ગ્રેવીવાળું સેવ ઉસળ, જાણી લો સિક્રેટ રેસીપી

0
125

સેવ ઉસળ તો બધા બનાવતા હશે, પણ આજે બનાવો ગ્રેવીવાળું સેવ ઉસળ, જાણી લો સિક્રેટ Recipe

સામગ્રી:

 • 250 ગ્રામ સુકા વટાણા
 • 1 સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
 • 1 વાટકી ડુંગળી ટામેટા ની પેસ્ટ
 • 1 ચમચી મરચુ
 • 1 ચમચી ધાણા પાવડર
 • હળદર, ગરમ મસાલો
 • 2 સ્પૂન બેસન
 • 1 ચમચી કોથમીર
 • 3 ચમચી તેલ
 • મીઠું

ગાર્નિશ માટે:

 • લીંબુ, સેવ
 • લીલી ડુંગળી
 • લસણની ચટણી

ગ્રેવીવાળું સેવ ઉસળ બનાવવાની રીત:

વટાણાને 5 કલાક પાણીમાં પલાળી કુકરમાં 2 સીટીથી બાફી લો. વધુ ન બાફવા. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં વાટેલા આદુ-મરચાની પેસ્ટ સાંતળો. ત્યાર બાદ તેમાં ડુંગળી ટામેટાની પેસ્ટ નાખી મિશ્રણ બદામી થાય તેમ સાંતળો. પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરુ ,ગરમ મસાલો મીઠું અને થોડુંક પાણી ઉમેરી મસાલાને સાંતળો.

મસાલો તેલ છોડે એટલે તેમાં બાફેલા વટાણા નાખો. પછી બેસનમાં પાણી નાખી પેસ્ટ બનાવો અને સેવ ઉસળ માં ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ઉસળને ઉકાળો . સારી રીતે ઉકળે ત્યારે તેમાં સમારેલા ધાણા ભભરાવો. પીરસતી વખતે એક વાડકીમા વટાણાની ગ્રેવી લઈને ઉપરથી સેવ અને ડુંગળી નાખી, લસણ ની ચટણી અને લીંબૂ નીચવી અને ગરમા ગરમ સર્વ કરો. સેવ ઉસળ સાથે બ્રેડ કે પાવ સર્વ કરો. સેવઉસળ પર ચીઝ નાખી ચીઝ સેવઉસળ બનાવી શકો છો બટર નાખી બટર સેવઉસળ બનાવી શકો છો.