સામાનની કિંમત 1 રૂપિયો ઓછી કેમ રખાય છે તેનું કારણ જાણો.

0
142

કેટલીક વાર તમે આ વાત પર ધ્યાન આપ્યું હશે કે જ્યારે આપણે કોઈ મોલ કે રિટેલ સ્ટોર થી કોઈ વસ્તુ કે સામાન ખરીદીએ છે તો તેના પ્રાઈઝ ટેગ કઇક આ રીતે હોય છે. જેમ કે 99 રૂપિયા,199 રૂપિયા કે 999 રૂપિયા તો આવું કેમ કરવામાં આવે છે. દુકાનદાર સામાનની કિંમત કેમ 1 રૂપિયો ઓછો કરીને વેચે છે. જ્યારે આ બધાને ફિક્સ પ્રાઈઝ કરીને પણ કરી શકે છે જેમ કે 100 રૂપિયા ,200 રૂપિયા આનાથી 1 રૂપિયો પાછા લેવાની કોઈ ઝંઝટ ના રહે.

તમને જણાવી દઈએ કે 1 રૂપિયો ઓછો સેટ કરવાથી સેકરને બે મોટા ફાયદા રહે છે. પહેલો અે કે સામાનની પ્રાઈઝ 1 રૂપિયો ઓછો કરવાથી ગ્રાહક પર મનોવૈજ્ઞાનિક અસર પડે છે અને ગ્રાહક અે સામાન ખરીદવા માટે આકર્ષિત રહે છે.જેમ કે માની લો કે કોઈ મોલ માં શર્ટ નો પ્રાઇઝ ટેગ 1299 રૂપિયા છે. જો તમે અહીંયા ધ્યાન આપો તો આપણે કોઈ નમ્બરને ડાબી થી જમણી બાજુ રીડ કરીએ છે કારણ કે તે નંબરની રેન્જ ખબર પડી શકે.

અમુક લોકો અહી શર્ટની કિંમતને 1300 રૂપિયા સમજીને ખરીદશે તો અમુક લોકો અને 1200 રૂપિયાની કિંમત સમજીને ખરીદશે. સેલાર અને દુકાનદારને આવા જ લોકોની રાહ જોવે છે. અહી પહેલું કારણ નીકળે છે કે અહીં ગ્રાહકને મનોવૈજ્ઞાનિક રીત થી આકર્ષિત કરવા માટે આમ કરવામાં આવે છે.

બીજા કારણની વાત કરીએ તો 1 રૂપિયો ઓછો પ્રાઈઝ સેટ કરવાથી સેલરનો જ ફાયદો થાય છે.જ્યારે આપણે કોઈ એક રૂપિયો ઓછો એટલે કે 999 નો કોઈ સામાન ખરીદીએ તો વધારે પડતાં કેસમાં આપણે 1 રૂપિયો પાછો જ નહિ લેતા. આપણે અે સમજીને છોડી દઈએ કે આટલા રૂપિયો નો સામાન લઈ લીધો છે હવે 1 રૂપિયો પાછો લઈને 1 રૂપિયાના નામ પર પ્યોર ક્વોલિટી ચોકલેટ પકડાવી દે છે. જેને આપણે ક્યારેક લેતા પણ નહિ.

આ રીતની પ્રાઈઝ ટેગિંગ ઓનલાઈન શોપિંગ સાઇટમાં પણ હોય છે. હા કે અહીંયા પહેલું કારણ જ કામ કરે છે કારણકે ઓનલાઇન શોપિંગ સાઈટમાં પણ કોઈ સામાનની 1 રૂપિયો કિંમત ઓછી હોવાથી ગ્રાહક આકર્ષિત થાય છે. પરંતુ અહીંયા બીજું કારણ કામ નહિ કરતું. કારણકે ઓનલાઈન શોપિંગ સાઈટ માં પૂરો પેમેન્ટ હોય છે. અહી કોઈ પણ રીતે 1 રૂપિયો નહીં છોડતાં.

તો હવે તમે જાણી ગયાં હશો કે કોઈ સામાનની કિંમત 1 રૂપિયો ઓછો કે જેમ કે 99 રૂપિયા,199 રૂપિયા કે 999 રૂપિયા કેમ રાખવામાં આવે છે અને તમને ખબર પડી ગઈ હશે કે 1 રૂપિયો ઓછો હોવાથી ગ્રાહકનો કોઈ ફાયદો થતો નહિ. ત્યાં સેલર કે દુકાનદાર ને આનાથી બે મોટા ફાયદા થાય છે.