શહીદ જવાન રણજીતસિંહ અને એમની કાશ્મીરી પ્રેમિકાની સ્ટોરી, તમામ ભારતીયોએ વાંચવી જોઈએ.

0
171

કેહવાય છે આત્મહત્યા એ કાયરોની નિશાની છે, આત્મહત્યા કાયરો જ કરે છે, પરંતુ સૈન્ય અધિકારીઓ જાણતા હતા કે રણજીતે પોતાની શહાદત કેમ આપી હતી, સેના એ રણજિતને કિલ ઇન એક્શન માન્યો, જેને હજારોની જાન લેવાની જગ્યાએ પોતાની જાન આપીને સેનાનું શૌર્ય ને બનાવી રાખ્યું, સેનાએ રણજીતસિંહ ને ઉચિત સન્માન આપ્યું. જ્યારે બુરહાન વાણીના મોત બાદ કાશ્મીરમાં 4 મહિના સુધી પ્રોટેસ્ટ ચાલી પરંતુ થોડાક વર્ષો પહેલા પણ એક આવી પ્રોસ્ટેટ થઈ હતી. ભારતીય સેનાના એક જવાન પર છોકરીના રેપ અને સામાન્ય નાગરિકની હત્યાનું આરોપ લાગ્યો હતો.

રણજીતસિંહ એક શીખ નૌજવાન હતો, પંજાબના એક નાનકડા ગામમાંથી એ 2000 ની સાલ માં આર્મીમાં ભરતી થયો હતો, એ એક ખુબજ સરસ ખેલાડી અને બાસ્કેટબોલના સ્પેશિયાલિસ્ટ હતા, ફક્ત 2 વર્ષની જ સેવામાં એ ટેંક પર ગનર માટે સિલેક્ટ થઈ ગયા, થોડાક જ દિવસોમાં એંમની પોસ્ટિંગ રાષ્ટ્રીય રાઇફલમાં થઈ ગઈ, રાષ્ટ્રીય રાઇફલ સેનાની એક વિશેષ ટુકડી છે,જેને 1990 માં કાશ્મીરમાં ઇમરજન્સીની સ્થતીમાં પહોંચી વળવા માટે બનાવવામાં આવી હતી, આમાં 50% ઈંફ્રેન્ટ્રી અને 50% બાકી સેનાની ટુકડીઓમાંથી લેવામાં આવતા, રણજીતસિંહ ને કાશ્મીર મોકલતા પેહલા ટ્રેઈનિંગ આપવામાં આવી હતી.

રણજીત પોતાની ટીમ સાથે કશ્મીરના એક ગામમાં ગયા જ્યાં તેમની નજર એક છોકરી સાથે મળી અને બંને એકબીજાને જોઈને દિલ દઈ બેઠા. એક શીખ યુવાન અને એક કશ્મીરની સુંદર કન્યા જાણે બંને સ્વર્ગમાંથી ઉતારેલી જોડી જેવા લગતા હતા. બંનેનો ધર્મ અલગ અલગ હતો પરંતુ કહેવામા આવે છે ને કે પ્રેમ અને લડાઈમાં બધુ જ શક્ય છે.

રણજીતની બે વર્ષની ટ્રેનિંગ પૂર્ણ થવા આવી હતી અને તેની બદલી પણ હવે બીજા શહેરમાં થવાની હતી પરંતુ તેની ટ્રેનિંગને ૬ મહિના વધારી દેવામાં આવી અને જલ્દી આ ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ. બીજા શહેરમાં બદલી થવાથી તેને સમાન પેક કરવા માટે ૧ દિવસની રજા આપવામાં આવી. પૅકિંગ કરતાં સમયે રણજીતનું મન પેલી છોકરીને મળવાનું ખૂબ જ હતું.

એ જ રાતે રણજીત પેટ્રોલીંગ ટીમ સાથે ગામમાં ગયા અને ટીમથી છૂટા પાડીને છોકરીના ઘરે જઈને પોતાની વાત કરી અને તેને એક વીંટી પણ ભેટમાં આપી. સાથે સાથે તેણે વચન પણ આપ્યું કે બીજા શહેર માંથી જ્યારે તેને રજા મળશે એટલે તેને મળવા માટે જરૂર આવશે અને તેની સાથે લગ્ન કરી લેશે. આ બધી વાત કરીને રણજીત તેના ઘરની બહાર નીકળ્યા તો તેણે જોયું કે ઘરની બહાર ઘણી ભીડ એકઠી થયેલી હતી. તે પેટ્રોલીંગમાં આવ્યા હતા એટલે તેમની પાસે રાઇફલ અને ગ્રનેડ પણ હતા.

લોકોએ તેમની પર આરોપ લગાવ્યો કે ઘરમાં રહેલી છોકરી સાથે તેમને બળાત્કાર કર્યો છે પણ રણજીત અને તેની પ્રેમિકાએ તેનો ઇનકાર કર્યો. પરંતુ લોકોએ તેમની વાતોને ધ્યાનમાં લીધી જ નહીં અને તેમને મારવા માટે આગળ વધવા લાગ્યા તથા એક માણસે તેમના પર કુહાડી વડે હુમલો કર્યો. રણજીતને ત્યારે કોઈ રસ્તો ના દેખાયો અને તેણે રાઇફલમાંથી ફાયર કર્યું, જેના લીધે એક માણસનું મૃત્યુ થયું.

રણજીત ભીડને બૂમો પાડી પાડીને સમજાવવાનો પ્રયાસ કરતો હતો કે આ મારી પ્રેમિકા છે પરંતુ લોકો તેની વાતોને સાંભળ્યા વગર જ તેના પર પથ્થરમારો કરતાં રહ્યા. રણજીત પાસે રાઇફલ તો હતી જ પરંતુ તેની તે એક હત્યા કરી ચૂક્યા હતા અને આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા હતા કે સેનાના એક જવાને છોકરી પર બળાત્કાર કરીને એક માણસની હત્યા કરી છે. રણજીત આ વાતો વિચારી વિચારીને ભારતીય સેનાનું સન્માન રાખવા માટે પોતાની રાઇફલથી પોતાના પર જ ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી. બીજા ઘણા લોકોનો જીવ લેવા કરતાં પોતાનો જ જીવ આપીને સેનાનું શૌર્ય જાળવી રાખ્યું.

ત્યારબાદ પોલિસની ટીમ જ્યારે આ સમગ્ર મામલાની તપાસ કરવા બેઠી ત્યારે ખબર પડી કે, રણજીત અને આ કાશ્મીરી છોકરી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા. આ વાતને સાંભળીને ભારતીય સરકાર દ્વારા રણજીતના નામ પર ઇનામની જાહેરાત કરવામાં આવી તથા સાથે સાથે ભારતીય સેના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે આ છોકરીના ભણતરનો તમામ ખર્ચ સેના દ્વારા ઉઠાવવામાં આવશે. કાશ્મીરમાં આ સમાચાર તો બહુ જ જડપથી ફેલાયેલા હતા કે, ભારતીય સેના દ્વારા છોકરીના બળાત્કારની કોશિશ કરવામાં આવી પરંતુ લોકોને એ વાતની જાણ નહોતી કે રણજીત એ કાશ્મીરી છોકરીને ખૂબ જ પ્રેમ કરતાં હતા.