પોતાની રાશિ મિથુનમાં બુધ આવી રહ્યા છે,આ રાશિઓને શુભ સંયોગથી અનેક ફાયદાઓ થશે.

0
375

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજકુમાર તરીકે બુધ મહારાજવાણી, તર્ક શક્તિ, ગણિત,વેપાર, આંકડાશાસ્ત્ર અને પ્રવાસનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધના શુભ પ્રભાવવાળા જાતકો સામાન્ય રીતે એક ઉત્તમ વક્તા અને ગણિતના કાર્યોમાં નિપુણ હોય છે. બુધને મિથુન અને કન્યા રાશિનો સ્વામી માનવામાં આવે છે. અહીં બુધનો રાહુ અને મંગળ સાથે સંયોગ થશે આ રાશિમાં બુધ મધરાત સુધી રહેશે. આ ગોચરથી જુદી જુદી રાશિ પર જુદો જુદો શુભાશુભ પ્રભાવ પડશે. જાણો તમારી રાશિ પર શું પડશે અસર.

મેષ રાશિ.

બુધનું આ ગોચર તમારી કુંડળીના ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે. આ ગોચરના પ્રભાવથી તમારા સંબંધો પરિવાર સાથે વધુ મજબૂત બનશે તમે તમારી વાત બીજા સમક્ષ વધુ સારી રીતે રાખી શકશો, કાર્યસ્થળે પણ તમારો પ્રભાવ રહેશે. મીડિયા લેખન અને માર્કેટિંગ સેલ્સના ક્ષેત્રો સાથે સંકાળાયેલ જાતકોને ફાયદો થશે. વિદ્યાર્થીઓને વધુ સારુ પરિણામ મળશે, લગ્ન થઈ ગયા હોય તેમના માટે આ ગોચર ફાયદાકારક છે.

વૃષભ રાશિ.

બુધનું આ ગોચર તમારી કુંડળીના બીજા ભાવમાં ગોચર કરી રહ્યું છે. તેના પ્રભાવથી તમારા વ્યવસાયમાં પ્રગતી થશે અને ધનપ્રાપ્તી થશે,  તમે આર્થિકરુપે મજબૂત બનશો. તમારા તમામ અટવાયેલા કામ પૂરા થશે. તમારી વાણીની મધૂરતા દ્વારા બીજાને પ્રભાવિત કરી શકશો. જો લગ્ન થઈ ગયા હોય તો તમારા જીવનસાથીની વાતને સમજવાનો પ્રયાસ કરો. જીવનસાથીના આરોગ્ય પ્રતિ આ દરમિયાન સાવચેત રહેવાની જરુર છે. તેમની તબીયત બગડી શકે છે.

મિથુન રાશિ.

બુધ તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં ગોચર કરી રહ્યા છે.તમારા પર આ ગોચરનો પ્રભાવ અન્ય રાશિ કરતા વધારે થશે.આ ગોચરના કારણે તમે પોતાના સારા સ્વભાવથી અન્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકશો. પારિવારિક જીવન પણ ઉત્તમ રહેશે.જીવનસાથી સાથે વધુ સમય પસાર કરી શકશો.તમે બંને ક્યાંક બહાર ફરવા જઈ શકશો.વિદ્યાર્થી વર્ગને પોતાની મહેનતનું સારુ ફળ મળી શકે છે.વિદ્યાર્થી વર્ગે ગોચર દરમિયાન ખોટી સંગતિમાં પડતા બચવું જોઈએ.

કર્ક રાશિ.

બુધનું ગોચર તમારી રાશિના ભાવમાં થઈ રહ્યું છે.આ ભાવ વ્યયનો કહેવાય છે.આ ભાવમાં ગોચરથી તમરાા ખર્ચમાં વધારો થઈ શકે છે.કોર્ટ કચેરીના મામલે સાવધાની રાખો.નોકરિયાત વર્ગ માટે સમય સારો છે.તમે પોતાના કામથી કાર્યક્ષેત્રમાં બધાને પ્રભાવિત કરી શકશો.તમારા ભાઈ બહેનોને આ દરમિયાન પ્રગતિ મળશે.

સિંહ રાશિ.

બુધ તમારી કુંડળીના ભાવમાં ગોચર કરી રહ્યો છે.આ ભાવનો સંબંધ આયુ, લાભ અને ભાઈ બહેન સાથે છે.આ ગોચર ના પ્રભાવથી તમને ત્રણેય ક્ષેત્રોમાં લાભ મળશે.આ સમયે મનમાં દબાયેલી તમારી ઇચ્છાઓ પૂરી થઈ શકે છે.તમારી આવકમાં વધારો થઈ શકે છે.તમે આ દરમિયાન એ વિષયોમાં પણ સારું પ્રદર્શન કરી શકો છો જેમાં તમે નબળા છો. નવી વસ્તુઓ શીખવામાં તમારી રુચી વધશે.પ્રેમ જીવનના સંબંધને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરો.પોતાના જીવનસાથી સાથે વધુમાં વધુ સમય પસાર કરો.

કન્યા રાશિ.

બુધ તમારી કુંડલીના ભાવમાં ગોચર કરી રહ્યા છે.આ ભાવને કર્મનો ભાવ કહેવાય છે.આ ભાવથી સમાજમાં તમારી સ્થિતિ,પિતા સાથેના સંબંધો અંગે વિચાર કરવામાં આવે છે,ગોચરના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં વધુ સારુ કામ કરશો.વેપા રીઓને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવેલી યોજાનાઓથી લાભ પ્રાપ્ત થશે,પારિવારિક જીવન થોડ ચડાવઉતાર વાળું રહે,વિદેશ યાત્રાથી લાભ મળે.

