શરરી આપવા લાગે આ સંકેત તો સમજી લેજો તમને છે ફેફસાં નું કેન્સર, જાણીલો આ સંકેતો વિશે……

0
152

નમસ્કાર મિત્રો આજે આ લેખમા હુ તમારા માટે એક નવી માહિતી લઈને આવ્યો છુ મિત્રો કેન્સરનું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે અને ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્સકપણે બચી શકાય છે અને આજે અમે તમને જણાવીશું કે કેન્સર શા માટે થાય છે અને કોને કેન્સર થવાની શક્યતા વધુ હોય છે તેમજ તેના નિદાન માટે કઇ તપાસ કરાવવી જોઇએ અને તેના લક્ષણો શું હોય છે એની સારવાર કઇ રીતે થાય છે.

મિત્રો દુનિયાભરમાં મોટાભાગનાં દેશોમાં અને ભારતમાં પણ ફેફસાના કેન્સરના કિસ્સાઓ વધી રહયા છે તેમજ ફેફસાના કેન્સર થવાના કારણો અને એના સમયસરના નિદાન માટેના લક્ષણો તેમજ એના ઉપાયો અંગે અહીં વિગતવાર ચર્ચા કરી રહ્યા છે મિત્રો ફેફસાના કેન્સરનું નિદાન સમયસર કરવામાં આવે તો એને કારણે મૃત્યુ પામનાર લોકોનું પ્રમાણ ઘટાડી શકાય છે અને એટલું જ નહી પરંતુ એની સારવાર પણ શરૂઆતના તબક્કામાં ઓછી ખર્ચાળ અને સરળ બને છે.

મિત્રો કેન્સરનું નામ સાંભળીને જ ઘણા લોકોને ડર લાગવા લાગે છે અને કોઈ પણ પ્રકારનું કેન્સર હોય પણ આવી સ્થિતિમાં બચવાની ક્ષમતા ઘટી જાય છે અને આજકાલ વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી અને એ પછી લાંબા સમયે ઘણી મોટી બીમારી પણ થઇ શકે છે જેમ કે કેન્સર જેવી બીમારી માંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બની જાય છે.મિત્રો આજકાલ લોકોમાં ધ્રુમપાનની આદત ખૂબ જ વધી રહી છે જેના કારણે ફેફસાંના કેન્સરની સમસ્યા આ દિવસોમાં સૌથી વધારે જોવા મળે છે તેમજ ફેફસાંના કેન્સરના શરૂઆતમાં પહેલા જ સ્ટેજ પર જાણી લેવાથી તેનાથી છુટકારો મેળવી શકાય છે તો ચાલો જાણી લઈએ ફેફસાંના કેન્સરના શરૂઆતના લક્ષણો કયા હોય છે.

મિત્રો મોટાભાગે ફેફસાના કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો જેમા શ્વાસનું ઝડપી ચાલવું તેમજ શરીરના કેટલાક ભાગમાં દુખાવો થવો કફ સાથે લોહી આવવું તેમજ ચામડીનો રંગ સામાન્યથી અલગ દેખાય છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમજ શ્વાસ લેતી વખતે અવાજ આવવો,સતત વજન ઘટવું,અવાજમાં ફેરફાર થવો,કંઈક ખાતા સમયે દુખાવો થવો,સતત થાક અને નબળાઇ,મોટાભાગે સ્વાસ્થ્ય બગડતું રહેવું,ચહેરા અને ગળાની નસોમાં સોજો આવવો ફેફસાના કેન્સરના મુખ્ય લક્ષણો છે

ફેફસાંના કેન્સરની સારવાર.

મિત્રો ફેફસાના કેન્સરના બીજા તબક્કા દરમિયાન સારવાર આ વાત પર નિર્ભર કરે છે કે કેન્સર ફેફસામાં કઇ જગ્યા પર છે અને તેનું કદ કેટલું મોટું છે અને જો દર્દીની ઉંમર અને દર્દીને કોઈ અન્ય ગંભીર રોગ છે કે નહીં તેના પર આધાર રાખે છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના ડોકટરો ઉપચારની ઘણી જુદી જુદી પદ્ધતિઓની એક સાથે સારવાર માટે સ્ટેજ 3 ફેફસાના કેન્સરનો ઉપયોગ કરે છે આ સારવારમા સર્જરી,કિમોથેરાપી,રેડિએશન થેરેપી,લેઝર થેરપી, ઇમ્યુનોથેરાપી,ઇન્ડસ્કોપિક સ્ટેન્ટનો સમાવેશ થાય છે.

આ વાતોનું રાખવું ખાસ ધ્યાન.

મિત્રો તેમા તમારે સ્વાસ્થ્ય નું ખુબ જ ધ્યાન રાખવું પડે છે અને કોઈ ગંભીર અને જીવલેણ રોગની સારવાર કરતી વખતે ડોકટરો પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે પરંતુ સમાન પ્રકારની સારવાર કેટલાક લોકો માટે એક વરદાન બની જાય છે તો પછી કેટલાક લોકો આ સારવાર પછી પણ બચી શકતા નથી કેન્સર વ્યક્તિના શરીરમાંથી સંપૂર્ણપણે પસાર થશે કે નહીં અથવા દર્દીને તબીબી સારવાર કેટલી હદે મળશે તે તેના આરોગ્ય અને શરીર પર આધારિત છે.