ઓડિ થી લઇને મર્સિડીઝ સુધીની આટલી મોંઘી ગાડીઓ મા ફરે કિંજલ દવે,જુઓ તસ્વીરો…..

0
233

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું કિંજલ દવે નામ કોણ નથી જાણતું મિત્રો કિંજલ દવે ના પહેલાં ની તસવીરો અને અત્યાર ની તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો પેહલાં ના કિંજલ દવે અને અત્યાર નાં કિંજલ દવે માં કેટલો ફરક છે તે તમે સાફ જોય શકો છો.આખા ગુજરાત માં રાતોરાત જાણીતી થનાર કિંજલ દવે ને ભાગ્યજ કોઈ નહિ ઓડખતું હોય ચાર ચાર બંગડી થી નામ બનાવી કિંજલ કરોડો ની માલિક બની ગઈ ભલે ગાયન પર વિવાદ થયાં હોય તેમ છતાં પણ કિંજલ ની પ્રસિદ્ધિ પર કોઈ અસર જોવા મળી નથી.

Advertisement

વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાત ના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતા.હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા.ઘરની નબળી પરિસ્થિતિ ખુબજ નબળી થઈ ગઈ હતી કિંજલ એ ઘરમાં ખરાબમાં ખરાબ દિવસો ને પણ જોયા છે.

ખુબજ નબળી ઘરની પરિસ્થિતિ,કિંજલ દવેની પરિસ્થિતિ એક સમય એ એવી હતી કે આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો.ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું જેમાંથી બે વાર ચા બનતી.આવી પરિસ્થિતિમાંથી ઉભરાઈ ને આવેલી કિંજલ આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી.ત્યારે આજે આવી ઉંચાઈ પર તે ઉંચાઈ જોઈને ખુબજખુશી થાય છે.

પિતાની નોકરી પણ ગઈ,કિંજલ ના ઘરે ગરીબીમાં આટા ગિલા જેવો માહોલ થઈ ગયો હતો કારણ કે કિંજલ ના પિતા જ્યાં કામ કરતાં હતાં ત્યાં હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ.પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું.પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો.અને ત્યારબાદ કિંજલ ધીરે ધીરે ગાવા નું સરૂ કર્યું અને આજે તે ગોલ્ડન સુપર સ્ટાર્સ છે.અને આખા ગુજરાત માં પ્રસિધ્ધ છે.

નાનપણમાં જ ગાવાનું શરૂ કર્યું,કિંજલ દવેના ધીમા કરિયરની વાત કરીએ તો કિંજલ દવે નાનપણ માંજ સ્ટેજ પ્રોગ્રામ કરતી હતી.સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી.કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું.કિંજલ ને પહેલો મોટો બ્રેક બાળપણમાં જોનડિયો નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો.આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું.ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

મનુ રબારીએ ખાસ સાથ આપ્યો,આગળ જતાં મનુ રબારી ના સપોર્ટ ના કારણે કિંજલ દવે ગોલ્ડન સ્ટાર્સ બની ગઈ છે અને આજે દરેક લોકોના દિલમાં કિંજલ રાજ કરે છે.અડખે ને પડખે મનું રબારી સાયા ની જેમ કિંજલ નો સાથ આપ્યો છે.વિવાદોમાં ઘેરાયું ગીત,વાત કરીએ કિંજલ દવે ના સોનેરી કરિયર વિશેતો વર્ષ 2017માં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ.આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ.જોકે આ ગીત થોડા વિવાદિત રસ્તા પર પણ હતું પરંતુ વધુ વાત આ વિશે જાણવા મળી નથી.

કેટલી લે છે એક પ્રોગ્રામ ની ફી,કિંજલ દવે ના પ્રોગ્રામ વિશે ની વાત કરીએ તો મિત્રો હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે.કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. માટે જો તમારી ઈચ્છા હોય કિંજલ દવે ને પ્રોગ્રામમાં બોલાવવા માટે તો તમારે 1 થી 2 લાખ આપવાના રેહશે.

વિદેશમાં પણ કિંજલ ના તાલે લોકો ડોલે છે,ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ ખુબજ વધી ગયો છે.કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના અનેક દેશોમાં પોગ્રામ કર્યા છે.વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તેઓના અવાજ એ ગરબા ઘૂમી રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ છે કિંજલ,જોકે તે હવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી.કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે.કિંજલને ચહેર માતાજી પર શ્રદ્ધા છે.માં ચેહર ને તે ખુબજ માને છે ત્યારે ચેહર માં ના આશીર્વાદ ઓણ તેમને ફળ્યા હોય તે સાફ સાફ દેખાય છે.વાત કરીએ કિંજલ દવે ના પતિ ની તો કિંજલ દવેના પતિનું નામપવન જોષી છે.

પવન સાથે કરી સગાઈ,ગુજરાતના કરોડો લોકોની દિલમાં જગ્યા કરનાર કિંજલ એ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી.પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.પવનના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો.જોકે હવે છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે.ખાસ સગાઈ બાદ તે અમદાવાદ પાછા શિફ્ટ થયાં છે.મિત્રો કિંજલ દવે આજે ભલે એસો આરામ નું જીવન જીવતા હોય પરંતુ આ સ્તર સુધી પોહચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.ત્યારબાદ આજે તે આ સ્તરે આવી ને ઉભી.તેની આ મહેનત ને ચલતે આટલી સફળતા તેને પ્રાપ્ત થઈ.

કિંજલ દવે ટોયોટો ઈનોવા ક્રેસ્ટેલ ફેરવે છે.કિંજલ દવેએ ચાર ચાર બંગળીના ગીત દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જોકે કિંજલ દવેએ ચાર ચાર બંગડી વાળું ગીત કોપી કર્યું હતું અને તેના પર હમણાં સુધી કેસ પણ ચાલતો હતો. કિંજલ દવે એ કેસ કોર્ટમાં હારી ગયા છે. પરંતુ તેમના નામના એટલી વધી ગઈ કે તેમનો ચાર્જ પણ ખુબ જ વધી ગયો છે. પહેલા નાના મોટા કાર્યક્રમો કરતી કિંજલ દવેને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

Advertisement