જો તમે પણ બાળકોને પેક્ડ ફ્રૂટ જ્યૂસ પીવડાવતા હોવ તો….

આમ તો ફળોના સેવનની સાથે ફ્રૂટ જ્યૂસ પણ ફાયદાકારક હોય છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. જોકે માત્ર ફ્રેશ જ્યૂસ. માર્કેટમાં વેચાતું પેક્ડ ફ્રૂટ જ્યૂસ બાળકોને બીમાર બનાવી શકે છે. આ પેક્ડ ફ્રૂટ જ્યૂસમાં ન તો કોઈ ફાઈબર અથવા ન તો કોઈ કુદરતી ગુણ હોય છે. આ રીતના ફ્રૂટ જ્યૂસ બાળકો માટે કેટલા ખતરનાક હોય છે તે જાણો..

Advertisement

માર્કેટમાં વેચાતા પેક્ડ અને ફ્લેવર્ડ ફ્રૂટ જ્યૂસમાં કેડમિયમ, કાર્બનિક, આર્સેનિક અને મર્ક્યુરી અથવા લેડ મળી આવે છે. જે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. પેક્ડ જ્યૂસમાં મળતી ધાતુ બાળકોના નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે. જેથી બાળકોના વિકાસશીલ મગજને પણ નુકસાન પહોંચે છે. ટેટ્રા પેકમાં બંધ જ્યૂસમાં ફળોનો ભાગ માત્ર 25 ટકા જ હોય છે.

પેક્ડ ફ્રૂટ જ્યૂસ બનાવવા માટે રિફાઈન્ડ સુગરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે ડાયાબિટિઝના દર્દીઓને પણ નુકસાનદાયક છે. આ રીતના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગરનું લેવલ વધી જાય છે. પેકેટ બંધ જ્યૂસમાં આર્ટિફિશ્યિલ કલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

જે આમ પણ શરીર માટે ખતરનાક માનવામાં આવે છે. આ રીતના પેક્ડ જ્યૂસને પીવાથી ગેસ, ડાયેરિયા, પેટમાં દર્દ થવું જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. પેકેટ બંધ જ્યૂસ પીવાથી શરીરમાં વધારે કેલરી વધી જાય છે. જેથી વજન વધવાનો પણ ખતરો વધી જાય છે.

Advertisement