પગ માં આવે છે વારંવાર સોજા, તો જાણી લો એનું કારણ અને ઘરેલું ઉપચાર

0
455

પગમાં સોજાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત કોઈ બીમારીને લીધે થાય છે અને ઘણી વખત તેના કારણો સામાન્ય હોય છે. શિયાળામાં હમેશા ઠંડી લાગી જવાને કારણે કે નસોમાં ખેંચાણને કારણે પગમાં સોજા આવી જાય છે. તે ઉપરાંત ઘણી વખત વધુ સમય સુધી ભારે વજન ઉપડવાને લીધે, વધુ સમય સુધી ઉભા રહેવાથી કે કોઈ ઈજા થવાને લીધે પગમાં સોજા આવી શકે છે. સોજાને કારણે પગમાં દુખાવો થવા લાગે છે અને ચાલવા ફરવામાં મુશ્કેલી થાય છે

જોકે લાંબા સમય સુધી એક જગ્યાએ પગ લટકાવીને બેસી રહેવાથી ઘણા લોકોના પગે સોજા આવી ગયાની તેઓ ફરિયાદ કરતા સાંભળવા મળે છે. આવી ફરિયાદો ખાસ કરીને સ્ત્રીઓના મોઢે જ સાંભળવા મળે છે.સવારે તો એકદમ ફ્રેશ હોવ છું પણ જેવી ઓફિસે જાઉં છું, અને સાંજે પાછી આવું છું, ત્યારે પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હોય છે.

( લાંબી મુસાફરી દરમિયાન સૌથી વધારે હેરાનગતી મારા પગને લીધે જ મારે ભોગવવી પડે છે. પગ પર કોઈએ વીસ કિલો લોખંડની સાંકળ બાંધી દીધો હોય, તેવા તે ભારે થઈ જાય છે. એ વખતે તો પગમાં ચંપલ પણ પહેરતા નથી.વધારે વાર સુધી પગલટકાવી રાખું, તો મારા પગ હાથીના પગ જેવા થઈ જાય છે.” ‘પોતાના જ શરીરને ઉપાડવું પણ ભારરૂપ લાગે છે. પગેવજન બાંધીને પગ ઉપાડતી હોઉં, તેમ લાગે છે.

આવી ફરિયાદો મોટા ભાગે એક જ જગ્યાએ બેસી રહેવા સિવાય બીજું કાંઈ ન કરતી ભારે શરીરવાળી અને પ્રૌઢાવસ્થાએ પહોંચેલી જ કરતી હોય છે.આમ જોઈએ તો પગે સોજા ચડવા કે પગમાં ખાલી ચડી જવી એ કોઈ ગંભીર બીમારી નથી, પરંતુ જે વ્યક્તિને આવી તકલીફ હોય, તેઘણીવાર બહુ હેરાન થતી હોય છે.

આવી તકલીફ ઊભી થવાનું મુખ્ય કારણ પગમાં લોહીના પરિભ્રમણની ધીમી ગતિ છે. પગની આ તકલીફોનું કારણ સમજતાં પહેલાં રુધિરાભિસરણ તંત્રવિશે થોડું જાણી લેવું જરૂરી છે. હૃદયમાંથી શુદ્ધ લોહી ધમનીઓ દ્વારા પગ સુધી પહોંચે છે. ધમનીઓમાં લોહીનું દબાણ વધારે હોવાથી લોહીના ભ્રમણની ગતિ પણ વધારે હોય છે. પરંતુ તે પગ સુધી પહોંચે છે ત્યારે દબાણ ઓછું થઈ જાય છે. પરિણામે રુધિરાભિસરણ પણ ધીમું પડી જાય છે.

