નાગ એ દુનિયાનો સૌથી રહસ્યમયી જીવ છે, જાણો તેનાથી જોડાયેલી કેટલીક વાતો

0
155

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જો વાત હિન્દુ ધર્મની આવે તો તેમા ન માત્ર દેવી-દેવતાઓની જાનવરોની સાથે ઝાડ અને છોડની પણ પૂજા કરવામાં આવે છે. તેમને પૂજવાનું કારણ પણ હિન્દુ ધર્મના દેવી-દેવતા જ છે કારણકે તમામ દેવી-દેવતાઓના તેમના વાહન હોય છે. સાથે જ તેમનો કોઇને કોઇ છોડ કે ઝાડ સાથે તેમનો સંબંધ છે.

એટલું જ નહીં પરંતુ તેમની વિધિવત પૂજા પણ કરવામાં આવે છે જેના માટે એક ખાસ દિવસ પણ હોય છે. તો આજે અમે તમને જણાવીશુ નાગ દેવતા અંગે…શાસ્ત્રોમાં આ અંગે વર્ણન કરવામાં આવે છે જેમા જણાવવામાં આવ્યું છે કે શિવજી તેમના ગળામાં આભૂષણ તરીકે તેને ધારણ કરે છે. હવે એક સવાલ તમારા દરેકના મનમાં જરૂર આવશે. શુ આજ મુખ્ય કારણ છે કે જેને લઇને નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમને પૂજવામાં આવે છે.

જણાવી દઇએ કે દર વર્ષના શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પાંચમની તિથિએ નાગપંચમીનો પર્વ મનાવવામાં આવે છે. જોકે, અન્ય ઘણા ધર્મોમાં નાગને શૈતાન માનવામાં આવે છે. પરંતુ ખરેખર નાગ ખરાબ નથી. જો વાત કરીએ ભારતીય સંસ્કૃતિની તો તેની એવી વિશેષતા છે કે તેમા જીવનને પોષિત કરનાર જીવન ઉપયોગી પશુ-પક્ષી, ઝાડ-છોડ અને વનસ્પતિ દરેકનું આદર કરવામાં આવે છે. જેમાથી નાગ પણ એક છે. જેમા ગાય, પીપળો, તુલસી સહિતની પૂજા કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ એક જ ડંખથી મનુષ્યનો જીવ સમાપ્ત કરનાર નાગની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આ વિષધર જીવને દેવતુલ્ય અને રહસ્યમય પ્રાણી માનવામાં આવે છે. પરંતુ તે ઇશ્વર નથી.

નાગની વિશેષતા એ છે કે તે માનવથી વધારે બુદ્ધિમાન અને વસ્તુને હોશ પૂર્વક જોવામાં સક્ષમ હોય છે. ધાર્મિક દ્રષ્ટિથી જોઇએ તો એક તરફ જયા વિષ્ણુ ભગવાન શેષનાગ પર શયન કરે છે. તો બીજી તરફ ભગવાન શિવ નાગને ગળામાં આભૂષણ તરીકે ધારણ કરે છે. તે સિવાય દેવો અને દાનવ દ્વારા કરવામાં આવેલા સાગર મંથનના સમયે સુમેરુ પર્વતને મથની તથા વાસુકિ નાગને દોરડું બનાવવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે નાગ અને સાપનું સૃષ્ટિના વિકાસથી ખૂબ જૂનો સંબંધ છે.

એવું માનવામાં આવે છે કે નાગ એ શંકર ભગવાનનો એક અંશ છે, તેથી તેને લોકો નાગદેવતા પણ કહે છે અને આપણા દેશમાં નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. બીજી બાજુ નાગદેવતાને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓ પણ છે. એટલા માટે મહાદેવજીને સમર્પીત શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષની પંચમીને નાગપંચમીની રૂપમાં માનવામાં આવે છે. એક તરફ સાપને નાગદેવતાને પુજવામાં આવે છે. તો બીજી તરફ તેના ઝેરથી ડરાવે પણ છે. સાપ જો કોઈને ડંખ મારે તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જાય છે અને વ્યક્તિનું મૃત્યું થઈ જાય છે. શું તમે જાણો છો કે સાપની અંદર આટલું ઝેર આવે છે ક્યાંથી? તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે. તો ચાલો જાણીએ…

ક્યાં અને કઈ રીતે થાય છે સાપોનો જન્મ?.કેટલાક પુરાણોમાં સાપોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જેના મુજબ જેઠ અને અષાઢ મહિનામાં સાંપોની વચ્ચે પ્રેમાલાપ થાય છે. તે સમયે જ તે સંમલૈંગીક ક્રિયા પણ કરે છે અને ત્યારબાદ વર્ષા ઋતુના ચાર મહિનામાં નાગણી ગર્ભધારણ કરે છે. નાગણી કાર્તીક મહિનામાં ઈંડા મુકે છે અને તેની સંખ્યા 250 જેટલી હોય છે. માનવામાં આવી રહ્યું છે કે તેમાંથી કેટલાક ઈંડા નાગણી ખુદ જ ખાઈ જાય છે. જો એવું ન થતું હોત તો અત્યારે પૃથ્વી પર મનુષ્ય કરતા સાપ જ વધારે નજરે પડતા હોત.

