શા માટે કોઈપણ નવું કાર્ય કરતાં પહેલાં પાડવામાં આવે છે સ્વસ્તિક,જાણો તેની પાછળનું કારણ.

0
160

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, સનાતન ધર્મમાં જ નહીં, પરંતુ બધા જ ધર્મોમાં સાથિયાને સૌથી પવિત્ર અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. સાથિયાને સુદર્શન ચક્રનું પ્રતીક પણ માનવામાં આવે છે. સાથિયાને સ્વાસ્તિક પણ કહેવાય છે.સાથિયા વગર હિન્દુઓનું કોઈ કાર્ય સારું સિદ્ધ થતું નથી. સાથિયાને શુભ સંકેત પણ માનવામાં આવે છે.સત્ય, શાશ્વત, શાંતિ, મરણોત્તર જીવન, શુભતા અને સૌન્દર્યનું પ્રતીક પણ માનવામાં છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે સમૃદ્ધિનું સૂચક છે. તેની આસપાસના ચાર બિંદુઓ (ચાંદલાઓ)દિશાઓનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ ચાર શસ્ત્રનું ઘણું ધાર્મિક મહત્વ છે. તેઓ ચાર દિશાઓનું પ્રતીક માનવામાં આવે છે.

Advertisement

એવું માનવામાં આવે છે કે ચાર વેદો સિવાય તે ચાર પુરુષાર્થનું પ્રતીક પણ છે જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ શામેલ છે. ગણેશ પુરાણમાં જણાવ્યું છે કે સાથિયો ગણપતિનું જ સ્વરૂપ છે, તેથી કોઈપણ શુભ, કલ્યાણકારી કાર્યો સાથિયો બનાવીને જ શરૂ કરવામાં આવે છે. સાથિયામાં તમામ મુશ્કેલીઓને દૂર કરવાની શક્તિ છે. સાથિયો એ ભગવાન શ્રી રામ, કૃષ્ણના ચરણોમાં અને ભગવાન બુદ્ધના હૃદયમાં અંકિત કરયેલો છે.વાસ્તુદોષના નિવારણ માટે સાથિયો એક સારો ઉપાય છે કારણ કે તેના ચાર હાથ ચાર દિશાઓનું પ્રતીક છે અને તેથી આ નિશાની બનાવવી એ ચાર દિશાઓને સમાનરૂપે શુદ્ધ કરી શકે છે. જો તમારા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કોઈ પણ પ્રકારનું વાસ્તુ દોષ હોય, તો તમારે અહીં નકારાત્મક શક્તિને દૂર કરવા માટે નવ ઇંચ લાંબો અને પહોળો કંકુનો સાથિયો બનાવવો જોઈએ.

જો સાથિયો નો બનાવવો હોય તો તમે તેના બદલે ત્રામ્બા કે પિત્તળનો પણ સાથિયો મૂકી શકો છો. જો તમે તમારા ધંધામાં ખોટ આવતી હોય, તો તમારા કાર્યસ્થળના ઉત્તર દિશામાં એક ખૂણામાં સાત ગુરુવાર સુધી સૂકી હળદર લઈને સાથિયો બનાવશો તો તમને ફાયદો થશે.તેવી જ રીતે, ઉત્તર દિશામાં હળદરનો સાથિયાનું પ્રતીક બનાવીને, તમને તમારા કાર્યોમાં સફળતા મળશે. નવા ઘર અથવા મકાનને બુરી નજરથી બચાવવા માટે,ઘરની બહાર કાળા રંગનો સાથીઓ બનાવવામાં આવે છે. આવે છે. એવું માનવામાં આવે છે કે કાળા કોલસાથી બનેલો સાથિયો નકારાત્મક શક્તિઓ, બુરી આત્માઓ અને ભૂત વગેરેને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.

