સંજીવની જડીબુટી ને પણ ટક્કર છે આ ફળ, જો ક્યાંય મળી આવે તો છોડતા નહીં, એના ફાયદા જે ગજબ ના

0
164

આપણા દેશમાં ઘણી એવી વસ્તુઓ છે જે ખૂબ ફાયદાકારક હોય છે.જોકે આજકાલ બીમારીઓ પણ વધી ગઈ છે.એવામાં દવાઓનું સેવન પણ વધી ગયું છે.આજે દર ત્રીજો વ્યક્તિ ડાયાબીટીસ,બ્લડપ્રેશરની બીમારીથી ગ્રસ્ત છે જેમને રોજ તેની દવાઓ ખાવી જ પડે છે.આયુર્વેદ પ્રમાણે વાત કરીએ તો ઘણી ઔષધિઓ છે જેનાથી આવી બીમારીઓ ઠીક કરી શકાય છે.જોકે ભારત ના આયુર્વેદ ના ઔષધીય શાસ્ત્રો મા ઘણા એવા ફળો તેમજ શાકભાજીઓ વિશે જણાવવા મા આવે છે કે જેના ઉપયોગ માત્ર થી ઘણી જાત ની બીમારીઓ માંથી છુટકારો મળે છે. તો આજ ના આર્ટીકલ મા પણ એવા જ એક ઔષધીય ગુણો ધરાવતા ફળ વિશે જાણકારી આપવાની છે કે જેના સેવન થી તમને મોટાભાગ ની તમામ બીમારીઓ માંથી મુક્તિ મળી શકે છે.

આ આર્ટીકલ મા જે ફળ વિશે જણાવવા મા આવી રહ્યું છે તે છે રસભરી. એવું પણ બની શકે કે ઘણા લોકોએ કદાચ આ ફળ નું નામ અગાવ ક્યારે સાંભળ્યું પણ નહિ હોય. આ ફળ માનવ સ્વાસ્થ્ય માટે એટલું ગુણકારી છે કે જયારે તેના ગુણો વિશે ની માહિતી તમને મળશે તો તમે આ ફળ શોધવાનો પ્રયાસ જરૂર થી કરશો. તો ચાલો જાણીએ આ ગુણો ના ભંડાર ફળ વિશે ની ઔષધીય માહિતી તેમજ તેનાથી થતા ફાયદાઓ વિશે.રસભરી એક ઘણું પોષ્ટિક ફળ છે. ગામડામાં રહેલા લોકેને એના વિષે તરત ખ્યાલ આવી જશે. નાનપણમાં એમણે બહુ ખાધી હશે. આ વનસ્પતિમાં એટલા આરોગ્યવર્ધક અને રોગનિવારણ ગુણ છે કે તેનો ઉપયોગ ન કરવો, આરોગ્ય પ્રત્યે એક મોટું બેધ્યાન પણું થઇ શકે છે.

રસભરી (પોપટા) ના વિશ્વ આખામાં જુદા જુદા નામ છે :તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેના વાનસ્પતિક નામો Physalis peruviana, કે પ્રચાયવાચી Physalis tomentosa, Physalis puberula, Physalis latifolia નામથી જોડાયેલા હોવાને કારણે, તેનું ફાઈસૈલિસ (Physalis) નામ સૌથી વધુ પ્રચલિત છે.એને જુદા જુદા દેશોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે, Cape gooseberry, Golden berry, Peruvian Ground Cherry, Poha, Poha Berry વગેરે નામથી પણ તેને ઓળખાવમાં આવે છે. ભારતમાં રસભરીને મકાઓ, રસપરી, ટેપારિયૌ, તીપારી, બુદહેડન્નુ, ડોડડાબડ, પોપટી, પોપટા, ચોબોર્ટ, ફોપતી, કુંતલિ, ટંકારી, તંકાસી, ભોલા, પોપ્તીપલ્લમ, બુડડાબુસરા, બુસરતાયા વગેરે સ્થાનિક નામોથી ઓળખવામાં આવે છે.

રસભરી (પોપટા) ઘણા પ્રકારના હોય છે, જેમ કે તે મનગમતી સંતરી પ્રકાર જે રસભરીનો ઉપયોગી ગણવામાં આવે છે, હકીકતમાં પોષક તત્વોનો ભંડાર છે. તેના ૧૪૦ ગ્રામના ખાવાના પ્રમાણમાં આપણી રોજની જરૂરિયાતના વિટામીન B3 ૨૪.૫૦%, અને વિટામીન C 17.૧૧% એટલે લીંબુ કરતા બમણું, તેમજ વિટામીન B૧ ૧૨.૮૩% અને આયરન ૧૭.૫૦% સુધી મળી જાય છે.

