સાબુદાણા માંથી બનાવો આ વસ્તુ વાળ થઈ જશે એકદમ સ્મૂથ સિલ્કી અને સાઈની….

0
171

નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.સાબુદાણાના હેર માસ્ક દ્વારા તમારા વાળને કરો સીધા અને લાંબા, વાળ વધારવામાં પણ કરશે મદદ…

Advertisement

સુંદર સ્ટ્રોંગ વાળ મેળવવાની ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ જો વાળ ખરવાના શરૂ થઇ જાય તો તેની ચિંતા સતત આપણને પરેશાન કરતી રહે છે. વાળને ખરતા રોકવા હોય તો પ્રાકૃતિક ઉપયોને અજમાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે, આ ઉપચારના કોઇ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતા. સાથે જ, તે એકદમ સસ્તા પણ હોય છે.જો તમારા પણ વાળ ઘણા લાંબા સમયથી ખરી રહ્યા છે અને માથાની ત્વચા સાફ દેખાય રહી છે.

તો થોડું પણ મોડુ કર્યા વિના પ્રાકૃતિક સામગ્રીથી તૈયાર હેયર માસ્ક લગાવવાનું શરૂ કરી દેવું જોઇએ. વાળ જો ખરતાં હોય તો તેની તરફ તરત જ ધ્યાન દોરવું જોઇએ અને રસોડામાં રહેલી સામગ્રીઓનો પ્રયોગ પણ શરૂ કરી દેવો જોઇએ. ચાલો જાણીએ આવા જ પ્રાકૃતિક હેયર માસ્ક જેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળને ખરતાં અટકાવી શકાય છે.

વ્યક્તિના શરીરની સુંદરતાના અનેક અંગો છે પણ તેમાં સર્વપ્રથમ દર્શનીય સુંદરતા તો વાળની જ છે. વાળની તંદુરસ્તી અને સુંદરતા તો સૌ કોઇ ઇચ્છે છે તો તેને માટે હાનિકારક વસ્તુઓ જાણી લીધી હોય તો તેની જાળવણી વધુ સારી રીતે કરી શકાય.નવરાત્રિના દિવસોમાં સિંઘાડાના લોટ અને સાબુદાણાના સેવન કરવામાં આવે છે.

વાત જો સાબુદાણાની કરીએ તો ખાવાનામાં ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય અને સુંદરતાને યથાવત રાખવામાં મદદ કરે છે. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણાથી તમે હેર માસ્ક બનાવીને લગાવી શકો છો. તેનાથી વાળને ઉંડે સુધી પોષણ મળવાની સાથે વાંકડિયા વાળની સમસ્યા દૂર થાય છે. એવામાં પાર્લરની જગ્યાએ તમે ઘરે સહેલાઇથી વાળને સ્ટ્રેટ કરી શકો છો.સામગ્રી: સાબુદાણા 4 ચમચી, દહીં 2 ચમચી, પાણી 1 ગ્લાસ, એલોવેરા 3 ચમચી.

આ રીતે બનાવવા ની પદ્ધતિ: સૌપ્રથમ એક એક મિક્ષર લો ત્યારબાદ તેમાં થોડા સાબુદાણા લો અને તેને પીસી લો. સાબુદાણા પીસી લીધા બાદ એક કઢાઈ લો અને તેમાં થોડી પાણી નાખી અને તેને ઉકડવા દો. પાણી ઉકડી જાય પછી તેની અંદર સાબુદાણા નો પાવડર નાખી દો. પાવડર નાખતી વખતે ખાસ એક બાબત નું ધ્યાન રાખજો કે તે પાવડર ની જીણી જીણી ગોટીઓ ના વળી જાય. પાવડર નખાઈ જાય પછી તેને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી ઉકડવા દો.

તે પાણી ઉકડી જાય પછી તે જે નવું મિશ્રણ તૈયાર થયું છે તેને એક બોલ માં કાઢી લો.ત્યાર બાદ આ મિશ્રણ ને થોડી વાર ઠંડુ થવા એક ખૂણા માં રાખી દો. આ મિશ્રણ રૂમ ટેમ્પરચર પર આવી જાય પછી તેની અંદર એલોવેરા જેલ નાખી આમાં તમે ઘરે બનાવેલું એલોવેરા જેલ  પણ નાખી શકો છો, પરંતુ ધ્યાન  રહે તેમાં તેની છાલ જરા પણ રહેવી જોઈએ નહીં.

એલોવેરા જેલ  નાખ્યા બાદ તેની અંદર દહી નાખી દો. આ બંને વસ્તુ નાખ્યા બાદ તેને સરખી રીતે મિક્સ કરી નાખો. આ બધી મિક્સ થઈ ગયા બાદ તેને વાળ માં લગાવી દો. ત્યારબાદ તેને 45 મિનિટ  બાદ ધોઈ નાખો.
આ હેર માસ્ક લગાવવાથી તમારા વાંકડિયા વાળ સીધા થઈ જશે.

વાળનું ઉંડે પોષણ થશે. ખોડાથી છૂટકારો મળશે. વાળની ​​ડ્રાયનેસ દૂર કરવી જોઈએ, તેમને યોગ્ય પ્રમાણમાં ભેજ મળશે. પાતળા, નબળા વાળ મૂળથી મજબૂત બનશે લાંબા, અને ભરાવદાર કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.

સાબુદાણા ના ફાયદાઓ સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે.  આમ તો તેમનો પ્રયોગ ફક્ત ફળાહાર માટે થતો રહ્યો છે. પણ અત્યાર સુધી તેના ગુણોથી અનેક લોકો અજાણ છે. જો તમે પણ આના ગુણોથી અજાણ છો તો જાણો તેનાથી થનારા 10 મુખ્ય ફાયદા.

ગરમી પર કરો નિયંત્રણ:એક શોધમાંથી મળેલી માહિતી મુજબ સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે. અને તેને ચોખા સાથે મિક્સ કરીને ખાવાથી આ તમારા શરીરમાં વધનારુ તાપમાન ઓછુ કરી દે છે.
ઝાડા પર રોક લગાવે: જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો આવામાં દૂધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તરત જ આરામ આપે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં: સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારા કરી તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીયો માટે પણ ફાયદાકારી છે.પેટની સમસ્યાઓ દૂર કરે: પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.

એનર્જી વધારે: સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ જ સહાયક હોય છે.ગર્ભ સમયે: સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે.

હાડકા કરે મજબૂત: સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે  ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે.વજન વધારે: ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનુ વજન સહેલાઈથી નથી વધતુ. આવામાં સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે.

થાક કરે દૂર: સાબૂદાણાનુ સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે.ત્વચામાં રોનક લાવે: સાબુદાણાનો ઉપયોગ ફેસમાસ્ક બનાવવામાં કરવામાં આવે છે. તેનુ ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરા પર ટાઈટનેસ આવે છે અને કરચલીઓ ઓછી થઈ જાય છે.

Advertisement