પ્રખ્યાત ગુજરાતી યુટ્યુબર “ખજૂર ભાઈ” રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ અંદરની કેટલીક તસવીરો…….

0
611

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ સોશ્યલ મીડિયામાં ‘ખજૂરભાઈ’ ચર્ચામાં છે. ગુજરાતી કલાકાર ખજૂરભાઈ એટલે નીતિન જાનીના સેવાકાર્યોની ખૂબ પ્રસંશા થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ નીતિન જાનીએ મોટું સેવા કાર્ય આદર્યું છે. નીતિન જાની તેની ટીમ સાથે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી લોકોને પોતાની બનતી મદદ કરી રહ્યા છે.

Advertisement

પોતાની કોમેડીથી લોકોને પેટ પકડી પકડીને હસાવનાર નીતિન જાનીના વ્યક્તિત્વની બીજી બાજુ ઉજાગર થઈ છે. લોકો તેના કાર્યના ખોબલેને ખોબલે વખાણ કરી રહ્યા છે. તો આવો અમે તમને આજે નીતિના જાનીના ઘરની શેર કરાવીએ.ગુજરાતી કોમેડીના બાદશાહ ખજૂરભાઈ એટલે કે નીતિન જાની બારડોલીના સમૃદ્ધ ગણાતા બાબેન ગામમાં રહે છે. નીતિન જાની પરિવાર સાથે બાબેનના લેક સિટિમાં બંગલો ધરાવે છે.

લેક સિટીમાં ખૂબ જ હાઈફાઈ બંગલોમાં નીતિન જાની મોટાભાઈ અને સાથી કલાકાર તરુણ જાની તેમજ પરિવાર સાથે રહે છે. નીતિન જાનીનો એક ઘર પૂનામાં પણ આવેલું છે. જ્યાં તેમના પત્ની રહે છે. જે પુનામાં આઈટી પ્રોફેશનલની નોકરી કરે છે. નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો તેમનો સુરતના સુખી-સંપન્ન પરિવારમાં વર્ષ 1985માં જન્મ થયો હતો. તેમના પિતા કથાકાર હતા. નીતિને સુરતમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારમાં ચાર ભાઈઓ અને ત્રણ બહેનો છે. બાદમાં પરિવાર સુરતથી બારડોલી સ્થાયી થયો હતો.

નીતિન જાનીએ બારડોલીમાં બીસીએનો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી માટે પૂણેની વાટ પકડી હતી. અહીં નીતિન જાનીએ આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન તેને એક્ટિંગમાં રસ જાગ્યો હતો. આઈટી કંપનીમાં નોકરી દરમિયાન વર્ષ 2012માં ટીવી શો બીગબોસમાં કામ કરવાનો પહેલો ચાન્સ મળ્યો હતો.

બિગબોસમાં કામ કર્યા બાદ 70 હજારના પગારની નોકરી છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં માત્ર 12 હજારના પગારે શરૂ કામ શરૂ કર્યું હતું. નીતિન જાની શરૂરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને આઈટીનું નામ જોતા હતા. બાદમાં તેમણે , લેખક તરીકે સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી હતી.નીતિન જાની બિગબોસ બાદ ઝલક દિખલા જા, સાવધાન ઈન્ડિયા, ઈન્ડિયા ગોટ ટેલેન્ટ અને કેબીસીમાં પણ કામ કરી ચૂક્યા છે. બાદમાં પોતાનુ વેન્ચર શરૂ કરતાં તેમણે ગુજરાતી ફિલ્મ આવું જ રેહેશે ડિરેક્ટ કરી હતી.

પોતાની ડિરેક્ટ કરેલી ફિલ્મ આવું જ રેહેશેનું પ્રમોશન અને માર્કેટિંગ માટે તેમણે જીગલી ખજૂરના વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. જીગલી ખજૂરના વીડિયોને અંદાજથી વધુ સફળતા મળી હતી. લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળતાં નીતિન જાનીએ જીગલી-ખજૂરના કોન્સેપ્ટ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. એ સમયે ફેસબૂક અને યુટ્યૂબમાં ખજૂર-જીગલીના વીડિયોએ ધમાકો મચાવ્યો હતો. જોકે થોડા સમય બાદ ખજૂર-જીગલીમાંથી જીગલનો રોલ કરતાં ધવલ દોમડિયા નીતિન જાનીથી અલગ થઈ ગયા હતા.

