મુકેશ અંબાણીનાં ડ્રાઈવરથી લઈને અક્ષયનાં બોડીગાર્ડ સુધીની હસ્તીઓનાં સર્વેન્ટોનો પગાર જાણી મોં માં આંગળા નાખી દેશો…. .

0
127

મિત્રો આજના લેખમાં અમે તમને ખાસ અમુક અમુક બોલિવૂડ કલાકારો ના સર્વેન્ટો નો પગાર જણાવી શુ જેનો આંકડો તમને ચોકવી શકે છે.બોલિવૂડ સ્ટાર્સ તેમના નામ અને ખ્યાતિ જેટલી પ્રાપ્ત કરે છે તેટલી જ તેમની સલામતીની ચિંતા કરે છે. આથી જ તમામ મોટા ફિલ્મ સ્ટાર્સના અંગત બોડીગાર્ડ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડની ઘણી એવી હસ્તીઓ છે. જેઓ તેમના બોડીગાર્ડ્સને કરોડોમાં પગાર આપે છે. અહીં તમે એવા બોડીગાર્ડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમને બોલીવુડની હસ્તીઓ કરોડોમાં પગાર આપે છે.આ સિવાય તેઓનાં ડ્રાઈવર અને અન્ય લોકો નો પગાર એવો છે જે આંકડા ચોકવાનારો છે તો આવો મિત્રો જાણીએ આ વિશે વિગતે.

Advertisement

અમિતાભનો બોડીગાર્ડ.અમિતાભ બચ્ચન નાબોડીગાર્ડ નુ નામ જીતેન્દ્ર છે અને તે હંમેશા તેમની સાથે જ રહે છે. અહીંયા સુધી કે એક જાણીતા શો કેબીસી ના સેટ ઉપર પણ જીતેન્દ્ર હાજર જ હોય છે.આ ફિલ્મી દુનિયા ના મહાનાયક નો જીવ એટલો મહત્વ નો છે તે જીતેન્દ્ર જાણે છે અને સાથોસાથ અમિતાભ બચ્ચન પણ પોતાના બોડીગાર્ડ ને ઘણું માન આપે છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન જીતેન્દ્ર ને આશરે ૧.૫ કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે.

અંબાણીનો ડ્રાઇવર.ભારત નુ સૌથી ધનાઢ્ય ગણાતું કુટંબ એટલે અંબાણી પરિવાર અને તેમાય સૌથી ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી કે જે હમેશા વિશ્વસ્તરે પણ ચર્ચા મા રેહતા હોય છે. તેમના જીવન ની જો વાત કરવામા આવે તો લોકો તેમની ચા થી લઈ ને કપડાં સુધી ની વાતો કરતા હોય છે. આ સાથે જ જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે તેમની આગળ ૫૦૦ થી પણ વધુ ગાડીઓ છે.તેમનો આ એક ખાસ શોખ પણ કહી શકાય અને આ દરેક ગાડી ને ચલાવવા માટે તેમને ઘણા ડ્રાઇવરો પણ રાખ્યા છે. આ સાથે તેમની ગાડી ચલાવવા માટે તેમને એક પોતાનો અલગ ડ્રાઈવર પણ રાખ્યો છે અને જેનો માસિક પગાર બે લાખ રૂપિયા છે અને તે હરપળ તેમના માટે તત્પર રહે છે.

તૈમુર અલી ખાન ની નૈની.આ ફિલ્મી જગત બોલિવૂડ મા સૌથી નામચીન બાળ કલાકાર એવો કરીના તેમજ સૈફ નો પુત્ર તૈમુર અલી ખાન છે. આ તૈમૂર ની ભોળપણ ના દરેક ચાહક છે તેમજ મીડિયા મા પણ સૈફ અને કરીના કરતા વધુ તૈમુર ચર્ચા મા રહે છે. ઘણીવાર આ બાબતે કરીના ને ટ્રોલ પણ કરવામા આવે છે કે તૈમૂર જે જગ્યાએ જતો હોય છે ત્યાં તેની નૈની સાથે વધુ જોવા મા આવે છે.આ તૈમૂર ની સાર-સંભાળ રાખનાર તેની નૈની નો મહિના નો પગાર ૧.૫૦ લાખ રૂપિયા છે અને જયારે પણ તે ઓવરટાઈમ કરે છે તો તેને ૧.૭૫ લાખ સુધી મહીને પગાર મળી રહે છે. એક જાણીતા ટોક-શો મા કરીનાએ જણાવ્યું હતું કે તેના બાળક ની ખુશી તેમજ સલામતી ની કોઈ કિંમત નથી.

