નાની ઉંમરમાં ગંગુબાઈનું પાત્ર ભજવનાર આ ક્યૂટ બાળકી હવે લાગે છે કંઈક આવી,જુઓ તસવીરો.

0
103

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, તમે બધા લોકો “ગંગુબાઈ” ની ભૂમિકા ભજવનારી નાની છોકરીને જાણતા જ હશો, જી હા, અમે સલોની ડેનીની વાત કરી રહ્યા છીએ. જેણે નાની ઉંમરમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે, તે એક નાના પડદાની પ્રખ્યાત કોમેડિયન માનવામાં આવે છે. લોકોમાં ગંગુબાઈ તરીકે પ્રખ્યાત છે. કોમેડી સર્કસમાં બાળ કલાકાર અને હાસ્ય કલાકાર તરીકે કામ કરીને તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

સલોનીએ નાની ઉંમરમાં જ કેમેરાનો સામનો કેવી રીતે કરવો તે શીખ્યો છે. એટલું જ નહીં પરંતુ કોમેડી શો છોટી મિયાં ની વિજેતા પણ રહી ચુકી છે.ટીવી સિરિયલો ઉપરાંત તેમણે હિન્દી અને મરાઠી ફિલ્મો માં પણ કામ કર્યું છે, પરંતુ હવે સલોની ડેની મોટી થઈ ગઈ છે અને ખુબ લાંબા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે, હવે તે શું કરી રહી છે. આજે અમે તમને તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.આમ જોવામાં આવે તો દરરોજ કોઈને કોઈ ચહેરો ટીવી પર જોવા મળે છે,

એવા ઘણા સ્ટાર્સ છે. જે એક સમયમાં ખૂબ પ્રખ્યાત હતા, પરંતુ સમય જતાં તે ઇન્ડસ્ટ્રીમાંથી ગુમ થતા જઈ રહ્યા છે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે લોકો ના મનમાં આજે પણ યાદ છે.કોમેડિયન સલોની ડેનીનો અંદાજ લોકોને ખુબ જ ગમતો હતો, માત્ર ૩ વર્ષની ઉંમરમાં જ તેમણે લોકોમાં સારી ઓળખ કોમેડિયન તરીકે મેળવી હતી.

આ દિવસોમાં ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર રહીને સલોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે,તમને જણાવી દઇએ કે ટીવી પર ગંગુબાઈની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી આ નાની છોકરી હવે ઈન્સ્ટાગ્રામની રાણી બની ગઈ છે, સલોની સોશિયલ મીડિયા પર મોટે ભાગે તેના ચાહકો વચ્ચે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

વર્તમાન સમય માં કોમેડિયન સલોની ૧૯ વર્ષની થઇ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે, તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે જુદા જુદા પાત્રોમાં વીડિયો શેર કરતી રહે છે. જે તેના ચાહકો ખૂબ પસંદ કરે છે, તે તેની નવા ફોટાઓ અને વિડિઓ ની સાથે સાથે તેમજ બાળપણના ફોટા અને ટીવીમાં કામ કરવાના દિવસોમાં યાદો પણ શેર કરે છે.

જેમ કે તમે બધા જાણો જ છો કે સલોની ગંગુબાઈના અભિનયમાં લોકોનું ખૂબ મનોરંજન કરે છે. તેમને તેના આ અભિનયથી લોકોના ચહેરા પર ઘણી ખુશી લાવી છે. તે શાહરૂખ ખાનના રિયાલિટી શો “ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ” માં પણ જોવા મળી છે. તે પછી “નો પ્રોબ્લેમ” અને “યહ જાદુ હે” જેવી સિરિયલોમાં પણ એમણે કામ કર્યું છે, પરંતુ તે ખૂબ પ્રદર્શન કરી શકી ન હતી.

તેમ છતાં તેમના ચાહકો સલોનીને ખૂબ જ યાદ કરે છે.સલોની ડેનીએ પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા સાથે પણ કામ કર્યું છે, આ સિવાય તેમણે કૃષ્ણા અભિષેક, રશ્મિ દેસાઈ જેવા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે, સોલોની ના સોશિયલ મીડિયા પર તેના ચાહકો નું ફોલોઇંગ ખુબ સારું છે અને વારંવાર ફોટા અને વીડિયો દ્વારા તે તેના ચાહકો સાથે જોડાયેલ રહે છે.

