દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવા માટેના કોઈક ને કોઈક દિવસ જરૂર હોય છે અઠવાડિયાના સાતે દિવસ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવા માટે વિશેષ માનવામાં આવ્યા છે શનિવારનો દિવસ પણ શનિદેવની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો આપણે જ્યોતિસ શાસ્ત્ર અનુસાર જોઈએ તો શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેના પાછળનું મુખ્ય કારણ એ છે અને કે શનિદેવ વ્યક્તિના કર્મના આધાર પર જ ન્યાય કરે છે.અને એ વ્યક્તિને ફળ પ્રદાન કરે છે દરેક વ્યક્તિ શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માંગે છે અને ઘણાં લોકો છે જે શનિદોષથી મુક્તિ મેળવવા માટેના ઉપાયોનો સહારો લે છે.
આજે અમે આ પોસ્ટના માધ્યમથી થોડી એવી વસ્તુઓ જણાવા જઈ રહ્યા છીએ જે શનિદેવને ખૂબ પસંદ છે.એવું કહેવામાં આવે છે કે શનિવારના દિવસે શનિદેવને આ વસ્તુઓ અર્પિત કરવામાં આવે તો એ વ્યક્તિનું નસીબ બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓનું સમધનથી શકે છે.આવો જાણીએ શનિદેવને કંઈ વસ્તુઓ અર્પિત કરવું જોઈએ.
જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સખત મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળી શકતી કે શનિદેવના ખરાબ પ્રભાવને કારણે તમારા જીવનમાં પરેશાનીઓ ઉતપન્ન થઈ રહી છે તો આવી સ્થિતમાં તમે સરસોનું તેલનો ઉપાય કરી શકો છો.એવું કહેવામાં આવે છે કે શનિદેવને સરસોનું તેલ અર્પિત કરવામાં આવે તો શુભ ફળમળે છે જો તમે શનિવરમાં દિવસે લોંખડના વાસણમાં સરસવનું તેલ નાખીને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખીને પોતાનો ચેહરો જોઈને કોઈ નિર્ધન વ્યક્તિને દાન કરો છો કે પછી પીપળાના ઝાડ નીચે મૂકી દો છો તો શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે એના સિવાય પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાનું પણ શુભ માનવામાં આવે છે.
જો તમે ધનની સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છો તો આવી સ્થિતિમાં તમે કાળી અડદની દાળ કે કાળા તલનો ઉપયોગ કરો તમે શનિવાર સાંજે સવા કિલો કાળી અડદની દાળ અને કાળા તલ નિર્ધન વ્યક્તિને દાન કરો આ ઉપાય તમારે પાંચ શનિવાર કરવાનો રહેશે.
જો તમે શનિવારની સાંજે પોતાના ઘરના મુખ્ય દ્વાર આગળ U આકારની ઘોડાની નાળ લગાવો છો તો તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તમે ઘોડાની નાળને શુક્રવારે લઈ આવો અને સરસવના તેલમાં ધોઈને શુદ્ધ કરી લો અને તેને શનિવારના દિવસે મુખ્ય દ્વાર પર લગાવો આ ઉપાયને કરવાથી ઘર પરિવરમાં થતા વાદ વિવાદ દૂર થાય છે.
જો કોઈ વ્યક્તિને શનિદેવના ખરાબ પ્રભાવને કારણે શારીરિક પીડા કે દુર્ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે તો એવામાં શનિવારના દિવસે લોંખડની વીંટી સરસવના તેલમાં થોડી વાર માટે રાખીને તેને ચોખ્ખા પાણીથી ધોઈને પછી તેને જમણા હાથની મધ્યમ આંગળીમાં પહેરી લો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.