નીતિન જાનીએ બાદમાં પોતાની નવી ટીમ બનાવી વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આજે નીતિન જાનીની ખજૂરભાઈ અને ખજૂરભાઈ વ્લોગ્સ એમ બે ટ્યુબ ચેલન ચલાવે છે. તેમના વીડિયોને લાખોમાં વ્યૂઝ મળે છે. નીતીન જાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વિધી જાની સાથે લગ્ન કર્યા છે. વિધી રાજસ્થાનનાં કોટા જિલ્લાના બારાની રહેવાસી છે. બંનેને કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ થઈ ગયો હતો બાદમાં બંનેના પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.

નીતિન જાનીએ પ્રાથમિક શિક્ષણ બારડોલીમાંથી લીધું છે. અને માસ્ટર ડિગ્રી પૂનામાંથી મેળવી છે. નીતિન MCA, MBA, LLBની ડિગ્રી લઈ ચૂક્યા છે. નીતિન જાની આઈટી સેક્ટરમાં એક વર્ષ સુધી નોકરી કરી ચૂક્યા છે. પરંતુ શોખ માટે 70 હજારની નોકરી છોડીને એક્ટિંગમાં આવ્યા છે.

નીતિન જાની આઈટી સેક્ટર બાદ બોલીવુડમાં સ્ટ્રગલ કરી ચૂક્યા છે. સાથે જ તે ઝલક દિખલા ઝા, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા રિયાલિટી શૉમાં કામ કરી ચૂક્યા છે. નીતિન જાનીને રીડિંગનો શોખ છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા નીતિન જાનીએ કહ્યું હતું કે તેમને ક્યારેય એક્ટિંગ નહોતી કરવી. પણ નસીબજોગે અહીં આવી જવાયું. નીતિન જાની ‘આવું જ રહેશે’ નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. જેની સ્ક્રિપ્ટ પણ તેમણે લખી હતી, અને તેમાં એક્ટિંગ પણ કરી હતી. નીતિન જાની આ ફિલ્મને પ્રમોટ કરવા માટે તેમણે વીડિયો બનાવ્યો હતો.

જેમાં જિગલી અને ખજૂરનું કેરેક્ટર ક્રિએટ કર્યું હતું. અને તે જબરજસ્ત લોકપ્રિય થયું. જો કે પહેલા નીતિન જાની સાથે જિગલીનો રોલ કરતા ધવલ ડોમાડિયા હવે અલગ થઈ ચૂક્યા છે. તેઓ પોતાની અલગ ચેનલ ચલાવે છે. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીના ભાઈ પણ તેમની સાથે વીડિયોમાં કામ કરે છે. ખજૂર ભાઈ ગુજરાતમાં એટલા ફેમસ છે કે તેમનો જોવા લોકો ટોળે વળે છે.

ભણતર બાદ IT સેક્ટરમાં એક વર્ષની નોકરી કર્યા પછી પણ કોઈ યોગ્ય પ્લેટફોર્મ મેળવવા માટે પ્રયત્નશીલ હતાં. એક પ્રોજેક્ટને લઈને બોલીવૂડ સાથે થોડો સંબંધ બન્યો. એ વાતમાં એવું કહી શકાય કે, જ્યાં સુધી સાચી મંઝીલ ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરતો રહેવો જોઈએ. આ વાતને મૂળમાં રાખીને લાંબી સફરને કાપવા માટે નીતિન તૈયાર થઇ ગયા. રીડીંગનાં જબરા શોખીન એવા નીતિન જાનીએ તેમના શૂટિંગ કામ સાથે LLB નો અભ્યાસ પણ ચાલું રાખ્યો. કહેવાય છે ને – “જે સારૂં વાંચે એ સારા વિચાર રાખે”. તેમ પોતાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