દીપિકા પાદુકોણ બોડીગાર્ડ.દિપીકા પોતાના બોડીગાર્ડ ને પોતાના ભાઇ ની જેમ જ માને છે અને તેને રાખડી પણ બાંધે છે. દીપિકા ના જણાવ્યા મુજબ કે તે દરેક સમયે એક ભાઈ ની જેમ જ તેની રક્ષા કરે છે. આવા મા જીવન ની અમુક જરૂરિયાતો ને પૂરી કરવા માટે દીપિકા તેના અંગરક્ષક ને પગાર રૂપે ૮૦ લાખ રૂપિયા મહિને આપે છે અને તેના બોડીગાર્ડ જલાલ ને તે પોતાના ઘર ના સભ્ય તરીકે જ છે માન આપે છે.

સલમાનનો બોડીગાર્ડ.સલમાન ખાન નો બોડીગાર્ડ શેરા ને તો દરેક વ્યક્તિ ઓળખે જ છે કેમ કે શેરા સલમાન ખાન સાથે ઘણા વર્ષો થી કામ કરી રહ્યો છે. એવા મા એકવાર તો સલમાને શેરા ઉપર એક ફિલ્મ પણ બનાવી હતી. શેરા સલમાન માટે માત્ર એક બોડીગાર્ડ જ નહીં પરંતુ તેના ઘર ના સભ્ય ની જેમ છે. જેમ શેરા સલમાન ખાન નુ ધ્યાન રાખે છે તેવી જ રીતે સલમાન પણ શેરા ની બધી જ જરૂરિયાતો નું ધ્યાન રાખે છે આ માટે તે શેરા ને બે કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે.મિત્રો આ હતાં બોલિવૂડ સ્ટાર્સ નાં એવા સર્વેન્ટો જેમની સેલરી લાખો રૂપિયા છે.તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

અનુષ્કા શર્મા બોડીગાર્ડ.બોલીવુડની જાણીતી અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ તેમની સુરક્ષા માટે પ્રકાશસિંહ નામનો અંગત બોડીગાર્ડ રાખે છે. અનુષ્કા શર્મા તેની સુરક્ષા માટે પ્રકાશસિંહ પર આંધળો વિશ્વાસ રાખે છે. પ્રકાશસિંહ હંમેશાં અનુષ્કાની સલામતી પ્રત્યે સભાન હોય છે. અનુષ્કા પાસેથી, તે વાર્ષિક 1.2 કરોડનો પગાર લે છે.

કંગના રનૌત બોડીગાર્ડ.બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત ને બોડીગાર્ડની જરૂર નથી તેમ છતાં તેણે કુમાર નામનો પર્સનલ બોડીગાર્ડ રાખ્યો છે. કુમાર અનેક વાર કંગના સાથે જોવા મળ્યો છે. તેના પરિવારના સભ્યોની જેમ કંગના તેનું ધ્યાનમાં રાખે છે અને તેનો જન્મદિવસ સાથે ઉજવણી કરે છે. કંગના વાર્ષિક 90 થી 95 લાખ રૂપિયા પગાર તરીકે આપે છે.

શ્રદ્ધા કપૂર બોડીગાર્ડ.બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, જે શક્તિ કપૂરની પુત્રી છે. તેના પણ લાખો ચાહકો છે. અમુક સમયે તે ભીડમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં તેની પાસે અતુલ કાંબલે નામનો અંગત બોડીગાર્ડ છે. જે તેની સાથે પડછાયાની જેમ રહે છે. શ્રદ્ધા અતુલ કાંબલેને તેના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માને છે. તેણીએ તેના જન્મદિવસ પર અતુલ સાથે તેની એક તસવીર પણ શેર કરી હતી. કહેવાય છે કે તે અતુલને વાર્ષિક 90 થી 95 લાખ રૂપિયા પગાર આપે છે.

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક.જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો.અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.અને તમને આ આર્ટિકલ કેવો લાગ્યો તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો.અમને આશા છે કે તમને આ આર્ટિકલ ગમ્યો હશે.આ આર્ટિકલ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Advertisement