શું હોય છે સ્વસ્તિક ચિન્હ.સ્વસ્તિક ચિન્હ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને એને ભગવાન ગણેશ નું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક ચિન્હ ને સકારાત્મક ઉર્જા સાથે જોડીને જોવામાં આવે છે અને એને બનાવવાથી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. એટલા માટે કોઈ પણ પૂજા ને શરુ કરતા પહેલા સ્વસ્તિક ચિન્હ ને જરૂર બનાવવામાં આવે છે. સ્વસ્તિક સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી.સ્વસ્તિક ચિન્હ ને બનાવતી વખતે અમુક એની વસ્તુ હોય છે જેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. એટલા માટે તમે જયારે પણ સ્વસ્તિક ચિન્હ ને બનાવો તો આ બાબત નું ખાસ ધ્યાન રાખવું.

સ્વસ્તિક ચિન્હ બનાવતી વખતે તમારે આ વાત નું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ ઉલટું સ્વસ્તિક પૂજા કરતા સમયે ન બનાવવું. પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતા સમયે ઉલટું સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવતું નથી. જો તમારી કોઈ મનોકામના હોય તો તમારે મંદિર માં ઉલટું સ્વસ્તિક બનાવી દેવું. ઉલટું સ્વસ્તિક બનાવતા સમયે તમે તમારા મનમાં તમારી મનોકામના બોલી શકો છો અને જયારે તમારી મનોકામના પૂરી થઇ જાય તો તમારે મંદિર માં સ્વસ્તિક બનાવી દેવું.

સ્વસ્તિક ચિન્હ ને ફક્ત હળદર અને તિલક (લાલ સિંદુર) થી જ બનાવવું અને ભૂલેચૂકે પણ કાળા રંગથી સ્વસ્તિક ન બનાવવું. જયારે પણ તમે સ્વસ્તિક બનાવો તો તમારે આ વાત નું ધ્યાન જરૂર રાખવું કે સ્વસ્તિક એકદમ સીધું થવું જોઈએ. ઘરમાં ખરાબ નજર લાગી હોય તો ગોબર નું સ્વસ્તિક બનાવવું. એવું માનવામાં આવે છે કે ગોબર નું સ્વસ્તિક બનાવવાથી ખરાબ નજર દુર થઇ જાય છે અને ઘર માં કોઈ ની પણ ખરાબ અસર પડતી નથી.જે જગ્યા પર આ ચિન્હ ને બનાવવું હોય તે જગ્યા ને પહેલા સરખી રીતે સાફ કરી લેવી અને પછી જ આ ચિન્હ ને બનાવવું.પૂજા કરતા સમયે ચોખા થી પણ સ્વસ્તિક બનાવી શકાય છે. અને એની ઉપર સોપારી પણ રાખી શકાય છે.જે લોકોના જીવનમાં લગ્ન વિષયક સમસ્યાઓ ચાલી રહી હોય તે લોકોએ એમના પૂજા ઘરમાં હળદર નું સ્વસ્તિક બનાવી લેવું.

ગૃહ પ્રવેશ દરમિયાન તમે ઘરના મુખ્ય દરવાજા પર હળદર ની મદદ થી સ્વસ્તિક બનાવી શકો છો. જયારે હવન દરમિયાન કુમકુમ નું સ્વસ્તિક બનાવવાનું શુભ માનવામાં આવે છે. ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરની બહાર બે સ્વસ્તિક ચિન્હ બનાવી લેવું. એવું કરવાથી ઘર નું વાસ્તુ દોષ એકદમ સરખું થઇ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા નો પ્રવેશ થઇ જશે.ભારતીય દર્શન અનુસાર સ્વસ્તિકને ચાર રેખાઓને ચાર વેદ, ચાર પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક તથા ચાર દેવો અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ગણેશ સાથે તુલના કરવામા આવી છે. જૈન ધર્મમા સ્વસ્તિક તેમના સાતમા તીર્થકર પાર્શ્વનાથના પ્રતીક ચિન્હના રૃપમાં લોકપ્રિય છે. જૈન અનુયાયી સ્વસ્તિકની ચાર ભુજાઓને સંભાવિત પુનજન્મોના સ્થલ સ્થાનોના રૃપમા માને છે.

