સુશાંતના આપઘાત પાછળ રિયા અને મહેશ ભટ્ટ નો ચોક્વનારો ખુલાસો, જાણીને તમે પણ ચોકી જશો…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો સુશાંત સિંહ રાજપુતના આપઘાતને ઘણો સમય થઇ ગયો છે તો પણ હજુ તેના મૃત્યુની અટકળો વારંવાર કોઈને કોઈ નવો વળાંક લઈ રહ્યો છે સુશાંત બોલિવુડ નો ખુબજ પ્રતિભાશાળિ અભિનેતા હતો અને તેના મૃત્યુના સમાચારે બોલિવુડના ઘણા લોકોને હચમચાવી નાખ્યા હતા તેમજ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી અને આ આત્મહત્યા પાછળનું કોઈ ચોકક્સ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને પોલીસને પ્રારંભિક માહિતીમાં જણાવ્યું હતું કે તે ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતો લોકોએ આ સમાચારને જોરશોરથી વાંચ્યા અને આંચકો પણ આવ્યો હતો કારણ કે સુશાંત તેની કારકિર્દીમાં સારો દેખાવ કરી રહ્યો હતો.

Advertisement

મિત્રો 34 વર્ષનાં રાઈઝિંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી શું તે ડિપ્રેશનમાં હતો કે તેને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો આ ગુત્થીનો ઉકેલ લાવવા માટે પોલીસે તપાસને ખુબજ તેજ કરી દીધી છે તેમજ સુશાંતનાં પરિવારનાં લોકો અને તેમના ફેન્સનુ માનવું છે કે તે આત્મહત્યા કરનારા લોકોમાંથી ન હતો અને તેને ઉશ્કેરીને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે હવે તેને ન્યાય અપાવવા માટે ઓનલાઈન પિટીશન ચાલી રહી છે અને કેસ પણ કરવામાં આવ્યો છે તેમજ સુશાંત ને ન્યાય અપાવવા ઘણા લોકો સામે આવી રહ્યા છે સુશાંતના મૃત્યુ પછી પોલિસ ખુબજ ચોક્સાઇ થી તેમના કેસની તપાસ કરી રહી છે.

હવે સુશાંત કેસમાં CBI તપાસ કરી રહી છે અને સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં ફરિયાદ કર્યા બાદ રોજ કંઈક નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે આ કેસની તપાસ ઘણી વધારે ઝડપથી થઈ રહી છે. તેમજ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે જેમા હવે મહેશ ભટ્ટ અને રિયા વચ્ચેનો એક ખુલાસો સામે આવ્યો છે જે સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે અને જ્યારે સુશાંત સિંહ રાજપૂત તેની બહેનના ઘરે ચંદીગઢ ગયો હતો ત્યારે રિયાએ મહેશ ભટ્ટ સાથે 92 મિનિટ સુધી વાત કરી હતી.

આ કોલ ડિટેલ રેકોર્ડમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની ગેરહાજરીમાં રિયા મહેશ ભટ્ટ સાથે વાતો કરતી હતી અને આ બન્ને વચ્ચે 20થી 25 જાન્યુઆરીમાં ખુબ વાતો થઈ હતી અને ખાસ વાત એ છે કે મહેશ ભટ્ટનું નિવેદન મુંબઈ પોલીસ પહેલાંથી જ રેકોર્ડ કરી ચૂકી છે અને જો કોલ ડિટેલની વાતો સાચી છે તો મહેશ ભટ્ટે રિયાને સાત વખત કોલ કર્યો હતો અને તેમા એક જ મહિનામાં રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે 92 મિનિટ વાતો થઈ છે ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથે રિયા ચક્રવર્તીએ એક વર્ષમાં ફોન પર 16 વાર વાતચીત કરી હતી.

હવે આ બધા ખુલાસા પછી નવા નવા સવાલો ઉદ્ભવી રહ્યા છે એક તો એ કે રિયા મહેશ ભટ્ટની કોઈ ફિલ્મમાં કામ કરવાની હતી નહી તો પછી બન્ને વચ્ચે આખરે આટલી લાંબી વાતો કેમ થઈ અને આ કેસની તપાસ માટે પટના પોલીસ તેનું નિવેદન લેવાની હતી પરંતુ એ પહેલાં જ વિનય તિવારીને મુંબઈ કોર્પોરેશને ક્વોરંટીન કરી નાંખ્યા હતા અને હવે જોવાનું એ રહ્યું કે આખરે રિયા સાથે કોણ મોટું માથુ મળીને આ બધા કારનામા કરી રહ્યું છે.

એ સિવાય રિયાની પુછપરછમાં જે માહિતી સામે આવી છે એની વાત કરીએ તો તેમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટના નામે માર્ચમાં પુરા થતા નાણાંકીય વર્ષ દરમિયાન 2 કરોડ 65 લાખ ટ્રાન્સફર કર્યા છે અને સુત્રોએ આપેલી માહિતી અનુસાર સુશાંતે તેની મોટી બહેનના નામે સાડા ચાર કરોડની FD કરાવી હતી જો કે રિયાને આ વાતની જાણ થતા તેણે તેના ભાઇ સાથે મળીને અઢી કરોડની રકમ ઉપાડી લીધી હતી અને આથી FDમાં બે કરોડ જ રહ્યા હતા.

ફિલ્મસ્ટાર રિયા ચક્રવર્તીની છેલ્લા એક વર્ષની કૉલ ડિટેઇલ્સ પરથી માલૂમ પડ્યું હતું કે તે તેના પરિવાર મહેશ ભટ્ટ જેવી બૉલીવુડ હસ્તીઓ તથા સિદ્ધાર્થ પિઠાની વગેરે જેવા સુશાંત સિંહ રાજપૂતના મિત્રો સાથે નિયમિતપણે સંપર્કમાં હતી ઈડીએ શુક્રવારે રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને એક્સ-મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી અને રિયા સુશાંતના મિત્રો તથા કેટલાક વ્યાવસાયિકો સાથે પણ સંપર્કમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

રિયાએ તેના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી સાથે ૧૧૯૨ વખત, ભાઈ સાથે ૧૦૬૯ વખત વાત કરી હતી પરંતુ સુશાંત સાથે માત્ર ૧૪૫ વખત અને તેની બહેન રાની સાથે ચાર વખત વાત કરી હતી અને જ્યારે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે ૨૮૭ વખત વાત કરી હતી અને આ સિવાય બૉલીવુડ હસ્તીઓમાંથી તેણે તેના મેન્ડર અને ફિલ્મસર્જક મહેશ ભટ્ટ સાથે ૧૬ વખત વાત કરી હતી જેમાંથી ૭ વખત ઇનકમિંગ કૉલ્સ આવ્યા હતા અને ૨૩ વખત અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે અને ૨૨ વખત ટેલન્ટ મેનેજર ઉદય સિંઘ ગૌરી સાથે વાત કરી હતી.

Advertisement