નાનપણ માં જેને અક્ષય કુમારના હાથની થપ્પડ ખાધી હતી,આજે એક સફળ અભિનેતા છે જાણો કોણ છે એ….

0
138

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ફિલ્મ અને ક્રિકેટ, આ બે ચીજો ભારતમાં એવી છે જેને લઇને લોકોની અંદર દીવાનગી ખુબ જ વધારે જોવા મળે છે.ખાસ કરીને કોઈ મોટા બોલિવુડ સિતારાની એક ઝલક મેળવવા માટે પણ અમુક લોકો કંઇપણ કરવા માટે તૈયાર રહે છે. ફેન્સની વચ્ચે આવા જ એક ખુબ જ પોપ્યુલર અને ઉમદા કલાકાર છે અક્ષય કુમાર. બોલિવૂડનાં ખેલાડી તરીકે ઓળખવામાં આવતા અક્ષય કુમારનાં ફેન ફક્ત સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ ઘણા મોટા મોટા સિતારાઓ પણ છે.

Advertisement

અક્ષય કુમારનો અભિનય, ફિટનેસને લઈને જાગૃતતા અને માર્શલ આર્ટનાં ગુણ અમુક એવી ખુબીઓ છે, જેના કારણે દરેક વ્યક્તિ તેમના ફેન્સ બનવા માટે મજબૂર બની જાય છે. તેની વચ્ચે આજે અમે તમને એક એવા બોલિવૂડ સ્ટારની કહાની જણાવવા જઇ રહ્યા છીએ, જે એક સમયે અક્ષય કુમારની જોરદાર થપ્પડ ખાઈ ચૂકેલ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે જે કલાકારને એક સમયે અક્ષય કુમારે જોરદાર થપ્પડ મારી હતી તે આજે બોલિવૂડમાં સુપરસ્ટાર બની ચુકેલ છે.

આ વાત ઘણા વર્ષો પહેલાની છે, જ્યારે આ કલાકાર ખુબ જ નાનો હતો. તેવામાં તે સમય દરમ્યાન એવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી કે અક્ષય કુમારે તે યુવકને એક થપ્પડ મારવી પડી હતી. તમે આ તસ્વીરમાં પણ જોઈ શકો છો, જેમાં એક નાનો યુવક અક્ષય કુમારની બાજુમાં ઉભો છે. અમે અહીંયા તેનાં આ યુવકની વાત કરી રહ્યા છીએ, જે અક્ષય કુમારના હાથની થપ્પડ ખાધા બાદ બોલીવુડનો સુપર સ્ટાર બની ગયો છે.

આ વાત સાંભળીને તમારા મનમાં જરૂરથી ઉત્સુકતા પેદા થઈ હશે કે આખરે તે બોલિવૂડ સ્ટાર કોણ છે, જે અક્ષય કુમારનાં હાથની થપ્પડ ખાઈ ચુકેલ છે. હકીકતમાં અમે અહીંયા જે સુપરસ્ટારની વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં, પરંતુ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ છે. જી હાં, તમે બિલકુલ બરાબર વાંચ્યું છે તે રણવીર સિંહ છે, જે બાળપણમાં અક્ષય કુમારની થપ્પડ ખાઈ ચુકેલ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અક્ષય કુમારે કર્યો છે.

એક એવોર્ડ ફંકશન દરમિયાન અક્ષય કુમારે આ રહસ્ય ખોલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રણવીર બાળપણથી તેમના ફેન્સ હતા. રણવીર જ્યારે નાના હતા તો અવારનવાર અક્ષય કુમારનું શૂટિંગ જોવા માટે સેટ પર આવતા હતા. એક દિવસ રણવીરે કંઈક એવી હરકત કરી હતી કે જેના કારણે અક્ષય કુમાર નારાજ થઈ ગયા હતા અને તેમણે રણવીરને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. જોકે વર્તમાન સમયમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ ખુબ જ સારા મિત્ર છે રણવીર અક્ષય કુમારની ખુબ રિસ્પેક્ટ પણ કરે છે.