હવે મોટી થઈ ગઈ છે કોમેડી સર્કસ ની ગંગુબાઈ એટલે કે, સલોની, લોકડાઉન દરમિયાન ઘટાડ્યું ૨૨ કિલો વજન, હવે દેખાય છે અત્યંત ખુબસુરત. ૧૯ વર્ષની ઉમર ધરાવતી આ અભિનેત્રી એકવાર ફરીથી ચર્ચામાં છે કારણ છે તેમનું વજન પરંતુ આ વખતે તેઓ પોતાના વધી ગયેલા વજનને લઈને નહી પરંતુ વજન ઘટાડી દેવાના લીધે ચર્ચામાં આવી છે. દેશમાં લોકડાઉન દરમિયાન સલોનીએ પોતાનું ૨૨ કિલો વજન ઘટાડ્યું છે.

૯ વર્ષની ઉમર ધરાવતી ગોલુ મોલુ અને ક્યુટ દેખાતી છોકરી સલોની દૈની. જેને ગંગુબાઈ બનીને લોકોને ખુબ હસાવ્યા છે. જેની કોમિક ટાઈમિંગ મોટા મોટા કલાકારોના પરસેવો છોડાવી દેતી હતી. જયારે કોમેડી સર્કસ મહાસંગ્રામમાં આ છોટા પેકેટ બડા ધમાકા જોવા મળ્યો હતો તો એમની કોમેડીએ બધાને અચરજમાં મૂકી દીધા હતા. પરંતુ હવે સલોની દૈની મોટી થઈ ગઈ છે અને અત્યંત ખુબસુરત પણ જોવા મળે છે.૧૯ વર્ષની આ અભિનેત્રી હવે એકવાર ફરીથી ચર્ચામાં છે કારણ છે એમનું વજન. પરંતુ આ વખતે તેણે પોતાના વધી ગયેલ વજનને લઈને નહી પરંતુ વજન ઘટવાના લીધે ચર્ચામાં આવી છે. લોકડાઉન દરમિયાન સલોનીએ પોતાનું ૨૨ કિલો વજન ઘટાડ્યું છે.

લોકોની કમેન્ટથી થઈ ગઈ હતી હેરાન.અભિનેત્રી સલોની દૈનીએ બાળ કલાકાર તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. પરંતુ જેમ જેમ તે મોટી થતી ગઈ તો તેમને પોતાના વજનને લઈને કેટલાક પ્રકારના કમેન્ટનો સામનો કરવો પડ્યો. હાલમાં જ સલોનીએ પોતે જણાવ્યું છે કે, ‘મને આવા કમેન્ટ મળતા હતા- ભેસ લાગી રહી છે, કેટલી જાડી છે, કેટલું ખાઇશ એક દિવસ ફૂટી જઈશ અને આ પ્રકારના કેટલીક બીજી વાતો.’

કમેન્ટ વાંચીને નિરાશ થઈ નહી સલોની.ત્યાં જ આવા કમેન્ટને વાંચીને સલોની દૈનીને ખરાબ તો લાગતું હતું પરંતુ તે ક્યારેય નિરાશ થઈ નહી. અને તેમણે પોતાને નકારાત્મકતા માંથી બહાર પણ રાખી. સલોનીના જણાવ્યા મુજબ, ‘હું જીવનમાં સારી વસ્તુઓની દિશામાં કામ કરતી રહું છું અને એવા લોકો વિષે વિચારતી નથી. લોકડાઉન દરમિયાન અત્યાર સુધી મેં ૨૨ કિલો વજન ઘટાડી દીધું છે.’અત્યંત ખુબસુરત છે સલોની દૈની.સલોની નાનપણમાં જેટલી ગોલુ મોલુ અને ક્યુટ હતી ત્યાં જ હવે આ કલાકાર ખુબ જ ખુબસુરત થઈ ગઈ છે. એમની ટ્રાન્સફોર્મેશનના ફોટોસ હાલના દિવસોમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.

આવી રીતે થઈ કોમેડીમાં એન્ટ્રી.સલોની આ સમયે ૧૯ વર્ષની છે અને જયારે તેમણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરુઆત કરી ત્યારે તે ફક્ત ૩ વર્ષની હતી. સલોનીએ પહેલા મરાઠી સીરીયલ્સ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. એટલા માટે સલોનીને સૌથી યંગ કોમેડિયન તરીકે પણ જાણવામાં આવે છે. પોતાના કરિયર વિષે વાત કરતા સલોની જણાવ્યું હતું કે, જયારે હું પહેલા ધોરણમાં હતી ત્યારે મને કામ કરવાની અને કોમેડી કરવાની ઈચ્છા હતી નહી. પરંતુ અચાનક, છોટે મિયા સામે આવ્યા અને ઈ જ ક્ષણે મારા વિચાર બદલાઈ ગયા. આ ઘણી નવાઈની વાત હતી અને મને અનુભવ થયો કે, આ જ તે વસ્તુ છે જેનાથી હું પ્રેમ કરું છું. આ મારા જીવનનો સૌથી સારો ભાગ રહ્યો છે અને હું એને ક્યારેય પણ નહી ભૂલી શકું.’