શું તમે જોયો છે ગુજરાતનો આ ઐતિહાસિક ઈડરિયો ગઢ?

0
132

ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકા છે ઈડર, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે અમદાવાદથી 120 કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વિકસેલું નગર છે. ઈડરિયો ગઢ પણ ઈડરમાં જ આવેલો છે.

ઈડરિયો ગઢ, પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર કે જે ઇડર ગઢના બે-ચાર પગથિયાં ચઢતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. રાજ મહેલ, મહાકાળી મંદિર, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાળ કુંડ, દિગંબર/શ્વેતાંબરના જૈન દેરાસરો વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.

અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ્ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. સાથે જ ઇડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે. ત્યાં પાસે આવેલી રણમલ ચોકી પણ જોવાલાયક છે.

આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઇન્ટ જેવા સ્થળો આવેલા છે.