આ બધા ઉપરાંત તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન A અને B૨ પણ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. અને તેમાંથી મળતા વિશેષ વાનસ્પતિક રસાયણ જ તેને વિશિષ્ઠ બનાવે છે. જેમાં physalins, anthocyanins, alkaloids, withanolides અને flavonoids મુખ્ય છે.

અત્યારે મોટેભાગે માણસો ડાયાબિટિસ જેવા જટિલ રોગ થી પીડાય છે. આ ફળ ડાયાબિટીસ ના રોગીઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. આ ડાયાબિટીસ માંથી રાહત મેળવવા માટે એક વાસણ મા આશરે ૨૫૦ મી.લી. પાણી લઇ તેમા રસભરી નાખો. હવે આ વાસણ મા ત્રીજા ભાગ નું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ નિયમિત આ પાણી ને સવારે ભૂખ્યા પેટે પીવું. આવું કરવાથી શરીર મા સુગર નું પ્રમાણ નિયંત્રણ મા રહે છે જેથી ડાયાબિટીસ ના રોગીઓ ને ડાયાબિટીસ માંથી મુક્તિ મળે છે.

આ અતિ-દુર્લભ રીતે મળી આવતા ફળ મા પોલી ફિનાઈલ ની માત્રા બહુ વધુ જોવા મળે છે. આ ફળ ને જો નિયમિત આરોગવા મા આવે તો તેનાથી શરીર મા બનતી કેન્સર ની ગાંઠ ને પણ તે નષ્ટ કરી નાખે છે. આ ફળ મા અમુક એવા તત્વો છે કે જેનાથી શરીર મા બનતા કેન્સર ના કોષો ને તે ધીરે-ધીરે નાશ કરતું જાય છે. આમ જો રોજ આ ફળ ને આરોગવા મા આવે તો કેન્સર જેવા જીવલેણ રોગ માંથી કાયમ માટે મુક્તિ મળી શકે છે.

આ ફળ ને વિટામીન એ નો તો રાજા માનવામા આવે છે. જેનું મૂળ કારણ છે આ ફળ મા વિટામીન એ બહુ વધુ પ્રમાણ મળી આવે છે. તેમજ જેના નિયમિત સેવન થી માનવ શરીર ની આંખો થી લગતા દરેક રોગ જડમૂળ માંથી નાશ પામે છે. આ સાથે જો કોઈપણ માણસ ને આંખ મા નંબર હશે તો તે પણ આ ફળ ને રોજ ખાવા થી દૂર થાય છે.

આ સાથે આ ફળ ને કેલ્શિયમ તેમજ ફોસ્ફરસ નો બહુ મોટો સ્ત્રોત ગણવામા આવે છે. જેના પરિણામ સ્વરૂપ શરીર ના હાડકા ને મજબૂત બનાવે છે. તેમજ વાં કે સાંધા ના દુખાવા ના રોગીઓ માટે તો આ ફળ એક રામબાણ ઈલાજ મનાય છે. આ ફળ નો ઉપયોગ નાના બાળકો ના સર્વાંગી વિકાસ માટે પણ કરી શકાય છે. માટે આજ સુધી આ ફળ થી અજાણ હવે તેના અઢળક ફાયદા જાણી તમને પણ આ ફળ ખાવા નુ મન થશે.

લીવર અને કીડનીનું રક્ષણ જણાવી દઈએ કે લીવર અને કીડનીનું fibrosis એવો રોગ છે. જેમાં અંગોમાં રેશા ફેલાતા જાય છે. શોધ દ્વારા સિદ્ધ થયું છે કે રસભરીનો ઉપયોગ ન માત્ર એ રોગો સામે લડે છે પણ તેનાથી બચાવે પણ છે.ઉત્તમ એન્ટીઓક્સીડેંટ :પશ્ચિમી દેશોમાં રસભરીનો ઉપયોગ લીવરના રોગોમાં, મેલેરિયા, ગઠીયાવાત અથવા આર્થરાઈટીસ, અસ્થમા, ત્વચારોગ અને કેન્સર વગેરેમાં કરવામાં આવે છે. શોધ સિદ્ધ કરે છે કે રસભરીમાં એન્ટીઓક્સીડેંટસ હોવાને કારણે જ તે ગુણ મળી શકે છે.

