રેખાનાં પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હતો સલમાન ખાન, કરવા માંગતો હતો લગ્ન, જાણો રેખાની શુ પ્રતિક્રિયા હતી……

0
44

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં  વાત લઈને આવ્યા છે જેમાં સલમાન ખાનની વિચિત્ર દીમાંદથી તેમના ફેન્સ પણ ચકીત થઈ ગયા છે.સલમાન ખાને તેમનાથી 11 વર્ષ મોટી રેખા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.સલમાન ખાનની ફિલ્મોની સાથે સાથે તેની લવ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે.

સોમી અલી, સંગીતા બિજલાણી, એશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધી જે કોઈ તેના મન સુધી પહોંચ્યું તે ચર્ચામાં આવી ગયું. આ અફેર છતાં સલમાન ખાન 54 વર્ષની ઉંમરે હજુ પણ કુંવારો છે. પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં એક સમયે ટોચની હિરોઈનોમાં સામેલ રેખા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેમાં રેખા સલમાન કરતા 11 વર્ષ મોટી ઉમરની છે પરંતુ બોલીવુડ ઉંમર ગણવામાં આવતી નથી ઘણી અભિનેત્રીઓ અને અભિનેતા છે જે એકબીજા કરતા ઉંમરમાં મોટા છે.

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલના દિવસોમાં તે ખેતી કરતા નજર આવી રહ્યા છે. પરંતુ તેમના ફેન્સનાં મનમાં બસ એક જ સવાલ છે કે આખરે તેઓ લગ્ન ક્યારે થશે. તેની વચ્ચે તેમનો એક જુનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના કુવારા હોવાનું પાછળનું રહસ્ય બતાવી રહ્યા છે. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાના કુવારા હોવા પાછળનું કારણ બતાવ્યું હતું. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું નથી કે સલમાન ખાનને કોઈ યુવતી મળી નથી. પરંતુ એવી ઘણી યુવતીઓ છે જેની સાથે તેઓ લગ્ન કરવાના સપના જોઈ ચૂક્યા છે, પરંતુ તેવું બની શક્યું નહીં. હકીકતમાં સલમાન અને સંગીતા બિજલાની અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ સાથે લગ્ન કરવાના સપના જોયા હતા, પરંતુ તે પૂરા થઈ શક્યા નહીં. તેની વચ્ચે તેમના આ લિસ્ટમાં એક દિગ્ગજ અભિનેત્રીનું નામ સામેલ છે. જેમની સુંદરતા પર તેઓ ખૂબ જ ફિદા થઇ ગયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.

સલમાન ખાને પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે રેખા અંગે ખૂબ જ ક્રેઝી હતો અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો.’ સલમાન ખાને ત્યાં સુધી કહ્યું હતું કે, ‘તેમણે રેખાને લીધે કોઈ સાથે લગ્ન પણ નહોતા કર્યાં અને જેને લીધે તે અત્યાર સુધી કુંવારો છે.’રેખા સાથે લગ્ન કરવા માંગતા હતા, એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને રેખાને લઈને ખૂબ જ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે રેખાને ફોલો કરે છે, એટલું જ નહીં રેખાની દરેક મૂવમેન્ટ પર તેની નજર રાખે છે, કારણ કે તેઓ તેમની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ રહે છે. એવામાં તેમને રેખા સાથે ધીમે ધીમે પ્રેમ થઈ ગયો હતો. સલમાન ખાન હજુ અહીં જ રોકાયા નહીં તેઓ આગળ કહે છે કે તે રેખા સાથે લગ્ન કર પણ કરવા માંગતા હતા અને તેની સાથે લગ્ન ન થવાને કારણે તેઓ આજના દિવસ સુધી કુંવારા છે.

બોલિવુડ એક્ટર સલમાન ખાને પોતાના એન્ટ્રીમાં ભલે મજાકનાં અંદાજમાં કહ્યું હોય, પરંતુ લાગે છે કે તેમના હૃદયની વાત તેમની જીભ પર આવી ગઈ હતી. મતલબ સ્પષ્ટ છે કે સલમાન ખાને પોતાના કુંવારા હોવાનું કારણ રેખાને જણાવેલ છે, કારણ કે રેખા તેમને મળી શકી નહીં. વળી મજેદાર વાત તો એવી પણ છે કે સલમાનની આ વાત સાંભળીને રેખાએ પણ મજેદાર જવાબ આપ્યો હતો.

કદાચ મારા લગ્ન પણ એટલે જ નથી થયા.

સલમાન ખાનનાં ઇન્ટરવ્યૂ વિશે જ્યારે રેખાને માલુમ પડયું તો તેમણે તુરંત જ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “કદાચ મારા લગ્ન પણ એટલે જ નથી થયા અને હું હજુ પણ કુંવારી છું.” વળી આ વાત તે દિવસોમાં મીડિયાની હેડલાઇન બની ગઈ હતી. પરંતુ હવે આ વાતો મહત્વ રાખતી નથી. જણાવી દઈએ કે સલમાન ખાનના લગ્નને લઈને તેમના ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. પરંતુ સલમાન હંમેશાં લગ્ન કરવાથી ઇનકાર કરતા નજરે આવ્યા છે.

જણાવી દઈએ કે સલમાન ખાનના અફેર ઘણી અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યા છે. જેમાંથી અમુક અભિનેત્રીઓ સાથે તેમણે લગ્ન કરવાનાં સપનાં પણ જોઈ લીધા હતા. તેમાં એશ્વર્યા રાય, સંગીતા બિજલાની અને કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ સામેલ છે. પરંતુ કોઈને કોઈ કારણે તેમના લગ્ન થતાં રહી ગયા હતા અને એ જ કારણ છે કે તેઓ આજે કુંવારા છે. વળી જોવાની વાત રહેશે કે આખરે સલમાન ખાન ક્યારે લગ્ન કરે છે.

છેલ્લા 2-3 વર્ષમાં મોટાભાગના એક્ટર-એક્ટ્રેસ લગ્નગ્રંથીથી બંધાઈ ગયા. એક પ્રકારનો જાણો દોર જ ચાલ્યો અને સુપર સ્ટાર્સના ગ્રાન્ડ વેડિંગના ફોટોસ આખા ભારત અને દુનિયાભરમાં બધાએ માણ્યા. ત્યારે બોલીવુડના એવા એક્ટર યાદ આવે જેમના લગ્ન ક્યારે થશે તે અંગેની ચર્ચાઓ હંમેશા ઉત્સુકતા જગાવે છે. 54 વર્ષીય સલમાન ખાન આ યાદીમાં સૌથી ટોચ પર છે. વર્ષોથી મીડિયા તેને લગ્ન અંગે સવાલો કરતું આવ્યું છે અને સલમાન તેને બખૂબૂ ટાળતા આવ્યા છે.

વાત જાણે એમ છે કે, એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન સરોગેસી દ્રારા પિતા બનવાનું વિચારી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, શું હવે સલમાન ક્યારેય લગ્ન નહિં જ કરે. જો આ ખબર સાચા હોય તો કદાચ સલમાનને આ ઉંમરે લગ્ન કરવાની જરૂર ન રહી હોય અને ફક્ત બાળક માટે તે આ તૈયારી કરી રહ્યા હોય એવું પણ બને. આમ પણ સલમાનના ઘણા ખરા નિવેદનો એવા હોય છે જેનાથી પ્રતિત થાય છે કે, તે લગ્નની વાતથી જ દૂર ભાગે છે.

સલમાન ખાનને બાળકો ઘણાં પસંદ છે. તે પોતાના કુટુંબમાં બાળકો સાથે ઘણો ઊંડો લગાવ ધરાવે છે. એક ઈન્ટરવ્યુમાં દબંગ ખાને જણાવ્યું હતું કે, તે સારો દિકરો છે અને સારો પિતા બની શકે છે. પરંતુ એખ સારો પતિ નહિં બની શકે. કદાચ આ સમયે બની રહેલા સેલેબ્સના છુટાછેડાથી પણ સલમાનને લગ્નનો ડર લાગતો હોય.

તાજેતરમાં જ તેના ભાઈ અરબાજ ખાનના પત્ની મલાઈકા સાથે 19 વર્ષના સુખી લગ્નજીવન બાદ તલાક થયા છે. એક ચેટ શોમાં સલમાને કહ્યું હતું કે, તે બેચલર તરીકે જ ખુશ છે. અન્ય પાસું વિચારીએ તો સલમાન તેના પર ચાલી રહેલા કેસોને કારણે લગ્ન નહિં કરતા હોય એવું બને. એક સમયે સલમાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેના પરથી તમામ કેસ પૂરા થઈ જાય ત્યારે તે લગ્ન કરી લેશે.

આમ તો, સલમાનના ઘણી એક્ટ્રેસ સાથે અફેર્સ રહી ચૂક્યા છે પરંતુ કોઈ લગ્ન સુધી નથી પહોચ્યા. ઘણી વાર વાત લગ્ન સુધી પહોંચ્યા પછી અટકી ગયાના કિસ્સા છે. એના કારણમાં ઘણી વાર સલમાનનું પરિવાર પ્રત્યે વધુ મહત્વ કારણભૂત હોય છે. અન્ય એક વાતચીતમાં સલમાને જણાવ્યું હતું કે, તેના પાર્ટનરને સ્પેસ અને સમય નહિં આપી શકવાને લીધે તેની સાથે ખોટું થઈ શકે છે.

જોવા જઈએ તો, બોલીવુડમાં સિંગલ પેરેન્ટનો કોન્સેપ્ટ ઘણો ટ્રેન્ડમાં છે. તુષાર કપૂર, કરણ જોહર સેરોગેસીથી પેરેન્ટ બન્યા છે. ફેમિલી સપોર્ટ હોવાને કારણે આ સેલેબ્સને પેરેન્ટિંગમાં મદદ મળી રહી છે. અત્યાર સુધી સલમાન કે તેના પરિવાર તરફથી સરોગેસીના કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ લગ્નથી દૂર ભાગતા સુપરસ્ટાર માટે સરોગેસીથી ફાધરહુડનો અનુભવ કરવો સારો વિકલ્પ છે.