સાપને પાતાલ લોકના સ્વામી માનવામાં આવે છે.હિંદુ ધર્મની પૌરાણિક માઈન્યતાઓમાં સાપને પાતાલ લોક અને નાગ લોકના સ્વામી માનવામાં આવે છે. સાપ ઝેરીલા હોવાની પાછળ એવું માનાવામાં આવી રહ્યું છે કે સમુદ્ર મંથનમાંથી જ્યારે ઝેર નિકળ્યું હતું ત્યારે સૃષ્ટીની રક્ષા માટે ભગવાન શિવજીએ તેની પી લીધું હતુ. પરંતુ ભગવાન શિવજી જ્યારે હથેળી દ્વારા ઝેર પી રહ્યા હતા ત્યારે તેના કેટલાક ટીપા નીચે પડી રહ્યા હતા. જે ઝેરના ટીપાને કેટલાક સાપ, વિંછી અને અન્ય જીવજંતુઓએ પી લીધું હતુ જેનાથી આ જીવ ઝેરીલા થયા.

સાંપોની જીભ બે ભાગમાં વહેચાયેલી હોવા પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. મહર્ષિ વૈદવ્યાસ દ્વારા લખવામાં આવેલી મહાભારતમાં સાંપોની જીભ સાથે જોડાયેલી એક ઘણી જ રહસ્યમય વાર્તા છે. મહાભારતમાં જણાવ્યા મુજબ, મહર્ષિ કશ્યપને ૧૩ પત્નીઓ હતી. તેમાંથી કદ્રૂ પણ એક હતી. તમામ નાગ કદ્રૂના જ સંતાન છે. મહર્ષિ કશ્યપની એક બીજી પત્નીનું નામ વિનતા હતું, જેના પુત્ર પક્ષીરાજ ગરુડ છે. એક વખત મહર્ષિ કશ્યપની બન્ને પત્નીઓ કદ્રૂ અને વિનતાએ એક સફેદ ઘોડો જોયો. તે જોઇને કદ્રૂએ કહ્યું કે આ ઘોડાની પૂંછડી કાળી છે અને વિનતાએ કહ્યું કે નહિ સફેદ છે. તે વાત ઉપર બન્નેની શરત લાગી ગઈ.

ત્યારે કદ્રૂએ પોતાના નાગ પુત્રને કહ્યું કે તે પોતાનું કદ નાનું કરીને ઘોડાની પૂંછડી સાથે લપેટાઈ જાય, જેથી ઘોડાની પૂંછડી કાળી દેખાય અને તે શરત જીતી જાય. તે સમયે અમુક નાગપુત્રોએ એમ કરવા માટે ના પાડી દીધી. ત્યારે કદ્રૂએ પોતાના પુત્રોને શ્રાપ આપી દીધો કે તમે રાજા જનમેંજયના યજ્ઞમાં ભસ્મ થઇ જશો. શ્રાપની વાત સાંભળતા જ તમામ નાગપુત્રો પોતાની માતાના કહેવા મુજબ તે સફેદ ઘોડાની પૂંછડી સાથે વીંટળાઈ ગયા, જેથી તે ઘોડાની પૂંછડી કાળી દેખાવા લાગી.

શરત હારવાને કારણે વિનતા કદ્રૂની દાસી બની ગઈ. જયારે વિનતાના પુત્ર ગરુડને એ વાતની ખબર પડી કે તેની માતા દાસી બની ગઈ છે, તો તેણે કદ્રૂ અને તેના નાગપુત્રોને પૂછ્યું કે તમે એવી કઈ વસ્તુ લાવીને આપું, જેનાથી મારી માતા તમારા દાસીપણામાંથી થઇ જાય. ત્યારે નાગપુત્રોએ કહ્યું કે તમે અમને સ્વર્ગમાંથી અમૃત લાવીને આપો તો તમારી માતા અમારી માતાના દાસીપણામાંથી મુક્ત થઇ જશે.

નાગપુત્રોના કહેવા મુજબ ગરુડ સ્વર્ગમાંથી અમૃત કળશ લઇ આવ્યા અને તેને કુશા (એક પ્રકારનું ધાર વાળું ઘાંસ જેને ગુજરાતીમાં ધરો કહે છે) ઉપર મૂકી દીધું. આ રીતે તેમની માતા દાસી મુક્ત થઇ ગઈ. તેમણે તમામ નાગોને કહ્યું કે અમૃત પીતા પહેલા તમામ સ્નાન કરીને આવે. ગરુડના કહેવા મુજબ તમામ નાગ સ્નાન કરવા જતા રહ્યા, પરંતુ તે અંગે દેવરાજ ઇન્દ્ર ત્યાં આવી ગયા અને અમૃત કળશ લઈને પાછા સ્વર્ગ લઇ ગયા.

હવે તમામ નાગ સ્નાન કરીને આવ્યા તો તેમણે જોયું કે કુશા ઉપર અમૃત કળશ ન હતો. ત્યાર પછી સાંપોએ આ ઘાસને જ ચાટવાનું શરુ કરી દીધું, જેની ઉપર અમૃત કળશ રાખવામાં આવ્યો હતો. તેમને લાગ્યું કે આ જગ્યા ઉપર અમૃતના થોડા અંશ જરૂર પડ્યા હશે. એમ કરવાથી તેને અમૃત તો પ્રાપ્ત ન થયું, પરંતુ ઘાંસને કારણે તેમની જીભના બે ટુકડા થઇ ગયા.