આર્થરાઈટીસના રોગમાં રાહત અપાવે :નીયાસીન અથવા વિટામીન B૩ લોહીને દરેક અંગમાં લાવવાની ક્ષમતા રહે છે. જયારે દરેક અંગમાં લોહી યોગ્ય રીતે પહોચશે તો આર્થરાઈટીસ જેવા રોગ ફેલાઈ નથી શકતા. રસભરીમાં નીયાસીનના વધારાને કારણે તેને આર્થરાઈટીસ માટે રામબાણ ગણવામાં આવે છે.રસભરી છે સમજણ-ઓળખની કમીમાં ફાયદાકારક :મિત્રો આપણી ઉંમરના વધવાની સાથે સાથે આપણી સમજણ, ઓળખ તંત્ર પણ એક પ્રકારની કમી (plaque) થી ગ્રસિત થઇ જાય છે, જેને કારણે આપણને સમજવા, ઓળખવા અને યાદ રાખવામાં તકલીફ થવા લાગે છે

વધતી ઉંમરના આ રોગમાં Alzheimer’s disease અને સ્મૃતિભ્રંશ (dementia) મુખ્ય હોય છે. રસભરી ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેંટથી ભરેલી હોય છે, જેમાંથી થોડા વિટામીન C ઉપર આધારિત હોય છે. આ એન્ટીઓક્સીડેંટસ ઉંમરના વધવાને અટકાવે છે અને સમજણ ઓળખાણમાં થતી ખામીથી પણ બચાવે છે.ઉત્તમ દ્રષ્ટિ માટે ઉત્તમ દ્રષ્ટિનું અનુભાન તેમના માટે મળી શકે છે જે તેનાથી વંચિત હોય કે ગ્રસિત હોય. ઉત્તમ દ્રષ્ટિ માટે વિટામીન A ઘણું જરૂરી છે. રસભરીમાં તેનું પ્રમાણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જે આપણેને દ્રષ્ટિ સબંધી વિકારો અને બીજા જેવા રતાંધળાપણાથી બચી શકે છે.

હ્રદય રોગમાં છે ઘણું ઉપયોગી રસભરીમાં વિટામીન B1 જેને થાયમિન (Thiamin) કહે છે, મોટાપ્રમાણમાં મળે છે. આ વિટામીન acetylcholine ને બનાવવા માટે ઉપયોગી છે. જે આપણી કોશિકાઓમાં એક બીજા સાથે સંવાદ સ્થાપિત કરવા માટે લેવામાં આવે છે. જયારે જયારે કોશિકાઓનો એક બીજા સાથે સંવાદ બગડે છે. તો હ્રદય રોગ જેવા વિકાર ફેલાવા લાગે છે. B1 થી પરિપૂર્ણ હોવાને કારણે રસભરી હ્રદય રોગથી બચવામાં આપણી મદદ કરે છે.ગર્ભકાળમાં પણ છે ઉપયોગી મિત્રો મહિલાઓને ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે એમના શરીરમાં આયરનની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ mg આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાક અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.

રસભરીનો લોકો માટે શરુઆતનો ઉપયોગ કેરલના શોલા જંગલોમાં રહેતા મુથુવન જનજાતિ, રસભરીનો ઉપયોગ કમળો અથવા જોન્ડીશના ઉપચારમાં કરે છે. તેમજ કોલંબિયાના લોકો તેના પાંદડાની રાબનો ઉપયોગ દમના રોગ માટે અને મૂત્રલ ઔષધી તરીકે કરે છે.એના પાંદડાને દક્ષીણ આફ્રિકામાં સોજાના ઉપચાર માટે તેના પાંદડાને ગરમ કરીને તેનો શેક આપવામાં આવે છે. આફ્રિકાની જુલુ જનજાતિ તેના પાંદડાના આવસનો ઉપયોગ બાળકોના પેટ સબંધી રોગો માટે કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો :(૧) પાકા ફળનો સીધો ઉપયોગ કરો. (૨) ફ્રુટ સલાડ તરીકે તાજા, કે જેમ કે ચટણી, સોસ બનાવીને તેનો ઉપયોગ આખું વર્ષ કરી શકાય છે. (૩) આઈસ્ક્રીમ કે કસ્ટર્ડ બનાવટોમાં ભેળવી શકાય છે. (૪) ફળને સુકવીને સુકી દ્રાક્ષ બનાવીને આખું વર્ષ ઉપયોગ કરી શકાય છે. જેમ કે દ્રાક્ષ, આલુભુખારા, પલ્મ, ખુમાની વગેરે બનાવી શકાય છે.

ધ્યાનમાં રાખો આ સાવચેતી :રસભરી Solanaceae જાત સાથે સબંધ ધરાવે છે. અને તે એ જાત છે જેના બીજા સભ્યો બટેટા, ટમેટા, રીંગણ વગેરે હોય છે. રસભરી અને તેની જાતના કોઈ પણ શાક કે ફળને, જે લીલા કાચા હોય, ન ખાવા જોઈએ. કારણ કે કાચા રહેવાથી તે ઝેરીલા હોય છે. જયારે તેના પાકવાથી કે ઉકાળવાથી તેના બધાના ઝેર દુર થઇ જાય છે.