પેઢા માં વારંવાર સોજો આવી જતા હોય તો કરો આ 6 ઘરેલુ ઉપાય,તરત જ મળી જશે આરામ….

0
394

આપણે દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો  લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું આપને આ બાબત વિષે ક્યારેય વિચાર્યું છે. કે દિવસમાં બે વખત બ્રશ અને તે પણ મોંઘા માં મોધી પેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતો સડી જવાની, દાંતોમાં જગ્યા થવી, દાંતોનું સડવું,પાયરિયા થી પરેશાન રહીએ છીએ.આજકાલ ના સમય માં લોકો ને દાંત અને પેઢા ની સમસ્યાઓ નો સામનો વારંવાર કરવો પડતો હોય છે.પેઢા માં સોજા ને કારણે ઘણીવાર દર્દ અને સેન્સિટીવીટી અનુભવાય છે જોકે આ બીમારીના કરે પોષકતત્વો ની ઉણપ અને ખાદ્યપદાર્થો ના કારણે પેઢા માં સોજો રહે છે.

જો પેઢા માં સોજા ની સમસ્યાઓ છે તો તેમાંથી લોહી નીકળવાનું પણ શરૂ થાય છે.આ સિવાય હોર્મોન્સ ના પરિવર્તન ના કારણે પણ પેઢા માં સોજો આવી શકે છે.જો તમને પણ આ સમસ્યા છે તો તમે નીચે દર્શાવેલ ઘરેલુ ઉપાય થી આ સમસ્યાઓનો સામનો કરી શકો છો આજે અમે આ લેખના માધ્યમ થી તમને એવા 6 ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પેઢા માનો સોજો આસાની થી દુર કરી શકો છો.

અજમો.

જો તમેં અજમો નો ઉપયોગ કરો છો તો તેનાથી પેઢા નો સોજો ઘણો ઓછો થાય છે કારણ કે અજમાં માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વ આવેલા હોય છે.તેના માટે તમે અજમાને સારી રીતે પીસી નાખો અને તેમાં સરસવ નું તેલ મેળવીને તેની પેસ્ટ બનાવી લો આ પેસ્ટ ને તમારો જે ભાગ સોજી ગયેલ છે ત્યાં લગાવો આનાથી પેઢાના સોજા માં રાહત મળશે.

બેકિંગ સોડા.

બેકિંગ સોડા માં ઉપસ્થિ આલ્કાઇન મોઢા ના બેક્ટેરિયા ને નષ્ટ કરી નાખે છ એની સાથે જ તમારા દાંતો ની ચમક પણ વધે છે.એના માટે તમે બેકિંગ સોડામાં હલકુ એવું પાણી મેળવી અને પેસ્ટ બનાવી લો પછી તેને હાથથી અથવા બ્રશ વડે પેઢા માં મસાજ કરો આનાથી તેમાં તમને રાહત મળશે.

લવિંગ નું તેલ.

જો તમારા પેઢા માં સોજો છે તો તમે લવિંગ ના તેલનો ઉપયોગ કરી શકો છો તે ઘણો સારો ઉપાય છે.જો તમે આ તેલનો ઉપયોગ કરશો તો પેઢા માં સોજા ની સાથે સાથે દાંત ના દર્દ પણ દૂર થશે.લવિંગ ના તેલ ને રૂ ની મદદ થી પેઢા પર લગાવી શકાય છે.

મીઠા વાળું પાણી.

જો તમે મીઠા ના પાણી થી કોગળા કરો છો તો તેનાથી પેઢા ના સોજા દૂર થાય કારણ કે મીઠા વાળું પાણી મોઢા માં બેક્ટેરિયા ને નષ્ટ કરીને પેઢા ના સોજા ને મટાડવામાં મદદ કરે છે આથી એક ગ્લાસ પાણી માં બે થી ત્રણ ચમચી મીઠું ભેળવી ને કોગળા કરો તમને જલ્દી રાહત મળશે.

લીંબુ પાણી.

પેઢા ના સોજા ને દૂર કરવા માટે લીંબુ નું પાણી ખુબજ ફાયદા મંદ સાબિત થાય છે લીંબુ માં એન્ટી ઈફલેમેટ્રી કેલ્શિયમ વિટામિન ઈ વિટામિન સી કેલ્શિયમ અને પેકટિન ફાઈબર હોય છે જે પેઢા ના સોજા ને દૂર કરવાની સાથે સાથે મોઢાની સમસ્યાઓ ને દૂર કરવા માટે પણ ઉપયોગી છે એટલા માટે તમે એક ગ્લાસ ગરમ પાણી માં લીંબુ નો રસ મેળવી ને તેના કોગળા કરો તેનાથી રાહત મળશે.

આદુ અને મીઠા નો ઉપયોગ.


જો તમે પેઢા ના સોજા પર આદુ અને મીઠા નો ઉપયોગ કરો છો તો તેનાથી તમને ખુબજ જલ્દી આરામ મળે છે.આદુ માં એન્ટી ઈંફ્લેમેટ્રી ગુણો હોય છે જે સોજા ઉત્પન્ન કરવા વાળા બેકટેરિયા નો નાશ કરે છે.તમે આદુને પીસી અને તેમાં એક ચમચી મીઠું મેળવો આ પેસ્ટ ને પેઢા પર લગાવો અને મસાજ કરો આવું દિવસ માં બેથી ત્રણ વખત કરો આનાથી રાહત મળશે.