અહીં સુધી તો મનમાં ફેમ અને નેમનો વિચાર સુધ્ધા ન’તો આવ્યો. બધાની જેમ જ લાઈફ પસાર થતી હતી. એક પ્રખ્યાત ન્યુઝ એજન્સીએ નીતિનને પ્રશ્ન કર્યો કે, “તમે માસ્ટર ડીગ્રીમાં MBA, MCA અને વકીલાત પણ કરી તો આ એક્ટિંગ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા? સહજ વાત છે આટલું વાંચ્યા પછી આપણા મનમાં પણ આજ પ્રશ્ન ઉદ્દભવે. આ પ્રશ્નનો જવાબ જાણીએ એ પહેલાં થોડી તેના કેરિયર રિટેલેડ વાતો જાણીએ. તેમાં તમને આપમેળે જ જવાબ મળી જશે. નીતિન જણાવતા કહે છે કે, “મેં ક્યારેય એક્ટિંગ કરવાનું સપનું પણ જોયું ન હતું અને આ ફિલ્ડમાં આવવાનો સહેજ પણ વિચાર ન હતો. આ બધું થયું સંજોગોવસાત..” પણ કેવી રીતે???

થોડા સમય પહેલા જ નીતિનની એક ફિલ્મ રીલિઝ થઇ હતી – “આવું જ રહેશે”. એ ફિલ્મમાં ડાયરેકશન અને સ્ક્રીપ્ટીંગ ખુદ નીતિન સાહેબે કરેલ છે. આમ પણ મૂળ આર્ટ તેની એ જ હતી. બાદ તેઓ એક્ટિંગમાં પણ આગળ નીકળ્યા. એ ફિલ્મ “આવું જ રહેશે” ના ડાયરેક્ટર અને નીતિન જાનીએ વિચાર્યું કે, આપણી ફિલ્મ આવી રહી છે તો તેના માર્કેટિંગનાં ભાગરૂપે પણ કઇંક એવું નવીન કરીએ જે કોઈએ આજ સુધી કર્યું નથી, જેથી ફિલ્મને સફળતામાં પણ મળે(એ વિચાર અંતે જીગલી અને ખજૂરનાં શો રૂપે પરિણમ્યો).

ઉપરાંત લોકોને જાણ થશે અને ગુજરાતી એક એવો શો આવશે જે ફેમીલીમાં બધા એક સાથે બેસીને જોઈ શકે. ત્યારે આ વિચારનાં ફળરૂપે “જીગલી અને ખજૂર” શો ની શરૂઆત થઇ. શરૂઆતી દૌરમાં પ્રોડક્શન કોસ્ટ નીચી રહે એ માટે ખુદ નીતિને જ એક્ટિંગ કરવાની “હા” કહી. એ સમયે કોઈ શો ને સુપર ડુપર હીટ આપે તેવો કોઈ એક્ટર ધ્યાનમાં ન હતો. એવી રીતે અન્ય પ્રોડક્શન મેમ્બરે ખજૂરનાં પાત્ર માટેની પસંદગી નીતિનને જ આપી અને શો ને આગળ વધારવાની સલાહ આપી.

ખરેખર ગુજરાતની ઘરતી ઘણાં સારા અને માઈન્ડ પાવરથી ભરપુર હોય તેવાં અનેક આર્ટીસ્ટોને સાચવીને બેઠી છે. એ લીસ્ટમાં જાની બ્રધર્સનો પણ સમાવેશ થાય છે. નીતિન જાની અને તેના નાના ભાઈ “તરૂણ જાની” – આ બંનેએ ગુજરાત અને બહારનાં દેશોમાં પણ ખ્યાતી મેળવી છે. કોમેડી શો જીગલી અને ખજૂરે હંમેશા ઘરમાં બનતી વાસ્તવિકતા દર્શાવી છે. ઘરેલું કિસ્સાઓને પ્રસિદ્ધ કર્યા છે. આ જ કારણ છે કે, આજના સમયમાં ઘરદીઠ માણસો નીતિન જાની અને તેમની ટીમને ઓળખે છે.

Advertisement