પગ તથા તળિયાંની માંસપેશીઓને ઓક્સિજન પહોંચાડયા પછી લોહી શિરાઓ મારફતે ફેફસામાં શુદ્ધ થઈને પાછું હૃદય સુધી પહોંચે છે. નીરોગી શિરાઓની અંદરની દીવાલ ચુસ્ત અને લવચીક હોય છે, સાથોસાથ ઉપરની તરફ ધકેલાતું લોહીપગતરફ પાછુંન ઊતરે, તે માટે શિરાઓમાં માત્ર એક તરફ જ ખૂલતા એકમાર્ગી વાલ્વ હોય છે. પગ ઉપાડતી વખતે શિરાઓની માંસપેશીઓ સંકોચાય છે, જેથીદબાણ આવવાથી લોહી ઉપરની તરફ ધકેલાય છે.

દબાણ અને સંકોચનની આ પ્રક્રિયાના પરિણામે ત્વચાની તદ્દન નીચેની શિરાઓમાંનું લોહી માંસપેશીઓની અંદરની શિરાઓમાં જતું રહે છે અને એક તરફી વાલ્વના કારણે તે પાછું આવતું નથી, બહુ વાર સુધી નિષ્ક્રિય બેસી રહેવાથી પિંડીઓની માંસપેશીઓમાં સંકોચનની ક્રિયા નથી થઈ શકતી, જેથી તે લોહીને પાછું હૃદય તરફ મોકલવા માટે બરાબર ધકેલી શકતી નથી. આવું થતાં પગમાંજેલોહી એકઠુંથાય છે, તેના લીધે સોજા આવે છે.

બીજુએકે, કેટલાકલોકોના પગની શિરાઓમાં એકમાર્ગી વાલ્વની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે કેટલાક લોકોમાં હાડકા જલદી ખરાબ થઈ જવાનું આનુવાંશિક લક્ષણ પણ ઊતર્યું હોય છે. આવી સ્થિતિમાં સપાટી પરની શિરામાંથી લોહી ક્યારેય તદ્દન ખાલી થતું નથી. તેમાં લોહીનો ભરાવો થતો રહેવાથી શિરાની દીવાલઢીલી થઈને લબડી પડે છે અને તે ફુલી જાય છે. આ કારણસર પગેસોજા આવીજવાનેતબીબી ભાષામાં ‘શિરાઓ કુલી જવી’નું પ્રાથમિક ચિહ્ન ગણવામાં આવે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફની ફરિયાદ વધારે કરતી જોવા મળવાના કારણ તરીકે હોર્મોન ઓસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનને ગણવામાં આવે છે. આ હોર્મોન સપાટીની શિરાઓની દીવાલના સ્નાયુતંતુઓને ઢીલા કરી દે છે, જેથી ઉપરની તરફ જતોલોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે.

આ જ કારણે કેટલીક મહિલાઓ માસિક આવતાં પહેલાં તથા કુટુંબનિયોજનની ગોળીઓ લેવાથી પગે સોજા આવી જવાની ફરિયાદ કરતી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનની અસરની સાથોસાથ બાળકના ભારને કારણે પેલસિવ (બસ્તિપ્રદેશ)ની શિરાઓ પર દબાણ આવે છે, જેના લીધે પગે સોજો આવી જાય છે અને દબાણ આવવાથી હૃદય તરફ ધકેલાતા લોહીનો પ્રવાહ ઘટી જાય છે.

ઉપાય.પગમાં સોજા અને ખાલી ચડી જવા જેવી તકલીફોથી બચવા પગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવવું જરૂરી છે. આ માટે નીચે કેટલાક ઉપાય સૂચવ્યા છે :

વ્યાયામ.પગમાં સોજા ન આવે તે માટે ચાલવું એ સૌથી સરળ ઉપાય છે. દરરોજ ઓછામાં ઓછું અડધો ક્લાક ચાલો. આથી પગની માંસપેશીઓ મજબૂત થશે અને blood ફરવાની ક્રિયા ઝડપી થશે. ચાલવું, જોગિંગ અને સાઈક્લિંગએ પગ માટેની ઉત્તમ કસરતો છે. તરવું એ પણ સારો વ્યાયામ છે, કેમ કે પાણી પગની શિરાઓ પર દબાણ લાવીને હૃદય તરફ જતા લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે.