આપના દાંતનું બંધારણ માં મિનરલ,વિટામીન એ અને ડી અને કેલ્શિયમ ની ખાસ ભૂમિકા રહે છે, એટલા માટે તેને બચાવવા માટે તેની આપૂર્તિ કરવી જરૂરી છે. ભોજનમાં એવી વસ્તુઓ જરૂર સામેલ કરો જેનાથી તે જરૂરિઆતો પૂરી પડી શકે.અને અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે તમે ચા કે કોફી બિલકુલ છીડી દો.

સૌથી પહેલા તમારે દાંતોને નાયલોન ના બ્રશથી ઘસવાનું બંધ કરવું પડશે, તેની જગ્યાએ મંજન નો ઉપયોગ કરો. મંજન નો સાચો ઉપયોગ કરવાની રીત છે કે મંજન ને વચ્ચે વળી મોટી આંગળી થી પેઢા અને દાંતો ઉપર સારી રીતે ૧૦ મિનીટ સુધી લગાવીને રાખો, અને પછી મોઢામાંથી ખરાબ પાણી નીકળશે, ૧૦ મિનીટ પછી દાંતો ને ચોખ્ખાપાણી થી ધોઈ લો બાવળ ના લાકડાના કોલસા ૨૦ ગ્રામ વાટીને કપડાથી ચાળીને મૂકી રાખો ૧૦ ગ્રામ ફટકડી ને તાવડી ઉપર શેકી લો, તે બિલકુલ ચૂર્ણ બની જશે, ૨૦ ગ્રામ હળદર, આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો.

 

હવે સવારે મંજન કરતી વખતે તેને લો અને તેમાં ૨ ટીપા લવિંગનું તેલ લઈને તેને સારી રીતે ભેળવી દો, આ મંજન ને એક તો જે દાંત ખરાબ થઇ ચુક્યા છે તે ખરાબ દાંતની ઉપર આંગળી ની મદદ થી થોડી વાર સુધી લાગેલ રહેવા દો , અને જ્યાં દાંતોમાં ખાડા છે તે ખાડામાં મિશ્રણ ભરી દો, અને બાકી મંજન ને દાંતો અને પેઢા ઉપર આંગળીની મદદ થી સારી રીતે લગાવી દો, અને ઓછામાં ઓછું ૧૦ મિનીટ રહેવા દો.પાયરિયામાં તો આ ફક્ત ૨ દિવસ માં જ આરામ આપી દેશે. હલતા દાંત પણ પત્થર થી મજબુત થઇ જશે. અને કૈવીટી ને માટે આ મંજન ને ૧ થી ૩ મહિના સુધી ઉપયોગ કરો. અને દર્દ જો તમારા દાંતોમાં છે તોતે તો પહેલા દિવસ માં જ આરામ મળવાનો શરુ થઇ જશે.

તે સાથે સવારે ઉઠતા જ ૧૦ ગ્રામ નારીયેલ નું તેલ કે તલ નું તેલ લઈને મોઢા માં ભરો અને ૧૦ મિનીટ સુધી મોઢામાં તેને ફેરવતા રહો. એટલે કે કોગળા કરો,તેના ૧૦ મિનીટ પછી તેને થુંકી દો, ધ્યાન રાખો કે તેને પીવાનું નથી. આ રીતે રાત્રે સુતી વખતે પણ કરો. આ ક્રિયાને ગંડુષકર્મ પણ કહે છે. આ પદ્ધતિથી દાંતોની નવ સર્જન શરુ થશે.આ સાથે દરરોજ ૧૦ થી ૧૫ ગ્રામ આંબળા પણ ખાવાના છે, અને લીલા શકભાજી નું સેવન જરૂર કરો. દિવસમાં જો ગાજર, પાલક, મોસંબી, બીટ, દાડમ, ટમેટા મળે તો જરૂર ખાઓ.

ચોથી અને સૌથી અગત્યની વાત કે ભોજન ફક્ત માટીની હાંડી કે કાંસાના વાસણ માં જ બનાવો. હવે તમે તે પૂછશો કે માટીમાં ખાવાનું કેમ બનાવવાનું છે. તો સૌથી પહેલા સારી મજબુત માટીની હાંડી લો. તેને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. બીજા દિવસે તેની અંદર સરસવ નું તેલ લગાવો. અને તેમાં પાણી નાખીને ચુલા ઉપર ધીમા તાપે પાકવા દો, ત્યારે તે પાણી ઉકળી જાય તો તેને નીચે ઉતારી લો. બસ તૈયાર થઇ ગયું તમારું વાસણ ઉપયોગ કરવા માટે. આ વાસણમાં તમે તમારી દાળ શકભાજી ચોખા કઈ પણ બનાવી શકો છો. બસ જયારે તેમાં ભોજન બનવાનું શરુ કરો તો પહેલા થોડી વાર ધીમા તાપ પર શરુ કરો. ધીમે ધીમે તાપ વધરો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.