રીક્ષા અને કાર વચ્ચે ખતરનાક અકસ્માત થતાં 4 લોકોના થઈ ગયાં મોત, તસવીરો જોઈ રૂંવાટા ઉભા થઈ જશે…..

0
113

સોમવારે મુંબઇના કરજત-નેરલ રોડ પર કાર અને ઓટો રિક્ષા વચ્ચે ભીષણ અથડામણમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાનો ચોંકાવનારો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક હાઇ સ્પીડ કાર રસ્તા પર ઓટો રિક્ષાને ટક્કર કરતી જોવા મળી છે. આ ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો રિક્ષામાં આગ લાગી હતી અને તેમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યે કરજત-નેરલ માર્ગ પર દિંડાલ નજીક અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને વાહનોની ટક્કર બાદ ઓટોરીક્ષાની સીએનજી ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ થોડી જ સેકંડમાં ઓટો રિક્ષા સળગી ઉઠી હતી અને ડ્રાઇવર અને અન્ય ત્રણ લોકો આગની ચપેટમાં આવી ગયા. આ અકસ્માતમાં બે મહિલાઓ, એક બાળક અને એક પુરુષનું મોત નીપજ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હાઇવે પર રીક્ષાચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો અને પાછળથી આવી રહેલી કારને ટક્કર મારી હતી. રિક્ષામાં આગ લાગતાની સાથે જ કારમાં સવાર ત્રણ લોકો બહાર આવ્યા હતા અને મદદ માટે લોકોને બોલાવી રહ્યા હતા. જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં મોડું થઇ ગયું અને રિક્ષામાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા.એક જ મકાનમાં રમતા 6 બાળકો બળીને ખાખ થઈ ગયા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધા રૂમમાં મકાઈ શેકતા હતા.પશુઓ માટે સુકો ઘાસચારો નજીકમાં રાખ્યો હતો.જેમાં સ્પાર્કને આગ લાગી હતી અને બાળકો તેની આસપાસથી ઘેરાયેલા હતા.બાળકોની ચીસો સાંભળીને પરિવાર ઘટના સ્થળે પહોંચી ગયો,પરંતુ ત્યાં સુધી મોડુ થઈ ગયું હતું.

આ અકસ્માત મંગળવારે પલાસીના કાવૈયા ગામે બન્યો હતો.તે અવસાન પામેલા બાળકોના નામ અફસર,મેલોન,ગુલનાજ,દિલબર, બરકસ,અલી હસન,ખુશનેહા છે.પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જે રૂમમાં બાળકો હાજર હતા ત્યાં નજીકમાં સ્ટ્રો એક પ્રકારના સૂકું ઘાસ હતું.જેના કારણે આગ ફાટી નીકળી હતી.આગ બાદ ગામના લોકોએ પોતાના સંસાધનોથી આગને કાબૂમાં લીધી હતી.જો કે ફાયર બ્રિગેડ પણ અડધો કલાકમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.બિહાર સરકારે મૃત બાળકોના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.અકસ્માત બાદ આખા ગામમાં શોક પ્રસરી રહ્યો છે.લોકો બાળકોના પરિવારોને આશ્વાસન આપવા પહોંચી રહ્યા છે.

દ્વારકાના ભિમરાણા નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને યુવક યુવતિની ઓળખ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવમાં આવ્યા હતા. ભિમરાણા નજીક બનેલી આ ઘટનામાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળે ટોળા રેલ્વે ટ્રેક પર દોડી આવ્યા હતા.રેલ્વે ટ્રેક પર પ્રેમી યુગલે પ્રેમમાં અસફળતા મળતા આપધાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મૃતક યુવક અને યુવતીની ઓળખ અને તેના રહેઠાણ અંગે તપાસ શરૂ કરી દીધી છે.

વાપીના બલિથા ફાટક નજીકથી શનિવારે સાંજે યુવક યુવતીની ટ્રેનથી કપાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ટાઉન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વાપીના બલિથામાં રહેતા રાકેશભાઈ પટેલે શનિવારે સાંજે 5.30 કલાકે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી કે, બલિથા રેલવે ફાટક અને મોરાઈ રેલવે ફાટક વચ્ચે મુંબઈથી અમદાવાદ તરફ જતા રેલવે ટ્રેક ઉપર આશરે 35 વર્ષીય યુવક અને 25થી 30 વર્ષીય યુવતીની લાશ પડી છે. જેથી પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા બંનેનું સયાજી નગરી એક્સપ્રેસ અડફેટે આવતા મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. મૃતકો પાસેથી કોઈ પુરાવો મળ્યો ન હતો. જ્યારે તૂટેલ મોબાઈલમાં થી સિમ કાર્ડ કાઢી બીજા મોબાઈલમાં નાખીને તપાસ કરતા આ કાર્ડ કોઈ ફરવીન ના નામે હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે બંને અજાણ્યા મૃતકોની લાશને કબ્જે લઈ પીએમ માટે મોકલાવ્યા બાદ આગળની તપાસ હાથ ધરી છે. આ કેસ આપઘાતની છે કે અકસ્માતની તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતક યુવક-યુવતિ મજુર વર્ગના હોવાનું જાણવા મળે છે.

રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં નાની ભૂલના કારણે ઘણાં અકસ્માત સર્જાતા હોય છે. આવો જ એક અકસ્માત સર્જાયો હતો જેમાં 2 વર્ષની બાળકી ચાલુ ટ્રેનમાંથી પડી ગઈ હતી. આ ઘટના વિશે જાણ થતાં RPF (રેલવે પોલીસ ફોર્સ)ના જવાન તત્કાલિક દોડતા થઈ ગયા હતા અને પાટે-પાટે જઈને આખરે બાળકીને શોધી કાઢી હતી. આ બાળકીને ઈજાઓ થઈ હતી પરંતુ રેલવે પોલીસના જવાને ભરેલા તાત્કાલિક પગલાના કારણે તેનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે.મળતી વિગતો પ્રમાણે મુંબઈથી મઘ્યપ્રદેશ જતી અવંતિકા એક્સપ્રેસમાં એક પરિવાર બેઠો હતો. આ પરિવાર વલસાડના ભીલાડથી મધ્યપ્રદેશના દેવાશ જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારે જોયું કે તેમની બાળકી તેમની સાથે નથી, આ બાળકી ઈમર્જન્સી વિન્ડોમાંથી નીચે પડી ગઈ હોવાની શંકાના આધારે ચેન ખેંચીને બાળકી ગુમ થયાની જાણ કરવામાં આવી.

મહેશ હેંચા નામના વ્યક્તિ તેમની બે વર્ષની દીકરી રુહી સાથે જઈ રહ્યા હતા. ટ્રેનની ચેન ખેંચવામાં આવતા તેને અમલસાડ સ્ટેશન પર ઉભી કરી દેવામાં આવી હતી. બનાવ અંગે અમલસાડ સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. બાળકીની શોધખોળ માટે આર.એફ .પી ની ટીમની સાથે બીલીમોરા પોલીસે પણ શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન આર.એફ .પી પટેલ અને બીલીમોરા ડી સ્ટાફના જવાનો જવાનોએ શોધખોળ શરુ કરી હતી.રામે રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં સાર્થક થતી જોવા મળી છે. રુહી ઈમર્જન્સી વિન્ડોમાંથી પડી ગઈ હોવાની શંકાના આધારે પાટે-પાટે ચાલીને તેની તપાસ કરવામાં આવી રહી હતી. 12 વાગ્યે બનેલી ઘટના બાદ બે વાગ્યા સુધી શોધખોળ કરવામાં આવી હતી. જેમાં રુહીનો રડવાનો અવાજ આવતા તે બીલીમોરા પાસે આવેલા તલોધ ગરનાળા પાસેથી મળી આવી હતી. તપાસ કરતા રુહીને માથાના ભાગે ઈજાઓ થઈ હતી, તેને તાત્કાલિક ત્યાંથી બીલીમોરા લઈ જવામાં આવી હતી.

રુહીને કેટલી ઈજા થઈ છે તે અંગે સંશય હતો પરંતુ ડૉક્ટરોએ તેની તબિયત સારી હોવાની સાથે સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું. આવામાં બાળકીને RFP અને બીલીમોરા પોલીસ સ્ટેફની મદદથી તાત્કાલિક શોધી કાઢવામાં આવતા તેનો જીવ બચાવી શકાયો હતો. રુહીને કોઈ ગંભીર ઈજાઓ નથી અને તે સલામ છે તે જાણીને રાહતનો શ્વાસ લીધો.બાળકીની સારવાર થઈ ગયા બાદ તેને તેના માતા-પિતાને સોંપવામાં આવી છે. નાના બાળકોને લઈને જતા અને જેમની સીટ ઈમર્જન્સી વિન્ડોની નજીક હોય તેમના માટે બોધપાઠ બની રહે તેવી છે. ઘણી વખત એક સામાન્ય ભૂલના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ જતી હોય છે.

સુરેન્દ્રનગર જીલ્લામાંથી અવાર-નવાર હત્યા કરેલી તેમજ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર ભલગામડા ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી-અમદાવાદ હાઈવે પર ભલગામડા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં આ અંગે પોલીસને જાણ કરતાં લીંબડી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશની ઓળખ અંગે વધુ તપાસ હાથધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતકે ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું જ્યારે પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.