આ નવરાત્રી માં કરો માં શૈલપુત્રી ના પવિત્રધામ વારાણસીના દર્શન.જ્યાં એક દિવસ પેહલા લાગે છે ભક્તો ની લાઈન.

0
291

હાલ ખુબજ લોકપ્રિય તહેવાર નવરાત્રી આવી છે. ત્યારે માં નવદુર્ગા ના નવ રૂપ માંથી એક રૂપ એટલેકે માઁ શૈલપુત્રી તો આવો મિત્રો જાણીએ માઁ શૈલપુત્રી ના પવિત્ર ધામ વિશે.

ઉત્તર પ્રદેશ ના વારાણસી શહેર ના અલાઈ પુર માં માતા શૈલપુત્રી નું બહુ પ્રાચીન મંદિર છે,જેમાં નવરાત્રિ ના પહેલા દિવસ થી જ ભાવિ ભક્તો ની દર્શન કરવા માટે ભીડ ઉમટે છે,તો તમે પણ ના કરો આ પળ ને મિસ કરો માં શૈલીપુત્રી ના દર્શન.

અહીં ભાવિ ભક્તો ની ઇચ્છાપૂર્તિ થાય છે,દર્શન માં કરવાથી ભાવી ભક્તો ની અહીં ઇચ્છા પૂર્તિ થાય છે, અને નવરાત્રિ ના નવ દિવસો માં ભક્તો ની લાઈન લગે છે અને એટલા માટે દુર દુર શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવેછે,દૂર થાય છે વ્યવહારિક મુશ્કેલી અહીં શ્રદ્ધાળુઓ માં ની રોજ પૂજા અર્ચના કરવા માટે આવેછે.

પણ અહીં નવરાત્રિ ના નવ દિવસો બહુ ખાસ હોય છે , અને લગ્ન ગ્રથી થી જોડાયેલા જોડાઓ અહીં દર્શન કરવા આવે છે જેથી કરીને તેમના જીવન ની દરેક મુશ્કેલીઓ દૂર થાય એટલે જ માં ના દર્શન માટે નવરાત્રી ના એક દિવસ અગાઉ અહીં દર્શન કરવા માટે ભાવિકો અને લગ્ન ગ્રથી થી જોડાયેલા જોડા ની લાઈનો લાગે છે, અને ત્યારબાદ પહેલા નોરતે તેમને માતા ના દર્શન કરવા મળે છે.

કૈલાશ થી કાશી આવી હતી માં શૈલપુત્રી.વારાણસી ના આ મંદિર ની એક કથા બહુ પ્રચલિત છે,માનવામાં આવે છે કે માં પાર્વતી હિમવાન ની પુત્રી ના રૂપે જન્મ લીધો એટલે તેમણે શૈલપુત્રી કહેવામાં આવેછે, એકવાર માં પાર્વતી ભગવાન શંકર થી રિસાઈ ને કાશી આવ્યા હતા.

અને ત્યારબાદ ભગવાન શિવ તેમને માનવવા આવ્યા ત્યારે માં પાર્વતી ભગવાન શિવ ને આગ્રહ કરતા કહ્યું કે તેમને આ સ્થળ બહુ ગમે છે, અને ત્યારબાદ માતા અહીં બીરાજમાન થયા,માં ના દર્શન કરવા આવેલા દરેક શ્રદ્ધાળુઓ તેમના રંગ માં રંગાઈ જાય છે.

અહીં ત્રણ સમય આરતી અને ચડાવો ચડવામાં આવે છે,માં ના આ મન્દિર માં ત્રણ ટાઈમ આરતી થાય છે,અને ચડવામાં તેમને નારિયેળ ની સાથે સુહાગ નો સમાન ચડાવવામાં આવેછે,ભગવતી દુર્ગા નું આ પહેલું સ્વરૂપ છે,હિમાલય થી અહીં જન્મ લીધો એટલે તેમણે શૈલપુત્રી કહેવામાં આવ્યા.

તેમનું વાહન વૃષભ છે,તેમના જમણા હાથ માં ત્રિશુળ અને ડાબા હાથ માં કમળ છે, અને તેમને માં પાર્વતી નું સ્વરૂપ પણ કહેવામાં આવેછે,કહેવામાં આવેછે કે દેવી સ્વરૂપ માં કઠોળ તપસ્યા કરી હતી એટલા માટે તેમના દર્શન માત્ર થી વ્યવહારિક જીવન માં કષ્ટ દૂર થાય છે.