ઓઇલી સ્કિન અને ખીલ ને દૂર કરવા કરો આ 4 સચોટ ઉપાય, 24 કલાકમાં મળશે પરિણામ..

0
192

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ઓઈલી થઈ જવો, ચહેરાનો રંગ ડલ થવો વગેરે એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં જોવા મળે છે. યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખૂબ જ સક્રીય થઈ જાય છે.

Advertisement

આ સાથે ઘણાં ઈન્ફેક્શનને કારણે પણ ચહેરા પર ખીલ-ફોડલી થઈ જાય છે. તો ચાલો જાણો ઉપાયો.ખીલ થવાના કારણો, ખીલ ટીનએજમાં વધુ થાય છે કારણ કે આ અવસ્થામાં શરીરમાં હોર્મોન્સનુ પ્રમાણ વધે છે.વધુ પ્રમાણમાં જંકફૂડના સેવનથી પણ ખીલની સમસ્યા ઉદભવે છે.વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યાને નોતરે છે.

એક ચમચી હળદરના પાઉડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં એકવાર આ રીતે કરો. ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે લગાવી સવારે ફેસ વોશ કરી લો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે. લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ દૂર થશે.ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે. રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે અને એક જ દિવસમાં ખીલ ગાયબ થઈ જશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

લીંબુનો રસ,જેવું કે તમે જાણો છો કે પુરુષોની ત્વચા મહિલા કરતા થોડી કડક હોય છે. તો એ કારણે આના ઉપાય પણ મહિલા કરતા અલગ હોય છે. જણાવી દઈએ કે, પુરુષો માટે ખીલ દુર કરવા માટે લીંબુનો રસ ખુબ ફાયદાકાર હોય છે. લીંબુ ચહેરા પરના એક્સ્ટ્રા ઓઈલને ખેંચી લે છે. લીંબુના રસમાં ચાર ગણું ગ્લિસરીન મિક્ષ કરીને ચહેરા પર ઘસવાથી ખીલ સારા થઇ જાય છે.લસણનું સેવન,જાણકારી માટે જણાવી દઈએ કે, સવારે ખાલી પેટ રોજ લસણની 2-3 કળી 2-3 મહિના સુધી ખાવાથી રક્ત શુદ્ધ થઇ જાય છે, જેનાથી ખીલ નથી થતા. સાથે કાચા લસણની કળીને પીસીને તેને દિવસમાં 3-4 વાર ખીલ પર લગાવવાથી પણ લ થવાનું બંધ થઇ જાય છે. એનાથી ચહેરાની ત્વચાના કાળા નિશાન પણ મટે છે.

તજ અને મઘનો લેપ,કદાચ તમને ખબર નહી હોય કે, તજ અને મઘનો લેપ પુરુષોના ખીલ માટે જાદુનું કામ કરે છે. બે અઠવાડિયા સુધી આનો નિયમિત ઉપયોગ ખીલને દૂર કરી દે છે. આને લગાવવા માટે ત્રણ મોટી ચમચી મધ અને એક મોટી ચમચી તજ પાઉડર મિક્ષ કરીને લેપ તૈયાર કરી લો. ઊંઘવાના પહેલા આ લેપને ખીલ પર લગાવો અને સવારમાં આને નવશેકા પાણીથી ધોઈ લો.શાહજીરુંનો લેપ,મિત્રો, શાહજીરૂના લેપનો પ્રયોગ કેટલાક દિવસ સતત કરવાથી પુરુષોના ચહેરા પરથી ખીલ દૂર થઇ જાય છે. આના માટે વિનેગારમાં શાહજીરુંને પીસીને એનો લેપ બનાવો અને આને રોજ ઉંઘતા પહેલા પોતાના ખીલ અને પુરા ચહેરા પર ઘસો. બીજા દિવસે સવારે આને પાણીથી સાફ કરી દો. આ પ્રયોગને કેટલાક દિવસ સતત કરવાથી ચહેરા પર ખુબ પ્રભાવ પડે છે.

જાયફળનો પ્રયોગ,જ્યારે પણ તમને ખીલ થાય ત્યારે દૂધમાં એક ચમચી જાયફળ(પીસેલું) અને ચોથો ભાગ કાળા મરી(પીસેલા) મિક્ષ કરીને લેપ તૈયાર કરી લો. હવે પુરુષો આ લેપને ખીલ પર લગાવો. આ મિશ્રણ એકદમ જાદુઈ અસર દેખાડે છે. આ લેપથી ખીલ હાર્ડ નહિ થાય અને દવાઈ જાય છે, અને ખીલ વગર કોઈ નિશાનીથી ગાયબ થઇ જાય છે.કાળા મરી અને ગુલાબ જળનો લેપ,જણાવી દઈએ કે, કાળા મરી ખીલને દૂર કરવામાં અસરકાર હોય છે. આનાથી ખીલ અને કરચલીઓ સાફ થઈને ચહેરો ચમકવા લાગે છે. આના માટે કાળા મરીને ગુલાબ જળમાં પીસીને રાત્રે ચહેરા પર લગાવીને સવારે ગરમ પાણીથી ધોઈ લો.

કાચા દૂધનો ઉપયોગ,ખીલ થવા પર પુરુષોએ રાત્રીના સમયે ઉંઘતા પહેલા કાચું દૂધ ચહેરા પર ઘસવું જોઈએ, અને સવારના સમયે ઉઠીને ચહેરાને સારી રીતે ધોઈ લેવું જોઈએ. આનાથી ખીલ જલ્દી નીકળી જાય છે.દહીં અને કાળી ચીકણી માટીનું ફેસ પેક,પુરુષ માટે ખીલની સમસ્યાઓથી બચવાનો અન્ય એક ઉપાય છે દહીં અને કાળી ચીકણી માટીનો ફેસ પેક. આના માટે તમે દહીંમાં કાળી ચીકણી માટીને મિક્ષ કરી લો, અને આને પોતાના ચહેરા પર લગાવો. એ સુકાઈ જાય એટલે એને ધોઈ લો અને આ પ્રકારની પ્રક્રિયા કેટલાક દિવસ કરવાથી ખીલ દૂર થઇ જાય છે.

Advertisement