બેસો ત્યારે પગ પર પગ ચડાવીને ન બેસો, કેમકે આવું કરવાથી લોહીનો પ્રવાહ રોકાય છે.બહુવાર સુધી એક જ જગ્યાએ ઊભાન રહો. આથી પણ લોહીનો પ્રવાહ અવરોધાય છે. – જો તમારું કામ જ એવું હોય કે જેમાં તમારે વધારે વાર સુધી પગ લટકાવીને બેસી રહેવું પડતું હોય અથવા ક્લાકો સુધી ઊભા પગે કામ કરવું પડતું હોય, તો સાંજેઆરામના સમયેતમેનીચે જણાવેલા ઉપાયો અજમાવી શકો છો :

સેક કોઈપણ અંગના સોજા ઓછા કરવામાં સૌથી સહેલો અને અસરકારક રીત છે. સેક થી નસોમાં આવેલ સોજો ઓછો થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. પગમાં સેક માટે પાણી ગરમ કરી લો અને બે ટબ લઇ લો. હવે એક ટબમાં હુંફાળું પાણી ભરી લો અને બીજા ટબમાં સામાન્ય કે હળવું ઠંડુ પાણી. જે પગમાં સોજો છે તેને પહેલા ૫ મિનીટ હુફાળા પાણીમાં નાખો અને પછી ૫ મિનીટ ઠંડા પાણીમાં રાખો. તેનાથી સોજા અને દુખાવામાં રાહત મળશે.

ચત્તા સૂઈ જાવ. પગને થોડા ઉપર રાખો. પગને થોડા ઉપર રાખવા માટે પગ નીચે એક-બે ઓશીકાં મૂકી શકો છો. સવાર-સાંજ પાંચ-દસ મિનિટ આવી રીતે સૂઈ જાવ. જો શક્ય હોય તો કામના સમય દરમિયાન પણ પાંચ-સાત મિનિટ આવું કરીને પગને આરામ આપો.

દુખાવો અને સોજાને ઓછા કરવા માટે સિંધાલુ મીઠું પણ ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં ઘણા એવા ખનીજ તત્વ હોય છે જે સોજા ઓછા કરે છે. તેના ઉપયોગ માટે હુફાળા પાણીમાં બે ચમચી સિંધાલુ મીઠું ભેળવો. હવે કોઈ સુતરાઉ કપડાને આ પાણીમાં પલાળીને પગનો સેક કરો. દિવસમાં બે ત્રણ વખત સેક કરવાથી પગનો સોજો દુર થઇ જાય છે.

જો પગની તકલીફ વધી ગઈ હોય, તો રાત્રે સૂતી વખતે પગ લંબાવ્યા હોય તે બાજુથી પલંગને જમીનથી બે-અઢી ઈંચ ઊંચો કરીને રાખો.જો શરીરનું વજન વધારે પડતું હોય તો એથી હૃદયપરનું દબાણ વધે છે તથા તેના કાર્યમાં અવરોધ ઊભો થાય છે સાથે સાથે પગમાં સોજો આવવાની ફરિયાદ પણ ઊભી થાય છે, એટલે તમારું વજન કાબૂમાં રાખો. આ માટે નિયમિત કસરત કરો તથા તમારા ખોરાક પર નિયંત્રણ રાખો, લીલાં શાકભાજી, ફળ, ફોતરાંવાળી દાળ, ઓછી ચરબીવાળા પદાર્થ વગેરે ભોજનમાં લો.

વધારે પડતાં ચુસ્ત કપડાં અને મોજાં ન પહેરો, કેમ કે એથી પણ લોહીનો પ્રવાહ blood circulation અવરોધાય છે..કોથમીરમાં ઘણા પોષક તત્વ, વિટામિન્સ અને એસીડ હોય છે. કોથમીરના સેવનથી પેટની તકલીફ થતી નથી. પણ શું તમને ખબર છે કે કોથમીર સોજાને પણ ઠીક કરે છે? કોથમીરના તાજા પાંદડા અને ધાણા ના સુકા બીજમાં પણ સોજાને ઠીક કરવાના ગુણ હોય છે. જો તમારા પગમાં સોજો છે તો એક કપ પાણી ઉકાળવા માટે મુકો અને તેમાં ત્રણ ચમચી સારા ધાણા નાખી દો. તેને ઉકળીને પાકવા દો જ્યાં સુધી તે પાણી અડધો ગ્લાસ ન રહે. ત્યાર પછી તે ઉતારી ને ગાળી લો અને એક ચમચી મધ નાખીને પી લો. દિવસમાં બે વખત પીવાથી તમારા પગના સોજા ઠીક થઈ જશે.

ઓલીવ ઓઈલ પણ પગના સોજા માટે એક ઉત્તમ ઉપાય છે. તેના ઉપયોગ માટે સૌથી પહેલા થોડા ઓલીવ ઓઈલ માં બે-ત્રણ કળી લસણની કાપીને શેકી લો અને પછી તેમાંથી લસણ જુદું કરી લો. હવે આ તેલને પગ ઉપર લગાવીને દિવસમાં બે ત્રણ વખત માલીશ કરો. તેનાથી તમારા પગના સોજા ઠીક થઇ જશે અને દુખાવામાં રાહત મળશે. તે ઉપરાંત ઓલીવ ઓઈલ પગમાં સ્કીન નું સુકાપણા ની તકલીફને પણ દુર કરે છે.

પગમાં સોજા ઓછા કરવા માટે કાકડી અને લીંબુ પાણી રામબાણ ઔષધી નું કામ કરે છે. કેમ કે આ બન્નેમાં સોજા દુર કરવાના તત્વ રહેલા હોય છે. તેના માટે તમે કાકડી અને લીંબુ પાણીનો ઉપયોગ કરો. તમારે એક જગમાં એક કાકડી કાપીને તેના ટુકડા કરીને નાખી દેવા અને આવી રીતે લીંબુને કાપીને નાખી દેવાનું છે અને જયારે પણ તમને પાણી પીવાની ઈચ્છા થાય તે સમયે તમારે સાદું પાણી ને બદલે આ પાણીનું સેવન કરવું તેનાથી પણ પગમાં સોજા ઓછા થઇ જાય છે.

પગમાં આવેલ સોજાને ઓછા કરવા માટે તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. પગમાં આવેલ સોજાને લીધે સશરીમાં સોડીયમ નું પ્રમાણ વધવું પણ હોઈ શકે છે. તેવામાં આદુની ચા બનાવીને પીવો. કે પછી આદુને કાચું ખાવ. કે પછી આદુનું તેલ બનાવીને તેનું પગ ઉપર માલીશ કરો. તેનાથી પણ આપના શરીરમાં સોડીયમ પાતળું થઇ જાય છે જેના લીધે આપણા પગમાં આવેલ સોજા ઓછા થઇ જાય છે.

ઘૂંટણ અને પગના સોજા દુર કરવા માટે સફરજનનું વિનેગર ઘણું જ ફાયદાકારક છે. અ વિનેગરમાં તરલ પદાર્થ શોષવાની શક્તિ હોય છે જેનાથી પગમાં જમા વધારાનો તરલ પદાર્થ (જેના કારણે સોજા આવે છે) તે નીકળી જાય છે અને સોજા ઉતરી જાય છે.

3-4 ગ્લાસ ગરમ પાણીમાં અડધો ગ્લાસ સફરજનનું વિનેગર ભેળવી એક ટુવાલ નાખી દો. આ ટુવાલને નીચોવીને પગ પર લપેટી દો. જ્યાં સુધી આ ટુવાલ ઠંડો ન થઇ જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ એટલા જ પ્રમાણમાં ઠંડુ પાણી લો અને તેમાં અડધો કપ વિનેગર નાખો અને ઉપર લખેલી પ્રક્રિયા કરો.