સાત મહીંના સુધી યુવકના પેટમાં રહી એવી વસ્તુ કે ડોક્ટર પણ જોઈ હેરાન રહી ગયાં,જુઓ તસવીરો.

0
78

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયામાં તમને અનેક પ્રકારના લોકો મળી જશે. કેટલીક બેવકૂફીઓની પણ કોઈ હદ જ નથી હોતી. હાલમાં પ્રેંકના નામ પર તમને અનેક પ્રકારના લોકો અજીબોગરીબ કામ કરતા નજર આવશે. આ લોકો ફેમસ થવા માટે અનેક અજીબ કામ કરે છે. એવા જ એક પ્રેંકના ચક્કરમાં ઈજિપ્તમાં રહેતો એક શખ્સ મોતના મોઢા સુધી પહોંચી ગયો.

આ શખ્સે મિત્ર સાથે એક પ્રેંક કર્યો, જેના ચક્કરમાં મોબાઈલ ફોન તેના પેટમાં જતો રહ્યો. મોબાઈલ ગળી ગયા બાદ ડૉક્ટરની પાસે જવાના બદલે તેને કુદરતી રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. આખરે મહિનાઓ બાદ ડૉક્ટર પાસે ગયો, જે બાદ સર્જરીના માધ્યમથી તેના પેટમાંથી મોબાઈલ બહાર કાઢવામાં આવ્યો. પેટમાંથી આવી હાલતમાં કાઢ્યો ફોન.

મામલો ઈજિપ્તથી સામે આવ્યો જ્યાં એક શખ્સે પ્રેંકના ચક્કરમાં દરેક હદ પાર કરી દીધી. તે પોતાના મિત્ર સાથે પ્રેંક કરી રહ્યો હતો. જેમાં તે મોબાઈલ ગળીને મિત્રને ફોનની રિંગ પોતાના પેટમાંથી આવતી સંભળાવવા માંગતો હતો. પરંતુ આ પ્રેંક તેના પર ઉંધો પડ્યો. ભૂલથી તેખરેખર મોબાઈલ ગળી ગયો. જે બાદ મોબાઈલ પેટમાં જઈને અટકી ગયો. પણ તે ડૉક્ટર પાસે ન ગયો.

પેટમાંથી મોબાઈલને બહાર કાઢવા માટે શખ્સે અનેક ઘરેલૂ ઉપાય અજમાવ્યા. તેણે કિચનમાંથી અનેક વસ્તુઓ ખાધી, જેથી મોબાઈલ પૉટીના માધ્યમથી બહાર નિકળી જાય. પરંતુ એવું ન થયું. આખરે સાત મહિના બાદ જ્યારે મોબાઈલ તેના પેટમાં ગળવા લાગ્યો, તેની તકલીફ વધી. ત્યારે તેણે ડૉક્ટરને બતાવવાનો નિર્ણય કર્યો. તે નૉર્થ કૈરૌના બેનહા પ્રાંતમાં એક સ્ટેટ હૉસ્પિટલમાં ગયો.

ત્યાં ડૉ મોહમ્મદ અલ જહરે તેનો અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. જેમાં તેમણે જોયું કે તેના પેટમાં મોબાઈલ અટકેલો હતો. તેને કુદરતી રીતે બહાર કાઢવાનો કોઈ ચાન્સ જ નહોતો. શખ્સની સર્જરી કરીને મોબાઈલને બહાર કાઢવામાં આવ્યો. શખ્સના ઘરના લોકોને તેની જાણકારી નહોતી. એવામાં શખ્સે પોતાની ઓળખ છુપાવી રાખવાની રીક્વેસ્ટ કરી. આ મામલાએ સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે.

આવીજ બીજી ઘટનામાં વ્યક્તિને પેટમાં દુઃખાવાની ફરિયાદ થતા ડોક્ટરોએ કર્યું ઓપરેશન, અંદરથી જે નીકળ્યું તે જોઈને તેમની આંખો પહોળી થઇ ગઈ. રવિવારે યુપીના ઉન્નાવ જિલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી. ચંદ્ર કુસુમ હોસ્પિટલમાં એક દર્દી પેટમાં દુ:ખની ફરિયાદ લઈને આવ્યો. જ્યારે ડોકટરે તેની તપાસ કરી અને રિપોર્ટ જોયો ત્યારે ઓપરેશન કરનારા ડોક્ટરોની આંખો પહોળી થઈ ગઈ. પેટમાં લોખંડની ખીલીઓ દેખાતી હતી.

શનિવારે રાત્રે કરણ નામનો છોકરો હોસ્પિટલમાં આવ્યો હતો, જેને પેટમાં દુખાવો થતો હતો, જેના કારણે ડોકટરોએ છોકરાના પેટની તપાસ કરાવી હતી. અહેવાલમાં પેટમાં વિચિત્ર સામગ્રી જોવા મળી હતી. જેના કારણે ડોકટરોએ ઇમરજન્સીમાં ઓપરેશન થિયેટર તૈયાર કરી ઝડપી ઓપરેશન માટેની તૈયારી કરી હતી.

3 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ડોકટરો તેમના પેટમાંથી જે સામગ્રી બહાર કાઢી, તે જોઇને હોશ ઉડી ગયા હતા. પેટમાંથી, લોખંડની 30 ખીલી, 1 સ્ક્રુ ડ્રાઇવર અને લોખંડનો સળીયો બહાર કાઢ્યો, જેનું વજન આશરે 300 ગ્રામ હતું. ઓપરેશન બાદ છોકરો સુરક્ષિત છે.

