રાત્રે સૂતા પહેલાં કરો પગનાં તળિયાંમાં આ રીતે મસાજ, અનેક રોગો થઈ જશે દૂર……..

0
198

આપણા શરીરના દરેક અંગ એક મહત્વપૂર્ણ ભાગ છે.કોઈ એક અંગ ન હોઈ તો આપણું શરીર અધૂરું લાગે છે.દરેક અંગનું કાર્ય આપણા માટે મહત્વપૂર્ણ છે.આંખથી આપણે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ,,કાન દ્વારા આપણે સાંભળી શકીએ છે.એવી જ રીતે આપણા પગ આપણા શરીરનું સંપૂર્ણ ભાર ઉઠાવે છે.

જીહા શરીરનું આખું વજન આપણા પગ પર છે, છતાં મોટા ભાગના લોકો પગને અવગણે છે. દિવસભર પગમાં પગરખાં અથવા સેન્ડલ પહેરવાથી આપણા પગને આરામ થતો અટકાવે છે. ખુરશી પર લટકાવીને પગ પર સતત કામ કરવાથી પગમાં અતિશય થાક લાગે છે, જેના કારણે કેટલીક વાર સૂવા જતા પગમાં દુખાવો અને તળિયામાં બળતરા અને ઝનઝનાટી થાય છે જેના કારણે બરાબર ઉંઘ આવતી નથી. પગના દુખાવામાં રાહત મેળવવા માટે, દરરોજ રાત્રે તળિયાને તેલથી માલિશ કરવું જોઈએ. આનાથી દુખાવામાં રાહત મળશે અને વધુ ફાયદાકારક પણ રહેશે.

પગની મસાજ માટે તમે ઓલિવ તેલ, નાળિયેર તેલ અથવા મસ્ટર્ડ તેલનો ઉપયોગ કરી શકો છો. પગની માલિશ કરવાથી પીડામાં રાહત મળે છે. તમને માલિશ કરવાથી પગની થાક દૂર થશે. જેથી તમે શાંતિથી સૂઈ શકશો. પગના તળિયાની માલિશ કરવાથી ત્વચા નરમ રહે છે. જેના કારણે વાઢિયા તેમજ ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા થતી નથી.

મોટાભાગના લોકો ઓફિસ જાય છે, અને જૂતા પહેરેલા હોય છે. જેના કારણે પગમાં હવા જતી હોતી નથી. આને કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી. રક્ત પરિભ્રમણ યોગ્ય થવાથી ઘણા ફાયદા થાય છે. પગની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, જેનાથી પગના તળિયામાં થતી બળતરાથી પણ રાહત મળે છે.પગના તળિયાઓને માલિશ કરતી વખતે, અમુક પોઇન્ટ્સ પર દબાણ પડે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પગની નિયમિત માલિશ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. આ માટે, તમારે લગભગ 3 થી 4 મિનિટ સુધી પગના તળિયાની માલિશ કરવી જોઈએ.

એપ્પલ સાઈડર વિનેગર :-સિરકા ન માત્ર શરીરના પીએચ સ્તરમાં સંતુલન રાખે છે, પરંતુ પગની બળતરા માંથી પણ છુટકારો અપાવવામાં અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ૧-૨ મોટી ચમચી કાચું અને અનફિલ્ટર્ડ એપ્પલ સાઈડર વિનેગર ભેળવીને રાખો અને ધીમે ધીમે પીવો. તેનું સારું પરિણામ આવશે.એક ટબમાં ગરમ પાણી લઇને ૨ મોટી ચમચી એપ્પલ સાઈડર વિનેગર અને થોડું એવું સિંઘાલુ મીઠું નાખો પછી પગને તેમાં દુબાડો. દિવસમાં બે વખત ૨૦ મિનીટ માટે એમ કરવાથી આરામ મળશે.

હળદર :-તેમાં પુષ્કળ પ્રમાણમાં કરકયુમીન હોય છે. જે આખા શરીરમાં લોહીના પ્રવાહ અને સંચારમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત હળદરમાં એંટી-ઈમ્ફ્લેમેંટરી ગુણ પણ હોય છે. જે પગની બળતરા અને દુ:ખાવાને દુર કરે છે. એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી હળદર ભેળવીને પીવો. દિવસમાં બે વખત આ ઉપાયને અપનાવો. તે ઉપરાંત તમે હળદરની પેસ્ટ બનાવીને પગ ઉપર લેપ કરી શકો છો.

જેને પણ આવી બળતરા થતી હોય એ લોકો ૩ દિવસ માટે દૂધ બિલકુલ બંધ કરીને જુએ. તમને ખ્યાલ આવી જશે કે કેવો ફરક પડે છે. 90 ટકા કેસમાં જોવા મળ્યું છે કે દૂધ બંધ કરવાથી બળતરા આપો આપ ઘટી જાય છે કે બંધ થઇ જાય છે.કારેલાનો ઉપયોગ પણ ફાયદાકારક છે.કારેલાના પાનને બરાબર રીતે વતી લો અને પછી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવો જરૂર રાહત મળશે.

સિંધારૂનો.કરો ઉપયોગએક ટબમાં નવશેકું પાણી ગરમ કરી તેમા અડધું કપ સિંધારૂ નાખી 10 થી 15 મિનિટ પગને તેમા પલાળી રાખો.દુધીની છાલને પગના તળિયામાં ઘસવાથી બળતરાથી રાહત મળે છે. શરીરની ત્વચા પર થતી બળતરા માટે પણ દુધીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે.