સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુરી ના થતી હોઈ તો, દિવસ માં એક વાર બોલો સાંઈબાબા ના વચનો, તમારી દરેક ઈચ્છા થઈ જશે પુરી….

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલા શિરડી ની અંદર સાંઈબાબા નામના એક મહાન સંત થઇ ગયા. જેણે અનેક દીન દુખિયાઓના દુઃખ હાર્યા છે. અને પોતાના વિવિધ ચમત્કારથી લોકોને હેરાન કરી દીધા છે. આજે ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર લાખો વ્યક્તિઓ એવા છે કે જે સાઈ બાબા ને સાચા દિલથી માને છે. અને તેના દ્વારા કહેલા વચનો ને અક્ષરશઃ પાલન કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સાંઈબાબા દ્વારા કરવામાં આવેલા 21 અનમોલ વચનો.

Advertisement

સાઈબાબાએ પોતાનું સંપૂર્ણ જીવન લોકોની સેવા કરવામાં વિતાવી દીધું. સાઈબાબાનો મુખ્ય મંત્ર શ્રદ્ધા અને સબુરી છે. સાઈબાબાને હિંદુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકો ખુબ માને છે. સાઈબાબા પાસે બધી જ સમસ્યાનો ઉકેલ હોય છે. સાઈબાબા પાસે જે પણ વ્યક્તિ પોતાની મુશ્કેલી લઈને આવે છે તો સાઈબાબા તે વ્યક્તિની મુશ્કેલી દુર કરી દેતા હતા. સાઈબાબાએ અંગે કેટલાક વચનો સાઈ સચ્ચરીત્ર નામના એક ધાર્મિક ગ્રંથમાં જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી સાઈબાબાના વચનોનું ધ્યાન કરે છે તે વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દુર થઈ જાય છે.આધ્યાત્મની મોટી શિક્ષા સાઈબાબાના આ વચનોમાં છુપાયેલ છે. ચાલો જાણીએ સાઈબાબાના વચનો વિષે…

 

‘જો શિરડી મેં આયેગા, આપદ દુર ભગાયેગા.’ સાઈબાબાએ પોતાના જીવનકાળના સૌથી વધારે સમય શિરડીમાં જ રહીને પસાર કર્યો છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે, કોઇપણ ભક્ત જો શિરડીમાં આવશે તો તે ભક્તની તમામ મુશ્કેલીઓ દુર થશે. જો કોઈ ભક્ત માટે શિરડી જવું શક્ય નથી તો તે ભક્ત પોતાના ઘરની નજીક આવેલ કોઇપણ સાઈબાબાના મંદિરમાં જઈને દર્શન કરી શકે છે.

‘ચઢે સમાધિ કઈ સીઢી પર, પૈર તલે દુઃખ કી પીઢી પર.’ આ પંક્તિનો અર્થ થાય છે કે, જો કોઈ સાઈ ભક્ત પોતાના સાચા મનથી સાઈબાબાની સમાધિના પગથિયા ચડે છે તો ભક્તના બધા જ પ્રકારના દુઃખો માંથી રાહત મળે છે.

‘ત્યાગ શરીર ચલ જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઉંગા.’ સાઈબાબા આ વચનમાં પોતાના ભક્તોને જણાવે છે કે, મારું નશ્વર શરીર હવે નાશ થઈ ગયું છે, પણ મારા ભક્તો જયારે પણ મને સાચા મનથી સ્મરણ કરશે ત્યારે હું તે ભક્તની મદદ માટે દોડી આવીશ.

‘મન મેં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ પૂરી આશ.’ આ વચનમાં સાઈબાબા પોતાના ભક્તોને જણાવે છે કે, જે ભક્ત પોતાના મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને સાઈબાબાની સમાધિ પર આવે છે તે ભક્તોને ક્યારેય નિરાશ પાછા જવું પડતું નથી.

‘મુજે સદા જીવિત હી જાનો, અનુભવ કરો સત્ય પહચાનો.’ આ વચનમાં સાઈબાબા પોતાના ભક્તોને જણાવે છે કે, મને હંમેશા આપ જીવિત જ માનજો. ભક્તો પોતાની સાચી ભક્તિ અને સાચી લાગણીથી સત્યને જાણી લેજો.

‘મેરી શરણ આ ખાલી જાએ, હો તો કોઈ મુજે બતાએ.’ આ વચનમાં સાઈબાબા જણાવે છે કે, જે ભક્ત મારી શરણમાં આવે છે અને પોતાની મુશ્કેલીઓ જણાવે છે તે ભક્તોને ક્યારેય નિરાશ પાછા જવું પડતું નથી.

જે મારી મદદ કે સલાહ માંગશે, તેને હું માર્ગદર્શન આપીશ. મારા ભક્તોના ઘરમાં કોઈ ચીજની કમી નહિ રહે. જો કોઈ મારુ નામ શ્રદ્ધાથી બોલશે તો હું તેની બધી જ ઈચ્છા પૂરી કરીશ અને તેની ભક્તિમાં વધારો કરીશ. જો તે મારા જીવન અને કર્મની વાતનો પ્રચાર કરશે તો હું તમામ સંજોગોમાં તેના પડખે ઊભો રહીશ.

