પેટમાંથી ગુડગુડ અવાજ આવતો હોય તો ચેતી જજો,હોઈ શકે છે આ ઘાતક બીમારી….

તમે ઘણી વખત આજુબાજુના કેટલાક લોકોને જોયા હશે, જેમના પેટમાંથી અજીબ પ્રકારનો અવાજ આવવાની સમસ્યા હોય છે.અથવા તમે ક્યારેક મેહસુસ પણ કર્યુ હશે કે,પેટમાંથી ગુળગુળનો અવાજ પણ આવે છે.ભોજનમાં બેદરકારીના કારણે પણ આવુ થઈ શકે છે. એસિડિટી, ગેસ, ખાલી પેટ હોવાના કારણે પણ આવુ બધુ શક્ય છે.

Advertisement

પાચન પ્રણાલી સાથે જોડાયેલ સમસ્યાઓથી આપણે ક્યારેય ને ક્યારેય તો પીડિત થઈએ જ છીએ. મોટાભાગે અપચાને કારણે આપણે ફુલેલા પેટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ખૂબ અસુખદ અને અત્યાઘુનિક તણાવ આપનારી હોય છે.આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિએ પેટની ખરાબીની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવા કે કારણ વગર ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઇ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણુ અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની પર ધ્યાન ન આપવાથી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.

ડૉક્ટર પ્રવિણ સિંહા જણાવે છે કે, પેટમાંથી આવતા અવાજની પાછળ ઘણા બધા કારણ હોઈ શકે છે.ઘણી વખત લોકો ઉતાવળમાં ખોરાક લે તો તેનાથી ખાવાની સાથે ઘણી હવા પણ તેમના પેટમાં ચાલી જાય છે.આ ભોજન આહાર નળીમાં નીચે ઉતરે તો પણ હવા સરકી જાય છે, જેનાથી પેટમાંથી અવાજ આવે છે. ભોજન પચાવતા દરમિયાન પાચનતંત્રમાં હાજર એંજાઈમ્સથી જ્યારે જમવાનુ તુટે છે,તો આ પ્રક્રિયામાં પણ ગેસ ઉત્પન્ન થાય છે.કેટલાક લોકોમાં સામાન્ય લોકો કરતા વધારે ગેસ ઉત્પન્ન કરે છે. જેના કારણે પણ પેટમાંથી ગુળગળનો અવાજ આવે છે. વધારે સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ પેટમાંથી ગુળગુળનો અવાજ આવે છે. કારણ કે, ખાલી પેટ હોવા પર તમારુ પાચનતંત્ર ભોજન વગર જ કામ કરવા લાગે છે અને આ ક્રમમાં ગેસ્ટ્રિક દિવાલો એકસાથે સંકુચિત થાય છે. પેટ ખાલી રહેવાને કારણે ત્યાં હાજર વાયુઓ અને પાચક તત્વોને કારણે અવાજ ઉત્પન્ન થાય છે.

લાંબા સમય સુધી દવાનું સેવન કરો તો પણ પેટમાં ગુડગુડ અવાજ આવે છે. આવા સંજોગોમાં ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ-રે કરાવવાનું પણ કહે છે, કેમ કે આંતરડાંના કેન્સર પહેલાં આવી સમસ્યા થતી હોય છે. તેથી કોઇ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં ડોક્ટરનો સંપર્ક કરો, જેથી બીમારીનો ઇલાજ સમયસર થઇ શકે.

વધુ સમય સુધી ભૂખ્યા રહેવું જોઈએ નહી. જો તમને ખાલી પેટ હોવાથી આ પ્રકારના અવાજ આવે છે તો, તરત જ કંઈક ખાલી લો. ડૉક્ટર કહે છે કે, આ પ્રકારની સમસ્યા લાંબા અંતરાલે ભોજન કરવાથી પણ ઉત્પન્ન થાય છે. વધારે સમય સુધી ભૂખ્યા રહ્યા બાદ જ્યારે તમે ભોજન કરો છો તો, પાચનક્રિયામાં પણ પરેશાની આવે છે. આ કારણે પેટમાંથી અવાજો આવે છે. તેથી સવારના નાસ્તાથી લંચ અને ડિનર સુધીમાં બહુ વધારે સમય રાખવો જોઈએ નહી.