તુલા રાશિ.

બુધનું ગોચર તમારી કુંડળીના ધર્મ એટલે કે નવમા ભાવમાં થઈ રહ્યું છે,જેથી આ પરિવર્તનની અસર તમારી ધાર્મિક લાગણીઓ અને આધ્યાત્મિકતા પર પડી શકે છે.આ અર્થમાં બુધનું પરિવહન તમને હકારાત્મક પરિણામો આપશે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય તમારો સાથ આપશે.ધન લાભનો યોગ બની રહ્યો છે.આ સમય દરમિયાન,ધર્મથી સંબંધિત વસ્તુઓ તમને આકર્ષિત કરશે અને તમે આધ્યાત્મિક ગુરુ સાથે સંપર્કમાં આવી શકો છો.ગોચર દરમિયાન વિદેશ મુસાફરીનો યોગ બને છે,કૌટુંબિક જીવન સામાન્ય રહેશે,પિતા સાથે કોઈ બાબતે સમસ્યા હોઈ શકે છે. લગ્નજી વન માટે તે શુભ છે.

વૃશ્ચિક રાશિ.

તમારી કુંડળીના ભાવમાં બુધનું ગોચર થઈ રહ્યું છે.આ ભાવ ધન સાથે જોડાયેલ છે.ગોચરના કારણે તમને ખૂબ મોટો લાભ થઈ શકે છે અને તમારી નાનકડી ભૂલ મોટું નુકસાન પહોંચાડી શકે છે વેપારીઓને આ દરમિયાન મોટો લાભ મળી શકે છે.આરોગ્યમાં સુધાર માટે તમારે શારીરિક રુપે સક્રિય થવું પડશે આ માટે તમારે સવાર-સાંજ વ્યાયામ પર ભાર આપવો પડશે.ત્વચા સંબંધીત કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લો.વાણીમાં મીઠાસ રાખવાનો પ્રયાસ કરો.

ધન રાશિ.

બુધ દેવ તમારી રાશિના ભાવમાં ગોચર કરી રહ્યા છે.જ્યોતિષમાં આ ભાવને વિવાહ સાથે જોડવામાં આવે છે.આ ગોચરના પ્રભાવથી તમારા જીવનસાથીની તલાશ પૂર્ણ થઈ શકે છે.પાર્ટનર સાથે પ્રેમથી વર્તો નહીંતર તમારા બંને વચ્ચે તણાવ ઉભો થઈ શકે છે.નોકરિયાત વર્ગના લોકોને આ ગોચરથી સારું પરિણામ મળી શકે છે.આ દરમિયાન તમારું પ્રમોશન થઈ શકે છે.તેમજ તમારી આવકમાં પણ વધારો થઈ શકે છે.સામાજિત રુપે આ દરમિયાન તમે સક્રિય રહેશો અને તમારા વિચારો લોકોને તમારી તરફ આકર્ષિત કરશે.

મકર રાશિ.

બુધ તમારી રાશિના ભાવમાં ગોચર કરી રહ્યો છે.જેના કારણે કોર્ટ કચેરી સાથે જોડાયેલ મામલે તમને ધાર્યા પ્રમાણે પરિણામ મળી શકે છે. જેનાથી તમારા જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.આ સમયમાં તમારા શત્રુ તમારી પર હાવી નહીં થઈ શકે.તમારી તાર્કિક ક્ષમતા તમારા વિરોધીઓને તમારી સામે ટકવા નહીં દે.જોકે કોઇપણ ક્ષેત્રમાં ઉત્તમ ફળ માટે તમારે થોડી મહેનત કરવી પડશે.આર્થિક પક્ષ પણ સામાન્ય રહે તેવી શક્યતા છે.ખોટા ખર્ચ તમને માનસિક તણાવ આપશે.

કુંભ રાશિ.

બુધ તમારી રાશિના ભાગમાં ગોચર કરે છે.આ ભાવ જ્ઞાન,સંતાન અને વિદ્યાનો કારક છે.આ ભાવમાં બુધના ગોચર થી વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે.શિક્ષણના ક્ષેત્રે તમારું સારુ પ્રદર્શન રહેશે.તમારી બૌદ્ધિક ક્ષમતા વધશે.જટિલ સમસ્યાઓને પણ તમે સહેલાઈથી હલ કરી શકો છો.રચનાત્મકક્તા સાથે કામ કરવાથી ફાયદામાં રહેશો.નોકરિયાત વર્ગની આવકમાં વધારો થઈ શકે છે.આ ગોચર દરમિયાન તમારા માટે દાનપુણ્ય કરવું લાભદાયી રહી શકે છે.ઉત્તમ સમયનો લાભ લો.

મીન રાશિ.

બુધ તમારી રાશિના ભાવમાં ગોચર કરી રહ્યો છે.આ ભાવ સુખનો ભાવ કહેવાય છે.પારિવારિક જીવન માટે આ ગોચર ખૂબ લાભદાયક છે. પરિવારના સભ્યો વચ્ચે સામંજસ્ય જોવા મળશે. પરિવારની સારી સ્થિતિ તમારી અંદર જોશ ભરશે.જેના કારણે વ્યક્તિગત જીવનમાં પણ તમે સારુ પ્રદર્શન કરી શકશો.આ રાશિના કેટલાક જાતકોને નવું ઘર અથવા નવું વાહન ખરીદી શકે છે.જોકે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારી આર્થિક સ્થિતિનું અવલોકન કરવું જરુરી છે જેથી ભવિષ્યની સ્થિતિ બગડે નહીં.