‘જૈસા ભાવ રહા જિસ જન કા, વૈસા રૂપ હુઆ મેરે મન કા.’ સાઈબાબા આ વચનમાં પોતાના ભક્તોને જણાવે છે કે, જે ભક્ત પોતાના મનમાં જેવા ભાવ સાથે આવે છે તે ભક્તને તેવા સ્વરૂપમાં હું એમને મળીશ.

‘ભાર તુમ્હારા મુજ પર હોગા, વચન ન મેરા ઝૂઠા હોગા.’ આ વચનમાં સાઈબાબા ભક્તોને જણાવે છે કે, જે ભક્તો મારી ભક્તિ કરે છે તેમનો બધો જ ભાર મારી પર હંમેશા જ રહેશે અને હું હમેશા જ મારા ભક્તોની મદદ કરીશ.બાબાએ જણાવ્યું, જે પણ ભક્ત શિરડીની ભૂમિ પર પગ મૂકશે, તેની પીડાનો અંત આવી જશે. દુ:ખી અને બિચારા લોકો પણ મારી સમાધિના પગથિયા ચડતા સાથે જ અહીંથી ખુશી લઈને જશે. મારી સમાધિ મારા બધા જ ભક્તોને આશીર્વાદ અને તેમની પ્રાર્થનાનો જવાબ આપતી રહેશે. હું મારો દેહ છોડ્યા પછી પણ ભક્તો વચ્ચે સક્રિય રહીશ. તમે મારા પર છોડી દેશો તો હું તે ચોક્કસ પાર પાડીશ.

‘આ સહાયતા લો ભરપુર, જો માંગા વો નહી હૈ દુર.’ સાઈબાબા આ વચનમાં પોતાના ભક્તોને જણાવે છે કે, જે ભક્ત મને સાચા મનથી મારું સ્મરણ કરશે તે ભક્ત માટે હું હંમેશા હાજર રહીશ. સાચા મનથી ભક્તિ કરનાર ભક્તો માટે હું તેમનાથી દુર નથી.

‘મુજમે લિન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચુકાયા.’ સાઈબાબા આ વચનમાં જણાવે છે કે, જે ભક્ત સાચા મનથી, વચન અને કાયાથી મારી ભક્તિ કરે છે તે ભક્તો માટે હું હંમેશા ઋણી રહીશ.

‘ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય, મેરી શરણ તજ જિસે ન અન્ય.’ આ વચનમાં સાઈબાબા ભક્તોને જણાવે છે કે, જે ભક્ત પોતાના અનન્ય ભાવથી મારી ભક્તિમાં લિન રહે છે. તે ભક્તો મારા સાચા ભક્ત છે.

હું નિરાકાર છું અને સર્વત્ર છું.હું દરેક વસ્તુમાં પણ છું અને તેનાથી દૂર દરેક ખાલી જગ્યામાં પણ છું.તમે જે કાંઈ પણ જુઓ છો તેનો સંગ્રહ હું છું.હું ડગતો નથી.જો કોઈપણ વ્યક્તિ પોતાનો પૂર્ણ સમય મારા માટે આપશે અને મારા શરણમાં આવશે તો તેના શરીરની અંદર અથવા તો આત્મા કોઈ પણ પ્રકારનો ભય નહીં રહેજો કોઇ માત્ર અને માત્ર મને જ જશે અને મારી લીલાઓને સાંભળશે તથા પોતાની જાતને મને સમર્પિત કરી દેશે તો હું તને ભગવાન સુધી પહોંચાડી દઈશ

મારું કામ આશિર્વાદ આપવાનું છે.હું કોઈ ઉપર ક્રોધ નથી કરતો શું મા ક્યારેય પોતાના બાળકો થી નારાજ થાય છે શું દરિયો પોતાનું પાણી પાછું નદીમાં મોકલાવી શકે છે.પૂર્ણ રૂપથી ઈશ્વરને સમર્પિત થઈ જાવ.જો તમે મને તમારા વિચારો અને ઉદેશ્ય ની અંદર રાખશો તો તમારું લક્ષ્‍ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.તમારા ગુરુ નો પૂર્ણ રૂપથી વિશ્વાસ કરો અને તેની સાધના કરો

હું મારા ભક્તોનો દાસ છું.મારી સરણ માં રહો અને શાંત રહો બાકી બધું હું જોઈ લઈશ.આપણું કર્તવ્ય શું છે યોગ્ય રીતે વ્યવહાર કરવો શું એટલું જ.મારી દ્રષ્ટિ હંમેશા તેના ઉપર રહે છે જે મને પ્રેમ કરે છે.તમે જે કંઈ પણ કરો છો તમે જ્યાં પણ રહો છો હમેશા એક વાત યાદ રાખજો મને તમે શું કરી રહ્યા છો તે દરેક વસ્તુનો ખ્યાલ હશેહું મારા ભક્તોનું અનિષ્ટ નહીં થવા દઉં.જો મારો ભક્ત પડી રહ્યો હશે તો હું મારો હાથ આગળ વધારી તેને ઝીલી લઇશ.હું મારા ભક્તો વિષે રાત દિવસ વિચાર્યા કરું છું અને હું વારંવાર તેનું નામ લીધા કરું છું.

Advertisement