કેટલાક લોકોના પેટમાં વધારે ગેસ બનવાના કારણે પણ અવાજ આવે છે. ગેસ બનવો એક એવી સમસ્યા છે, જે ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે. જ્યારે આપણા પેટમાં ગેસ બને છે તો, પેટની પાતળી દીવાલ ગેસ સાથે ટકરાઈ છે. જે કારણે અંદરથી ગુળગુળના અવાજ પણ આવે છે. પેટ ખરાબ રહેવા પર આપણા શરીરનું પાચનતંત્ર સારી રીતે કામ નથી કરતું અને એવામાં પણ ગુળગુળના અવાજ આવે છે.

પેટમાં અવાજ આવવાનાં અન્ય કારણો.ખાસ કરીને લોકો ભોજનને સારી રીતે અને ચાવીને ખાતા નથી. તેથી પેટમાં ગેસ ભરાઇ જાય છે. તેથી જ્યારે ભોજન અન્નનળીથી નીચે ઊતરે છે તોસાથે હવા પણ અંદર પ્રવેશે છે. આ કારણે પેટમાંથી અવાજ આવવા લાગે છે.ભોજનને પચાવવાની પ્રક્રિયાના સમયે જ્યારે એન્ઝાઇમ્સથી જમવાનું તૂટે છે તો પેટમાં ગેસ બને છે, જે પેટમાંથી અવાજ નીકળવાનું કારણ બને છે.કેટલાય કલાકો સુધી કંઇ પણ ખાધા વગર પેટમાં ગેસ થઇ શકે છે. તેનાથી પાચનતંત્ર નબળું પડે છે અને પેટમાંથી અવાજ આવવા લાગે છે.

આટલું રાખો ધ્યાન.જમવામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર પદાર્થોનું સેવન કરો. આદુંને તમારા ડેઇલી રૂ‌િટનમાં સામેલ કરો.વધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી બચો. ભૂખ લાગે તો તાત્કાલિક ચાવીને ભોજન કરો.ચા-કોફીનું સેવન ઓછી માત્રામાં કરોકોબીજ, બ્રોકલી, બીન્સ વગેરે વસ્તુઓના સેવનથી ગેસની સમસ્યા થાય છે. તેના સેવનથી બચો. રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીઓ.

યોગ્ય માત્રામાં ઊંઘ લો.પુદીનો એન્ટી સ્પેજ્મેડિક હોય છે, જે તમારા પાચન તંત્રને રિલેક્સ કરે છે, જેનાથી પેટમાં ગેસ બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સાથે જ પુદીનાથી જમવાનું સારી રીતે પચી જાય છે.એક ટીસ્પૂન પુદીનાના સુકા પાનને એક ગરમ પાણીમાં નાખીને 10 મિનિટ પછી ગાળીને તેને પીઓ, દિવસમાં બેથી ત્રણ વખત આમ કરવાથી રાહત મળશે.

દહી એક પ્રોબાયોટિક ફૂડ છે, જે પેટમાં પ્રાકૃતિક રીતે રહેલા બેક્ટેરિયાને બેલેન્સ કરે છે, બેક્ટેરિયાનું બેલેન્સ ન રહેવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે અને ઓડકાર આવવાના શરુ થઈ જાય છે. પ્રોબાયોટિક ફૂડથી પાચન સંબંધિત જૂદી-જૂદી સમસ્યાઓ યોગ્ય બની જાય છે. પછી તે કબ્જ હોય કે ડાયરિયા. પેટ ફુલવાની સમસ્યા હોય તેમાં પણ દહીં રાહત અપાવે છે.ઈલાયચી ટી પીવાથી પેટનો ગેસ ઓછો થાય છે અને ઓડકારથી છુટકારો મળે છે. આ સિવાય પેટમાં પીડા થતી હોય તો પણ તેનાથી ફાયદો થાય છે.

Advertisement