પત્નીને ખબર પડી પતિ ના અફેર વિશે,પછી તો પતિ ના હાથ બાંધી કર્યું એવું કૃત્ય કે…..

0
227

પતિ-પત્નીના સંબંધમાં આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં, જો આ ટ્રસ્ટ કે વિશ્વાસ થોડો ડગમગે, તો તેનો સામનો કરવો તે ખૂબ મુશ્કેલ છે. ચીનમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા. ખરેખર, એક મહિલાએ તેના પતિના હાથ-પગ બાંધી તેને નદીમાં ફેંકી દીઘો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલાને તેના પતિના પ્રેમ સંબંધની જાણ થઈ ત્યારે તે ગુસ્સામાં લાલ પીળી થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ પહેલા તેના પતિને પાંજરામાં બંધ કરી દીધો હતી.

તે પછી, તેણીએ તેના પતિના હાથ-પગ બાંધી તેને નદીમાં ફેંકી દીધો. અહેવાલ મુજબ આ ઘટના મોમિંગનું જ શહેર છે. જ્યાં શુક્રવારે એક મહિલાએ તેના પતિને નદીમાં ફેંકી દીઘો હતી. જ્યારે પણ આ પુરુષની પત્નીને તેના અફેરની જાણ થઈ ત્યારે પણ પહેલા તેણે તેના પતિને પાંજરામાં કેદ કરી દીઘો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનો એક વીડિયો ચીનના સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડને રંગે હાથ પકડ્યો.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં મહિલાનો પતિ અને તેની પ્રેમિકા કપડા વગર જોવા મળ્યા હતા. અગાઉ પત્નીએ તેના પતિને બીજી મહિલા સાથે પકડ્યો હતો. આ સમય દરમિયાન મહિલા સાથે બીજા ઘણા લોકો પણ હતા. જેમણે મહિલાના પતિનો હાથ બાંધી તેને પાંજરામાં મૂકી દીધો હતો. આ પાંજરું વાંસનો હતો.

આ પછી મહિલાના પતિને પાંજરા સાથે નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે, તે વ્યક્તિને બાકીના લોકોએ પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. જેની હાલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. બનાવની માહિતી મળતાં પોલીસે મહિલા સહિત ચાર લોકોને અટકાયતમાં લઇને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

જાણો અન્ય સ્ટોરી.અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતી પત્ની ઓર વોનો અજુગતો કિસ્સો સામે આવ્યો. પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ જ આત્મહત્યા કરી લીધી અને આપઘાત કરતા પહેલા કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો. જેના આધારે પોલીસે આત્મહત્યાનાં દુષ્પ્રેરણનો ગુનો નોંધી પત્ની અને પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવકે 13 દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી. જોકે બનાવ સમયે પોલીસે અકસ્માતે મોત નોંધી અને પરિવારનાં નિવેદન લેવાની કામગીરી કરી. જો કે આ દરમ્યાન પરિવારે મૃતકે મરતા પહેલાં બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા ભરતની પત્ની દક્ષા મારુ ને પાડોશી યુવક જિગ્નેશ સાથે પ્રેમ સબંધ હોવાનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું. જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ દક્ષા અને પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કાગડાપીઠ પોલીસે પુરાવા એકઠા કરી આરોપીની તપાસ શરૂ કરી છે.

ફોટો દેખાતા ભરત અને દક્ષાનાં લગ્ન જીવનને આશરે 8 વર્ષ વીતી ગયા હતા. બાદ એકાએક દક્ષા તેનો 3 વર્ષનો એક પુત્ર લઇ અઢી મહિના પહેલા પિયર જતી રહી હતી. જેથી ભરત દુખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો. 7 સપ્ટે.ના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપી અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત બીજા દિવસે આત્મહત્યા કરી લેતા પરિવાર ચિંતામાં મુકાયો અને ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરી મૃતકનાં ભાઈએ મોબાઈલ અને પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હોવાનું છતું થયું અને ફરીયાદીને લાગ્યું કે આ જ કારણોસર ભરતે આત્મહત્યા કરી લીધી હશે.

પતિની અંતિમવિધીમાં પણ દક્ષા ન આવતા પરિવારને શંકા ઉપજી હતી. ભરતના મોત બાદ તેની પત્નીને ફોન કરી વાત કરી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે, મારે કોઇ સબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી. તેથી અતિમ વિધીમાં પણ પત્ની હાજર રહી ન હતી અને સંતાનને પણ આવવા ન દીધો હતો. પોલીસ તપાસમા એ વાત સામે આવી છે કે દક્ષા ના અગાઉ પણ લગ્ન થયા હતા. જોકે પોલીસ પુરતા પુરવા એકઠા કરી ધરપકડ માટે ની કાર્યવાહી હાથ ધરી છે.

હમ દિલ દે ચૂકે સનમની વાર્તા જો તમને ખબર હોય તો આ કિસ્સો સમજવો સરળ રહેશે. ફિલ્મની વાત તો સમજ્યા પણ હકીકતમાં આવું બને એની કલ્પના કોઈ ભારતીય ન કરી શકે. અથવા તો કહેવાય કે એક ભારતીય પુરૂષ જ આવું બલીદાન કરી શકે. હકીકતમાં, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા એક પતિએ તેના બાળકોની માતા અને પત્નીને સ્વેચ્છાએ છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે જેનું કારણ ઘણું અજીબ છે.

ભોપાલના કોલાર વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની ફેશન ડિઝાઈનર પત્નીને પ્રેમી સાથે ખુશીથી જીવન પસાર કરી શકે તે માટે છૂટાછેડા આપી દીધા છે. બંનેના લગ્નને 7 વર્ષ થયા છે અને બે બાળકો પણ છે. પત્નીના જીવનમાં તેના પૂર્વ પ્રેમીની એન્ટ્રી થતા પતિ-પત્ની વચ્ચે અંતર વધી ગયું અને વાત પત્નીના ઘર છોડવા સુધી આવી ગઈ ત્યારે મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો.

કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતા હતા. લગ્ન બાદપણ પ્રેમી સાથે સંબંધ રહ્યો હતો. પ્રેમી બીજી જ્ઞાતીનો હતો એટલા માટે કલ્પનાના પિતા આ લગ્ન માટે તૈયાર ન્હોતા થયા. અને કલ્પનાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવ્યા હતા. જોકે, પાગલ પ્રેમીએ અત્યાર સુધી પણ લગ્ન કર્યા નહીં.

પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી.

કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.