આ સ્થળ છે વનસ્પતિ અને પ્રાણીજગત, પૃથ્વી, જીવાત્મા અને નર્ક. બૌદ્ધ મઠમા પણ સ્વસ્તિકનુ ચિહ્ન જોવા મળે છે. જોર્જ વુડ્રાફે બૌદ્ધોના ધર્મચક્રને, યુનાની ફ્રાસ ક્રો તથા સ્વસ્તિકને સૂર્યનુ પ્રતીક પણ માનવામા આવે છે. ઇટાલી, મિલાન, રોમ, પામ્પિયા, હંગરી, યૂનાન, ચીન વગેરે દેશના નગરમાં સ્વસ્તિક હોય છે.મૈક્સમૂલર અનુસાર ઇસાઇ ધર્મમાં સ્વસ્તિકની માન્યતા સૂર્યની ગતિશીલતાનુ પ્રતીક છે. કેટલાક વિદ્રાનોના મત અનુસાર ફાંન્સ અને સ્વસ્તિકનો આધ્યાત્મિક અને દાર્શનિક અર્થ સંકેત સમાન મહત્વ ધરાવે છે. ઋગ્વેદની રુચામા સ્વસ્તિકને સૂર્યનુ પ્રતીક માનવામા આવે છે અને તેની ચાર ભુજાઓને ચાર દિશાઓની ઉપમા આપવામા આવી છે. સિદ્ધાન્તસાર ગ્રન્થમા તેને વિશ્વ બ્રહ્માંડનુ પ્રતીક ચિત્ર માનવામા આવે છે.

તેના મધ્ય ભાગમા વિષ્ણુની કમલ નાભિ અને રેખાઓને બ્રહ્માજીના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદોના રૃપમા નિરુપિત કરવામા આવ્યા છે. અન્ય ગ્રંથોમા ચાર યુગ, ચાર વર્ણ, ચાર આશ્ર્મ અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચાર પ્રતિફળ પ્રાપ્ત કરનાર સામાજીક વ્યવસ્થા અને વૈયત્કિક આસ્થાને જીવંત રાખનાર સંકેતોને સ્વસ્તિકમા ઓતપ્રોત બતાવામા આવ્યા છે.આ ચિન્હની મીમાંસા કરીએ તો સ્વસ્તિકનો અર્થ સારુ અને મંગળ કરનાર થાય છે.સ્વસ્તિક અર્થાત કુશળ અને કલ્યાણ. કલ્યાણ શબ્દનો અર્થ તમામ પ્રશ્નોના ઉત્તરમા કરવામા આવ્યો છે. સંસ્કૃતમાં સુ અસ ધાતુથી સ્વસ્તિક શબ્દ બનતો હોય છે. સુ અર્થાત સુંદર, શ્રેયસ્કર, ઉપસ્થિત, અસ્તિત્વ જેમા સૌદર્યને શ્રેયરસનો સમાવેશ થયેલો છે તે સ્વસ્તિક છે.

હિન્દુ ધર્મમાં કોઇ પણ શુભ પસંગ હોય ત્યારે સ્વસ્તિક અવશ્ય દોરવામા આવે છે તેની આજુબાજુ ફૂલ મુકવામા આવે છે અને તેમા વચ્ચે ચાર કુંકુના તિલક પણ કરવામા આવે છે. દિવો પણ આ સ્વસ્તિકની બાજુમા મુકવામા આવે છે. સ્વસ્તિક લાલ રંગની કંકુથી દોરવામા આવે છે. લાલ રંગમંગળ ગ્રહનો છે જે સ્વંયમા સાહસ, પરાક્રમ, બળ અને શક્તિનુ પ્રતીક છે.આ સજીવનતાનુ પ્રતીક છે જે આપણા શરીરમાં વ્યાપ્ત થઇને શક્તિનો પોષક છે. પુરાણોમા સ્વસ્તિકને વિષ્ણુના સુદર્શન ચક્ર માનવામાં આવે છે. તેમાં શક્તિ, પ્રગતિ અને સુંદરતાનો સમન્વય જોવા મળે છે. તેના સમન્વયથી જીવન અને સંસાર સમુદ્ધ બને છે. જે ઘરમા નિયમિત સ્વસ્તિકના ચિહ્ન દોરવામા આવે છે તે ઘર પવિત્ર ગણાય છે અને દેવીદેવતાઓ પણ પ્રસન્ન રહે છે.

Advertisement