પ્રાઈવેટ બસ એવી જગ્યાએ અથડાઈ કે ઘટનાં સ્થળેજ એક વ્યકતીનું મૃત્યુ નીપજ્યું અને બાકી નાં લોકો……

0
213

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. એવામાં વલસાડ ના ડુંગરી નજીકની મોડી રાતે અકસ્માતની ઘટના સામે આવી છે.

Advertisement

ડુંગરીના સોનવાળા ગામ પાસે મોડી રાતે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વલસાડ નજીક હાઈવે પર ખાનગી બસનો ગોઝારો અકસ્માત થયો છે. બસ રોડ સાઈડના મકાન સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો જેમાં બસમાં સવાર મુસાફરોમાંથી 1 નું મોત, 5 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત બાદ બસ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર છે ડુંગરીના સોનવાડા ગામે ગોઝારી ઘટના ઘટી છે. 50 મુસાફરોને કાચ તોડી અને બહાર કાઢવામાં આવ્યા છે. બસ મુંબઈથી રાજસ્થાનના ઉદયપુર તરફ જઈ રહી હતી. ઘાયલ મુસાફરો ને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ ઘટનાને લઇને ડુંગરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત  સર્જાયો છે. અમદાવાદ-મુંબઇ હાઇવે પર ગંભીર અકસ્માત થયો છે. બસમાં 20થી વધુ મુસાફરો સવાર હતાં. જો કે આ તમામ મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેઓને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલમાં બસ અને ટ્રક ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં ડમ્પરે 3 મહિલા અને 1 પુરુષને અડફેટે લેતા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો અને પોલીસનો ઘેરાવ કર્યો હતો.

ત્યાંના ગ્રામજનોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માંગ કરી હતી.આ સિવાય દશેરના દિવસે જ એક સાથે બે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં બે  અલગ-અલગ અકસ્માતોમાં 5ના મોત નિપજ્યાં હતાં. ગુજરાતના દાહોદ જિલ્લામાં નાની ડોકી ગામ પાસે રીક્ષા તળાવમાં ખાબકતા 3 બાળકોના મૃત્યુ થયા હતાં. જ્યારે રીક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી.

આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી. જો કે ઘટના સ્થળે ફાયર વિભાગના જવાનો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. તો બીજી ઘટનામાં ભરૂચ નજીક દહેજ રોડ પર ટ્ક અને વાન વચ્ચે અક્સ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા હતાં. ફુલ સ્પિડે આવતા ટ્રકે વાનને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનમાં સવાર 5 લોકોમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં. જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

બીજી ઘટના જણાવતા દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ખાનગી બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. આ તમામને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થયા બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિકને પણ અસર પહોંચી હતી.પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માત વહેલી સવારે બન્યો હતો. અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સની એક બસ બેંગ્લુરુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઈવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા મુંબઈ તરફથી એક ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી.

નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી આ ટ્રકના ચાલકને ઝોકું આવી ગયું હતું. આ કારણે બેકાબૂ બનેલી ટ્રક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. જેમાં સામેથી આવતી બસ સાથે આ ટ્રક અથડાઈ હતી. અકસ્માત બાદ થોડા સમય સુધી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. હાઈવે પર ટ્રાફિક જામની લાંબી લાઈનો જોવા મળી હતી.

ટ્રક અને બસ વચ્ચેના આ અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને વાહન વ્યવહાર યથાવત કર્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી અને તેઓને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. વહેલી સવારે હાઇવે પર ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ હાઇવે પરનો વાહન વ્યવહાર યથાવત કરાવી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement