રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે, આપણે માતાજી પાસે માંગીએ છીએ તે અષ્ટ સિદ્ધિ શુ છે તે જાણી ને તમે પણ વિચારમાં પડી જશો, જાણો વિગતે.

0
372

આપણે માતાજી પાસે અનેક મનોકામનાઓ રાખતા હોય છે. અને આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનો આશીર્વાદ દરેક વ્યક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે. આપણે માતાજી પાસે પ્રાર્થનામાં અષ્ટ સિદ્ધિ માંગીએ છીએ. આપણા ધર્મ ગ્રંથોમાં અષ્ટ સિદ્ધિનો ઉલ્લેખ છે. સાથે એ પણ ઉલ્લેખ છે કે આ સિદ્ધિ મળ્યા પછી વ્યક્તિને કેવું સામર્થ્ય મળે છે. પરંતુ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરવી આસાન નથી. આ માટે મનુષ્યએ અનુશાસન રાખવું, મન પર નિયંત્રણ રાખવુ જરૂરી છે.

આ સિદ્ધિઓની પ્રાપ્તિ પછી વ્યક્તિનું મન સાંસારિક મોહ અને ભૌતિક વસ્તુઓની લાલસાથી પર થઈ જાય છે. માતા સીતાએ હનુમાનજીને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનો આશીર્વાદ આપ્યો હતો. આથી હનુમાન ચાલીસામાં એક પંક્તિ છે, “અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા” તમે નહીં જ જાણતા હોવ કે અંષ્ટ સિદ્ધિ શુ છે જો કોઈ વ્યક્તિ ને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે તો અનેક ચમત્કાર થાય છે, તો જાણો આ આઠ સિદ્ધિ શું છે અને તેને પ્રાપ્ત કર્યા બાદ કેવા ચમત્કાર થાય છે.

પહેલી સિદ્ધિ અણિમા.

દરેક વ્યક્તિ માતાજી પાસે પ્રાર્થનામાં અષ્ટ સિદ્ધિ માંગીએ છીએ, તેમાની પહેલી સિદ્ધિ છે, અણીમાં, પોતાની જાતને સૂક્ષ્મ કરી દેવાની ક્ષમતાને અણિમા કહેવામાં આવે છે. આ સિદ્ધિને પ્રાપ્ત કરવાથી વ્યક્તિ અણુ જેટલું સૂક્ષ્મ શરીર ધારણ કરી શકે છે.

બીજી સિદ્ધિ મહિમા.

તો આ અષ્ટ સિદ્ધિ માની બીજી સિદ્ધિ મહિમા છે. આ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય પોતાની જાતને અસીમિત વિશાળ બનાવવાની ક્ષમતા ધારણ કરી લે છે. તે પોતાના શરીર અને પ્રકૃતિનો વિસ્તાર કરી શકે છે. જો કોઈ પણ વ્યક્તિ ને મહિમા સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે તો તેમનું જીવન ધન્ય બની જાય છે.

ત્રીજી સિદ્ધિ ગરિમા.

આ ઉપરાંત ત્રીજી સિદ્ધિ છે ગરિમા. આ સિદ્ધિ જે પણ કોઈ પ્રાપ્ત કરે છે તે હનુમાન જેવો બળવાન બની જાય છે. તેને પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિનો આકાર સીમિત રહે છે પરંતુ શરીરનું વજન એટલું વધી જાય છે કે તેને કોઈ હલાવી શકતું નથી. એ જ રીતે જેમ હનુમાનજીની પૂંછડીને ભીમ જેવો બળવાન પણ હલાવી શક્યો નહતો.

ચોથી સિદ્ધિ લઘિમા.

અષ્ટ સિદ્ધિ માની ચોથી સિદ્ધિ છે લાધીમાં, આ સિદ્ધિ મેવ્યા બાદ વ્યક્તિનું શરીર એટલું હલકુ થઈ જાય છે કે તે હવા કરતા પણ ઝડપથી ઊડી શકે છે. તેના શરીરનો ભાર ન બરાર થઈ જાય છે. તે પોતાની ઈચ્છાથી કોઈપણ ચીજ મેળવી શકે છે અને તેને પોતાની પાસે પણ લાવી શકે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિ પોતાની અનેક ઈચ્છાઓ પુરી કરી શકે છે.

પાંચમી સિદ્ધિ પ્રાપ્તિ.

પાંચમી સિદ્ધિ છે પ્રાપ્તિ, આ સિદ્ધિ મેળવ્યા બાદ વ્યક્તિ કશું પણ પ્રાપ્ત કરી શકે છે. તે અશક્યને શક્યમાં પરિવર્તિત કરી શકે છે. આ સિદ્ધિ જો કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરી દે તો તેનું જીવન ધન્ય બની જાય છે.

છઠ્ઠી સિદ્ધિ પ્રાકામ્ય.

આ સિદ્ધિ મેળવ્યા બાદ વ્યક્તિ કોઈના પણ મનની વાત જાણી અને સમજી શકે છે. સામે વાળી વ્યક્તિ કહે કે ન કહે, તે કોઈની પણ ઈચ્છાનો તાગ લગાવી શકે છે. આમ આ વ્યક્તિ દરેક ની ઈચ્છા સમજી શકે છે. અને કોઈ પણ વ્યક્તિ ની મનની વાત સમજી શકે છે.

સાતમી સિદ્ધિ ઈશિતા.

સાતમી સિદ્ધિ છે ઈશિતા અને તેનો અર્થ છે આધિપત્ય. આ ભગવાનની ઉપાધિ છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ભગવાનની શ્રેણીમાં પહોંચી જાય છે. તે દુનિયા પર પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે. જો કોઈ વ્યક્તિ ને આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો તે વ્યક્તિ ભગવાનની શ્રીણી માં પહોંચી જાય છે.

આઠમી સિદ્ધિ વશિતા.

આઠમી સિદ્ધિ વશિતા છે. આ સિદ્ધિને પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિ કોઈ પણ માણસ અથવા વસ્તુને પોતાના વશમાં કરી શકે છે. આ સિદ્ધિ કોઈના પણ પરાજયનું કારણ બની શકે છે. આ સિદ્ધિ મેળવ્યા બાદ વ્યક્તિ બળવાન બની જાય છે, અને કોઈ ને પણ પરાજય આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here