પાણી પણ બનાવી શકે છે માલામાલ,એના માટે અપનાવો આ અસરકારક ઉપાયો, અને જાતે જ જોઈ લો પરિણામ….

0
177

સામાન્ય રીતે દરેક લોકો જાણે છે કે પાણી આપણા જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે અને એના વગર જીવન જીવવું અશક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી આપણી સાથે સાથે આપણી રોજીંદી લાઇફમાં આવતી પરેશાનીઓ માટે કેટલું મહત્વપૂર્ણ છે, જેના ઉપાય માત્રથી તમે લાઇફમાં થનારી દરેક પ્રકારની આર્થિક તંગીથી છુટકારો મેળવી શકો છો.પાણી વ્યકિતના જીવનનુ સૌથી અગત્યનું તત્વ છે. પૃથ્વી પરના તમામ જીવ માટે પાણી એ જીવનનો આધાર છે. જળ વિના કોઈનું જીવન શક્ય નથી. આજે અમે તમને જ્યોતિષમાં પાણીની અગત્યતા વિશે જણાવિશું. આજે તમને પાણીના કેટલાક એવા ઉપાયો જણાવિશું જેના દ્વારા તમે જીવનની અનેક મુશ્કેલીઓને દૂર કરી શકશો.

કૌટુંબિક સુખ અને સૌભાગ્ય.જે સ્ત્રીઓને ગર્ભ ન રહેતો હોય તેઓ મંગળવારે કુંભાર જે દોરાથી વાસણ કાપે છે તે દોરો લઈ પાણીમાં ધોઈ હનુમાનજીના પગમાં ચઢાવો પછી આ જ દોરાને પાણી ભરેલા ગ્લાસમાં નાખો અને તે પાણી પી સંભોગ કરવાથી ગર્ભ જરૂર રહે છે.

ઝગડો.કલેશ દૂર કરવા-ઘરમાં હંમેશા ઝગડા થતા રહેતા હોય તો રાત્રે સુતા સમયે પલંગની નીચે એક લોટો જળ રાખો. સવારે આ જળને કોઈ સ્થાને નાખો જ્યાં તેનું અપમાન ન થતુ હોય. આમ કરવાથી ઘરનો કલેશ ધીરે ધીરે દૂર થઈ જશે.

સૌભાગ્ય વૃદ્ધિ.શ્રાવણ મહિનામાં જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે મકાનના નાળામાંથી જે પાણી વહે તેનાથી સ્નાન કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

ધનલક્ષી.જો તમારા વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થઈ રહી હોય, ગ્રાહક આવીને પાછા જતા રહે છે. ધક્કો મારી મારીને ગાડુ ચાલે છે તેવા સમયે વ્યવસાયના પરિસરના મુખ્ય દરવાજાની સામે કે અંદર લોબીમાં એક પાણીનો ફુવારો લગાવો, તેનાથી તમારા વેપારમાં નિરંતર ઉન્નતિ થશે. ઉપરાંત વ્યવસાય સ્થળે આઠ સોનેરી તથા એક કાળી માછલીનું એક્વેરિયમ રાખો. જેનાથી પણ વેપારમાં વૃદ્ધિ થાય છે.

ધન વૃધ્ધિ.રવિવારે રાત્રિ ભોજન દરમિયાન એક લોટો પોતાના માથા બાજુ મુકી સુવો. સવારે આ લોટાના જળને કિકરના વૃક્ષ પર ચઢાવો. આ ઉપાય 7 રવિવાર કરવાથી ધનમાં વધારો થાય છે. સવારે વહેલા ઉઠી ઝાડુ લગાવી ઘરના મુખ્ય દરવાજે જળ ચઢાવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

આરોગ્યલક્ષી.નકસીર રોગ – જે લોકો નકસીર રોગથી હેરાન છે તેઓ ગરમ પાણીમાં હાથ ધોઈ ગાયનું સુકુ છાણ ઝીણું વાટી સુંઘવાથી નકસીર રોગમાં લાભ થાય છે.
તાણને દૂર કરવા – કોઈ કારણથી તમે બેચેન અને તાણમાં રહેતા હોય તો એક ગ્લાસ પાણીમાં ‘‘ऊॅ हंसः हंसः” ના 21 મંત્ર કરી ફૂંક મારી આ પાણી પીવો, તેનાથી તમારી બેચેની દૂર થઈ જશે.

બાળક પાણી ન પીવે.ક્યારેય એવું બને છે કે બાળક પાણી પીતા ઉલ્ટી કરી નાખતુ હોય. તેવા સમયે એક લોટામાં પાણી લઈ બાળકના માથા પરથી સાત વખત ઉતારી દરવાજાની બહાર ડાબી-જમણી બાજુએ નાખી દો. આ ઉપાયથી બાળક જલ્દી જ પાણી પીવાનું શરૂ કરી દેશે.

ભોજનમાં નજર લાગી હોય.ભોજન પહેલા નીચે જળનો ક્રોસ બનાવી ભોજન કરવાથી ભોજન પર કોઈની નજર લાગતી નથી.

કોઈને પોતાના અનુકૂળ કરવા.આદ્રા નક્ષત્રમાં નદીમાં એક ડુબકી લગાવી, થોડી રેત કાઢી લો અને તે રેતને પોતાના ઈષ્ટદેવની આરાધના કરી તેને સિદ્ધ કરી લો. આ રેતને જે પુરુષના મસ્તકે લગાવશો. તે તમારા અનુકૂળ બની જશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર એક બાઉલમાં પાણી ભરીને એને છત પર રાખી મૂકો અને તડકો લાગ્યા બાદ પાણીને ભગવાનનું નામ લઇને કેરીના પાન પર છાંટી દો. માનવામાં આવે છે કે આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ના થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. માન્યતા છે કે આવું કરવા માત્રથી મા લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને ઘરમાં તમને પૈસાથી થતી પરેશાનીઓથી મુક્તિ મળે છે સાથે જ ધનની વૃદ્ધિની સંભાવના વધી જાય છે, જેને તમે જોતજોતામાં જ માલામાલ થઇ જાવ છો