પેડ ને બદલે કરો આ વસ્તુનો યુઝ,એક વાર ખરીદીશો તો ચાલશે 8 વર્ષ સુધી…..

0
267

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સેનેટરી નેપકીન ના બદલે હવે આવી ગયા છે સેનેટરી કપ. મહિલાઓ માટે બજાર ના કોઈ ને કોઈ બદલાવો આવ્યા જ કરતા હોય છે. આ સબંધિત જ આ એક મોટો ફેરફાર માનવામાં આવે છે. આ ની પાછળ નું એક કારણ એ છે કે સેન્ટરી નેપકીન ના લીધે કચરો ખુબજ થાય છે. ભારત માં દરવર્ષ 43.4 સેનેટરી નેપકીન નો ઉપયોગ થાય છે. જેના લીધે દર વર્ષે 9000 ટન કચરો બને છે.આ નેપકીન ને ડીકમ્પોઝ થવામાં 500 વર્ષ લાગે છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આ નેપકીન સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ માટે પણ નુકશાન કારક છે.પણ હવે બજાર માં આવ્યા છે સેનેટરી કપ. આ કપ ની કીમત બજાર માં 300 થી 1000 રૂપિયા છે. આ એક કપ 8 વર્ષ સુધી કામ આપે છે. આ કપ ને લઇ અને છોકરીઓ ને શંકા હતી કે આનો ઉપયોગ કરવાથી એમની વર્જીનીટી પર અસર પડશે. પણ અમુક એક્સપર્ટ એ કહ્યું છે કે આવું નથી. અને આ કપ એટલો આરામદાયક છે કે મહિલાઓ તેને કાઢતા પણ ભૂલી જાય છે.

મિત્રો આ કપ ને મહિલાઓ પીરીયડ ના દિવસો માં પહેરી શકે છે અને પછી કાઢી શકે છે. અને તેને સાફ કરવાનું રહેશે. આ કપ 8 થી 10 વર્ષ સુધી ચાલશે. ભારતમાં જ ધીમેં ધીમે કરી ને 35 કરોડ મહિલાઓ આ કપ વાપરવા લાગી છે. હવે તો કેળા ના પાન દવારા પણ પેડ બનાવવા ના એક્પેરીમેન્ટ શરુ થઇ ગયા છે. આ પેડ ખુબ જ સરળતા થી માટી સાથે મિક્ષ થઇ જશે. જેના લીધે પર્યાવરણ ને નુકશાન નહિ થાય.અને મહિલાઓ સરળતાથી ઉપયોગ માં લઇ શકશે.

મિત્રો સ્વચ્છતા અભિયાન બાદ હવે મહિલાઓ ની સ્વચ્છતા ઉપર પણ ખુલી ને વાત શરુ થઈ છે. આ ટોપિક ને લઈ અને એક ફિલ્મ પણ આવી છે જેનું નામ છે પેડમેન. આ બધા પ્રયાશો શરુ થયા છે સાથે સસ્તામાં મહિલાઓ ને પેડ મળી રહે એ ઉપર પણ ઘણા સરકારી સંગઠનો કામ એ લાગ્યા છે. આજ કાલ લોકો જાગૃત બન્યા છે, મહિલાઓ પણ જાગૃત બની છે. અને હવે દેશ માં મહિલાઓ ના આ પ્રોબ્લેમ ઉપર ખુલી ને ચર્ચા થાય છે.

સેનેટરી પેડ કરતા સુરક્ષિત વિકલ્પ છે મેસ્ટ્રુઅલ કપ એને મુનકપ કે માસિકધર્મ કપ પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે, તે એક રીતે લચીલો કપ હોય છે, જે પીરીયડસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. તે દેખાવમાં એક ઘંટડીના આકારનો હોય છે, જે મેડીકલ ગ્રેડ સીલીકોન માંથી બનાવવામાં આવે છે.તેમજ એ પણ જણાવી દઈએ કે, આ કપને પીરીયડસના દિવસોમાં બેજાઈનમાં એટલે કે યૌનીની અંદર પહેરવામાં આવે છે. આ કપ સેનેટરી પેડથી સસ્તા છે અને ક્યાય પણ લઇ જવામાં સરળ હોય છે. અને તેની સૌથી ખાસ વાત એ છે કે, આ કપને તમે ઘણા વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો. એટલે કે તે દર મહીને સેનેટરી પેડ ખરીદવાના ખર્ચથી બચાવી શકે છે.

માસિકધર્મ કપ ઉપયોગ કરવાના ફાયદા
આ કપ તમને દર મહિનાના સેનેટરી પેડના ખર્ચ માંથી મુક્તિ અપાવે છે.એનો ઉપયોગ તમને કોઇપણ પોઝીશનમાં સુવાની આઝાદી આપે છે.તમને વારંવાર પેડ બદલવાનું ટેન્શન રહેતું નથી. અને કપડામાં ડાઘ પડવાનું પણ ટેન્શન રહેતું નથી.મળેલી જાણકારી અનુસાર આ કપ બનાવવામાં સેનેટરી પેડની સરખામણીએ ઓછા કેમિકલ્સનો ઉપયોગ થાય છે. તેથી તેના ઉપયોગથી કોઈ બીમારી થવાનો ડર નથી રહેતો.

હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિષે પણ જણાવી દઈએ. તો એનો ઉપયોગ કરવાં માટે તમે કપને C આકારમાં વાળીને તમારા બેજાઈન (યૌની) માં નાખી દો. જણાવી દઈએ કે, તે ઘણું સુંવાળું હોય છે તેથી તે તમારી યૌનીમાં સરળતાથી પ્રવેશ કરી જશે.આ કપ કઈ રીતે કામ કરે છે એના વિષે પણ જણાવી દઈએ. તો તે પીરીયડમાં નીકળતા લોહીને પોતાની અંદર જ સંગ્રહ કરીને રાખે છે. જેને તમે થોડા કલાક પછી તમારી અનુકુળતા મુજબ બહાર કાઢીને ખાલી કરી શકો છો. પછી તેને તમે ધોઈ લો અને તે ફરી વખત ઉપયોગ માટે તૈયાર હોય છે.

શું તમે પીરિયડ્સમાં ટેમ્પૂનનો ઉપયોગ કરો છો.ટેમ્પૂન કૉટન અને વિશિષ્ટ ફેબ્રિકની બનેલી સ્ટીક જેવું છે જેમાં નીચે એક દોરો લટકેલો રહે છે.ટેમ્પૂનનો ઉપયોગ તેને વજાઈનામાં મૂકીને કરવામાં આવે છે. જ્યારે ટેમ્પૂન પૂરતા પ્રમાણમાં લોહી શોશે છે, ત્યારે દોરાની મદદથી વજાયનાની બહાર ટેમ્પૂનનો નિકાલ કરવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ પીરિયડ્સ માટે ટેમ્પનનો ઉપયોગ કરે છે. ટેમ્પૂન ચાર થી પાંચ કલાક સુધી રક્તસ્રાવને શોષી શકે છે. આપણા દેશમાં ખૂબ ઓછી મહિલાઓ ટેમ્પૂનનો ઉપયોગ કરે છે.કેટલીક સ્ત્રીઓ ટેમ્પૂનનો ઉપયોગ કરીને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ થવાની ફરિયાદ કરે છે.છોકરીઓને એ વાતની પણ બીક હોય છે કે પીરિયડ્સ શરૂ થયા પછી જ્યારે પીરિયડ્સનો સ્ત્રાવ થતો હોય તો એની વાસ આજુબાજુના લોકોને આવે છે. સાચી વાત એ છે કે પીરિયડ્સમાં વજાઈનામાંથી બહાર આવતાં લોહી તથા અન્ય પ્રવાહીમાંથી કોઈ જાતની ગંધ આવતી નથી.

જો વજાઈનામાં જ મૂકી દેવાનું ટેમ્પૂન પહેર્યું હોય કે લોહીને શોષીને જેલી બનાવી દેનાર સેનિટરી પેડ પહેર્યા હોય તો કોઈને કશી ખબર પડતી નથી. હા, જો લોહી હવાના સંપર્કમાં આવે તો એની ગંધ ફેલાય છે. એટલે કોઈને ગંધ ન આવવા દેવી હોય તો લોહી નીકળતું હોય એવા દિવસોમાં દર અડધા-એક કલાકે ટેમ્પૂન કે સેનિટરી પેડ બદલતા રહો. જો નિયમિત પેડ કે ટેમ્પૂન બદલતા રહેશો તો તમે નહીં કહો ત્યાં સુધી કોઈનેય ખબર નહીં પડે કે તમે પીરિયડમાં છો.

શું તમે પીરિયડ્સમાં મેસ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરો છો.મેન્સ્ટ્રુઅલ કપ એક બેલ આકારનો કપ છે જે સિલિકોનમાંથી બનાવવામાં આવ્યો છે. જે એક્સ્ટ્રીમલી ફ્લેક્સીબલ અને તેને પીરિયડ્સ દરમિયાન સરળતાથી વજાઈનાની અંદર બેસાડી શકાય છે.મેસ્ટ્રુઅલ કપ નરમ અને લવચીક લેટેક્સથી બનેલો કપ છે, જે પીરિયડ્સ દરમિયાન ઘણી વખત ઉપયોગમાં લઈ શકાય છે.મેસ્ટ્રુઅલ કપ પણ એક ઉપયોગ માટે બજારમાં ઉપલબ્ધ છે.પેડ્સ, ટેમ્પોન અને મેસ્ટ્રુઅલ કપ કરતાં મેસ્ટ્રુઅલ કપ વધુ સલામત છે એટલે કે તેમાં લિકેજ થવાનું જોખમ ઓછું છે, આ હોવા છતાં, આપણા દેશમાં ખૂબ ઓછી મહિલાઓ માસિક કપનો ઉપયોગ કરે છે.આ સોફ્ટ કપ આગળ જણાવ્યું તે પ્રમાણે પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં ઈન્સર્ટ કરવાનો હોય છે, જેમાં પીરિયડ્સ દરમિયાન થતું બ્લિડિંગ તેમાં એકઠું થાય છે અને તે 12 કલાક સુધી લોહી એકઠું કરી રાખે છે.

બ્લિડિંગ મેન્સ્ટ્રુઅલ કપમાં રિમૂવ કરીને તેને સાફ કરીને ફરીથી પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ કપનો ઉપયોગ કરવું એકદમ સરળ છે અને તે ઈકોફ્રેન્ડલી પણ છે. આ કપના ઉપયોગથી પીરિડ્સ દરમિયાન કપડા પર પડનારા ડાઘાનો ભય પણ નથી રહેતો.સેનિટરી પેડ્સ, ટેમ્પન અને માસિક કપ, આ ત્રણેય સમયગાળામાં ઉપયોગમાં લેવાતા વિશ્વસનીય ઉત્પાદનો છે, તમે તમારી અનુકૂળતા અને જરૂરિયાત મુજબ તેને પસંદ કરી શકો છો.

Advertisement