કરણની માતાનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી કરણને પેટમાં દુ:ખાવો થતો હતો. જેના કારણે તેણે પોતાના છોકરાને ઉન્નાવ સહિત કાનપુરના ઘણા ડોકટરોને બતાવ્યું હતું પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. પીડા એક સરખી થઈ રહી હતી, પરંતુ જ્યારે ચંદ્ર કુસુમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ડોકટરોના જણાવ્યા મુજબ તે કામ કર્યું અને ઓપરેશન પણ થઈ ગયું. હવે છોકરો સલામત છે અને આ હોસ્પિટલમાં આવ્યા હોવાથી છોકરાને કોઈ સમસ્યા નથી, તેથી જ ડોકટરોને ભગવાનનું રૂપ પણ કહેવામાં આવે છે.

ડોક્ટર સંતોષ કુમારે કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું. તેમણે ખૂબ લાંબુ ઓપરશન કર્યું અને ઘણી સારી ટીમો દ્વારા જેમાં પવન સિંહ અને ડો. આશિષ પુરી, રાધા રમણ અવસ્થી, સંતોષ અને સર્વેશ અને તે બધા મળીને ખૂબ જ કાળજીપૂર્વક એક પછી એક ખૂબ જ મુશ્કેલ વસ્તુઓ એક એક કરીને સાવચેતી પૂર્વક બહાર કાઢી. પેટમાં એક સ્ક્રુ ડ્રાઈવર, એક સળીયો અને ઘણી બધી ખીલી બહાર કાઢી અને લગભગ પાંચ-છ જેટલી નાની સોય નીકળી, જેનાથી દોરો પરોવીને સીવવામાં આવે છે. નાની મોટી મળીને 36 વસ્તુઓ બહાર કાઢી. આ બધી સામગ્રી લગભગ 300 ગ્રામની હતી.

આવીજ બીજી ઘટના અમુક લોકો ને તો ટેવ જ હોય છે કે જ્યાં સુધી તેના પેટ માં ચા ની ચુસ્કી ના ઉતરે ત્યાં સુધી તેને કોઈ કાર્ય માં મન જ નથી લાગતું. પરંતુ , હાલ આપણે અહીં જે ટી વિશે વાત કરવાની છે તે છે બબલ ટી. શું તમે આ બબલ ટી નું ક્યારેય નામ સાંભળ્યું છે ? હાલ માર્કેટ મા બબલ ટી નામ ની એક ચા ખુબ જ પ્રખ્યાત થઈ છે. આ એક નવા પ્રકાર ની વિશિષ્ટ ચા છે. પરંતુ , આ બબલ ટી એ હાલ એક ૧૪ વર્ષ ની યુવતી ના જીવ ને મૂકી દીધો છે જોખમ માં.

આ કિસ્સો છે ચીન ના ઝેજિયાંગ રાજ્ય નો. આ રાજ્ય માં વસવાટ કરતી એક યુવતી ને આ બબલ ટી પીવા ની એક ખરાબ આદત પડી ગઈ હતી. જ્યાં સુધી તે આ ટી ના પીવે ત્યાં સુધી તેના મન ને શાંતિ ના મળતી. એક દિવસ આ યુવતી ને પેટ માં ખુબ જ અસહ્ય પીડા ઉદ્દભવે છે. આ યુવતી ના માતા-પિતા તેને તુરંત હોસ્પિટલ લઇ જાય છે અને તેની સંપૂર્ણ તપાસ કરાવે છે.

દાક્તરો દ્વારા જયારે પેટ નું સિટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે એક એવી વસ્તુ નિહાળવા મળી જે જાણી ને તમે પણ આશ્ચર્ય માં મુકાઈ જશો. આ વસ્તુ નિહાળી ને જયારે દાક્તર દ્વારા તેની ખાણીપીણી વિશે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેણી એ જણાવ્યું કે પાંચ દિવસ પૂર્વે તેણીએ એક કપ બબલ ટી નું સેવન કર્યું હતું. પરંતુ , દાક્તર આ યુવતી ના ઉત્તર થી સંતુષ્ટ ના થયા કારણ કે , તેના પેટ માં ૧૦૦ કરતા પણ વધુ બબલ બોલ્સ પ્રાપ્ત થયા હતા.

જે તેના પેટ માં ઉદ્દભવેલી અસહ્ય પીડા માટે કારણભૂત હતા. બબલ ટી બનાવવા માટે તેમાં ચા માં બબલ ટી ના ગોળ-ગોળ બોલ્સ ઉમેરવા મા આવે છે તથા તેમાં થોડો બરફ પણ ઉમેરવા મા આવે છે. જેથી આ ટી ને બબલ ટી તરીકે ઓળખવામાં આવે છે. હાલ , દાક્તરો દ્વારા ઓપરેશન કરીને આ યુવતી ના પેટ મા રહેલા તમામ બબલ ટી બોલ્સ કાઢી લેવા મા આવ્યા છે. હાલ તે યુવતી સ્વસ્થ છે પરંતુ , તેણી ને આ બબલ ટી ના સેવન થી દૂર રહેવા ની સલાહ આપી છે. આમ , ઘણી વખત આપણી આદતો આપણા શરીર માટે જાનલેવા સાબિત થઈ શકે છે માટે કોઈપણ આદત કેળવતા પૂર્વે તે આપણા શરીર માટે નુકશનદાયી તો નથી તેની અવશ્ય કાળજી લેવી.