કામની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર ખુબ જ જલ્દી રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી નજર આવનાર છે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ પણ સ્પેશ્યલ રોલમાં જોવા મળશે. આવું પહેલી વખત બનશે જ્યારે દર્શકોને મોટા પડદા પર અક્ષય કુમાર અને રણવીર સિંહની જોડી એક સાથે જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગન મહેમાન કલાકારનાં રૂપમાં નજર આવશે. મતલબ કે રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં સિંઘમ, સિમ્બા અને ખિલાડી અક્ષય કુમાર ધમાચકડી મચાવતા નજર આવશે.

‘લૂટેરા’ ફિલ્મમાં પણ રણવીરના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તો ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા અને બાજીરાવ મસ્તાની તેમજ પદ્માવત જેવી ફિલ્મોમાં આ એક્ટરે જોરદાર એક્ટિંગ કરી હતી. આ સ્ટારની આવનારી હિન્દી ફિલ્મો વિશે થોડુંક જાણો.રણવીર સિંહ આગામી સ્પોર્ટ્સ-બાયોગ્રાફિકલ ડ્રામા ’83’માં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનો રોલ ભજવી રહ્યો છે. કબીરખાન દ્વારા દિગ્દર્શિત ’83’ ફિલ્મ 1983માં ઈંગ્લેન્ડની ધરતી પર કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ટીમે હાંસલ કરેલા પ્રથમ વર્લ્ડ કપ વિજય પર આધારિત છે.

આ ફિલ્મમાં રણવીરની રીયલ લાઈફ પત્ની દીપિકા પદુકોણે કપિલ દેવના પત્ની રોમી દેવની ભૂમિકા કરી છે. આ ફિલ્મ પહેલા 27 માર્ચના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે કોરોના મહામારીના કારણે એની રિલીઝ આ વર્ષના ક્રિસમસ તહેવાર સુધી લંબાય એવી સંભાવના છે.રણવીર સિંહની કોમેડી ફિલ્મ આવી રહી છે, ‘જયેશભાઈ જોરદાર’. ગયા ફેબ્રુઆરીની શરુઆતમાં જ તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું.

આ ફિલ્મમાં રણવીરનું પાત્ર જયેશભાઈ એક ગુજરાતી યુવક છે કે જે મહિલાઓની સુરક્ષા માટે કામ કરે છે અને તેમના સશક્તિકરણની દિશામાં કામ કરે છે. પોતાના પાત્ર વિશે વાત કરતા રણવીરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયેશભાઈ એક સંવેદનશીલ અને દયાળુ વ્યક્તિ છે. તે સમાજમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાન અધિકારોમાં માને છે. દિવ્યાંગ ઠાકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ પહેલા 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ કરવામાં આવનાર હતી પરંતુ હવે ક્યારે રિલીઝ કરાશે તે નક્કી નથી.

રણવીર સિંહ પાસે નિર્માતા કરણ જોહરની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘તખ્ત’ પણ છે. આ ફિલ્મ મુગલ શાસક શાહજહાંના બે દીકરા – ઓરંગઝેબ અને દારા શિકોહ પર આધારિત છે. ફિલ્મમાં અનિલ કપૂર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડણેકર અને જ્હાન્વી કપૂર છે. ‘તખ્ત’ને ક્રિસમસ 2021માં રિલીઝ કરવામાં આવે એવી ધારણા છે.સલમાન અને આમીર ખાનની ક્લાસિક કોમેડી ‘અંદાજ અપના અપના’ની સીક્વલમાં રણવીર સિંહ અને રણબીર કપૂર કરી રહ્યા હોવાનું કહેવાય છે.

‘અંદાજ અપના અપના 2’નું શૂટિંગ જલ્દી શરૂ કરવામાં આવે એવી શક્યતા નથી. એવા પણ અહેવાલો છે કે, 1988માં આવેલી અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’ ફિલ્મની રીમેક માટે રણવીર સિંહ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. ‘શહેનશાહ’ના નિર્માતા ટીનૂ આનંદ રીમેક બનાવવા વિચારે છે. એમણે એ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, હા હું શહેનશાહની રીમેક બનાવીશ. પરંતુ પહેલા કોરોના વાયરસને ખતમ થવા દો.

Advertisement