ફોટો માસ્ક લગાવીને ફોટો શેર કર્યો છે. તેના પ્રશંસકો માટે તે સંદેશથી ઓછું નથી કે આ સ્થિતિમાં, જો કોઈ ઘરની બહાર આવે છે, તો તેણે ચોક્કસપણે માસ્ક લગાડવી પડશે.

Advertisement