સરગવાની ચા પીવાથી થાય છે આ 9 મોટા ફાયદા,ખૂબ જ ઉપયોગી છે તમારા માટે આ માહિતી,જાણી લો….

0
246

એક એવી ઔષધી વિશે કે જેના દ્વારા તમે ૩૦૦ જેટલા રોગોથી છુટકારો મેળવી શકો છો. આ ઔષધીય છોડ નું નામ છે સરગવો. સામાન્ય રીતે તે ભારત દેશના મોટાભાગના વિસ્તારો ની અંદર થાય છે. તેની છાલ અને લાકડું એકદમ કોમળ હોય છે, અને આ ઝાડ ઉપર લાંબા લાંબા સિંગો ના આકારના ફળ થાય છે. જેને આપણે સરગવાની સિંગો પણ કહીએ છીએ. આ સિંગો મોટાભાગના લોકો પોતાના ખાવામાં ઉપયોગ કરતા હોય છે. તેના દ્વારા તમે કઢી, શાક અને અન્ય વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.શાકભાજી અને સંભારમાં તમે સરગવાનો સ્વાદ ચાખ્યો હશે. લોકોએ સરગવા ના પાનના પાવડરથી ચા બનાવવાનું શરૂ કરી દીધા છે. સરગવાની ચાના અનન્ય ફાયદા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સરગવા ના ઝાડ માં તેના મૂળ થી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક હોય છે, અને તે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. સરગવા ના મૂળ દ્વારા તમે દમ, પથરી અને કમળા જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. સરગવાની છાલનો ઉપયોગ કરીને તમે વાની સમસ્યા અને યકૃતના ના રોગો નથી છુટકારો મેળવી શકો છો. તેના ફળનો ઉપયોગ કરી અને તમે પેટના લગતા દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો.

આજકાલ લોકોનું જીવન ખૂબ જ ઝડપી બની ગયું ગયું છે. જેના કારણે તેઓ સ્વસ્થ રીતે જીવી શકતા નથી. સરગવાની ચા પીવાથી તમે તમારા જીવનને થોડું સ્વસ્થ બનાવી શકો છો. અમે તમને સરગવાની ચાના ઘણા આરોગ્યપ્રદ લાભો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બેક્ટેરિયાથી થતાં રોગોથી રક્ષણ આપે છે.એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ જેવા તત્વો સરગવાની ચામાં જોવા મળે છે. શરીરમાં થતા રોગોથી ઘણા પ્રકારના બેક્ટેરિયા રોકે છે.

કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે.સરગવાની ચા પીવાથી શરીરમાં એલડીએલ કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. શરીરમાં હૃદયરોગનું જોખમ ઘટાડે છે.રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.જો તમારી મજબૂત રોગપ્રતિકારક શક્તિ નથી તો દરરોજ સરગવાની ચા પીવો. તે શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે.

ડાયાબિટીઝ મટે છે.સરગવાની ચા પીવાથી શરીરમાં સુગર લેવલ પણ નિયંત્રિત થાય છે. આ સિવાય પેશાબમાં પ્રોટીનની માત્રાને અંકુશમાં રાખીને, તે હિમોગ્લોબિનનું સ્તર પણ યોગ્ય કરે છે.શરીરને ડિટોક્સ કરે છે.શરીરમાં હાજર ઝેરી પદાર્થો સરગવાની ચા પીવાથી બહાર આવે છે. આ ઉપરાંત, તમારું શરીર પણ ડિટોક્સ કરે છે.કારગાર છે અસ્થમાની સારવારમાં મદદરૂપ છે.સરગવાની ચા પીવાથી અસ્થમાની સમસ્યા પણ મટે છે સાથે સાથે ફેફસાં પણ યોગ્ય રહે છે. તે શ્વસનતંત્રની પણ મરામત કરે છે.હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે.આઇસોથિઓસિંટે અને નિઅજીમીની તત્વો ઉત્પનન થાય છે. જે ધમનીઓને જાડા થવાથી રક્ષણ આપે છે. શરીરમાં હાઈ બ્લડ પ્રેશરની અગવડતા પણ ઘટાડે છે.

વજન ઓછું કરવામાં મદદ કરે છે.સરગવાની ચા પીવાથી વજન પણ ઓછું થાય છે. જો તમે વધારે કેલરીયુક્ત ખોરાક ખાતા હોય તો આ ચા પીવાથી તમારા શરીરમાં ચરબી ઉર્જાથી સંગ્રહિત થતી નથી.શરદી ઉધરસથી દૂર રાખે છે.શરદી, ખાંસી, શરદી, વાયરલ ચેપ જેવી સમસ્યાઓ પણ સરગવાની પીવાથી રાહત મળે છે.

સાંધાના દુઃખાવા અને સાઈટીકામાં સરગવાની છાલને સાથે મધ ભેળવીને પીવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર વાત અને કફની સમસ્યા દૂર થઈ જાય છે. જેથી કરીને તમને સાંધાના દુખાવા અને સાયટિકા જેવી સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે.વાની સમસ્યામાં સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.

શરીરની અંદર રહેલા સોજા અને માઈગ્રેનની સમસ્યા.સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી વાત ની પ્રકૃતિ શાંત પામે છે. જેથી કરીને શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા તો સાંધાના દુખાવા હોય કે માઈગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે. સોજાની સમસ્યાને દૂર કરવા માટે સરગવાની છાલ, અમલતાસ ના મૂળ, કરંજ અને આકડા તથા હળદર પાંચ-પાંચ ગ્રામ જેટલી સમાન માત્રા ની અંદર લઈ શરીર ઉપર લગાવવા ના કારણે સોજા માંથી રાહત મળે છે.

પેટની સમસ્યામાં.સરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે.

શુક્રાણુની સંખ્યા વધારવા.સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે.

કેન્સરથી બચવામાં.સરગવાના મુળની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે જો સરગવાનાં મૂળને અજમા હીંગ અને સૂંઠની સાથે ભેળવીને તેનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તે કેન્સરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.