શ્રીફળ વધેરતાં સમય એ ક્યારેયનાં કરો આ ભૂલ નહીં તો થઈ જશો કંગાળ,જાણીલો ફટાફટ…….

0
518

આપણે જ્યારે કોઈ મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે ભગવાનને શ્રીફળ વધેરીએ છીએ.ત્યાર બાદ ભગવાનને અર્પણ કરીને તેને પ્રસાદ તરીકે વહેંચીએ છીએ.આ સિવાય લગ્ન, તહેવાર, ગૃહ પ્રવેશ, નવા વાહનની ખરીદી નવી ઓફિસ કે ઉદ્યોગ ધંધાની શરૂઆતમાં પણ આપણે શ્રીફળ વધેરીએ છીએ.મોટા ભાગના લોકો ભગવાનને શ્રીફળ વધેરીને ધરાવે છે પરંતુ આવું શા માટે કરે છે જાણતા હોતા નથી શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે તે જાણીએ એક સમય એવો હતો જ્યારે ભગવાનને પશુબલિ આપવામાં આવતી હતી. ધીરે-ધીરે પશુબલિ આપવાની બંધ થઈ અને તેની જગ્યા શ્રીફળ હોમવાની કે વધેરવાની શરૂઆત થઈ. શ્રીફળ વધેરતાં પહેલાં તેના ઉપરનાં છોતરાં કાઢી નાખવામાં આવે છે અને ચોટલી જ રહેવા દેવામાં આવે છે.છોલેલું શ્રીફળ માનવમસ્તક જેવું દેખાય છે અને આપણી અંદર રહેલા અહંકારના નાશના પ્રતીક તરીકે શ્રીફળ વધેરવામાં આવે છે.

Advertisement

શ્રીફળની અંદરનું પાણી એ આપણા અંદરની વાસનાઓ છે જે આપણા અહંકારના ફૂટવાથી વહી જાય છે અને મન રૂપી સફેદ મલાઈ કોપરું ભગવાનનાં ચરણોમાં ધરાવાય છે. આ રીતે પ્રભુનાં ચરણોના સ્પર્શથી શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે અને તેને વહેંચવામાં આવે છે. પૂજામાં સુશોભિત કળશ ઉપર શ્રીફળને મૂકીને તેને ફૂલહાર પહેરાવીને પૂજવામાં આવે છે. વાસ્તુ-નવચંડીમાં યજ્ઞાકુંડમાં શ્રીફળ હોમવામાં આવે છે. આ સિવાય શ્રીફળ નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે.

તે સમુદ્ર કિનારે ક્ષારવાળું ખારું પાણી ચૂસે છે અને મીઠું જળ આપણને આપે છેઆપણાં ઘરમા પૂજા-પાઠ નું કાર્ય હોય કે પછી નવા ઘરમા ગૃહપ્રવેશ કરવાનો હોય કે પછી નવી ગાડી હોય અથવા તો નવા વ્યવસાય નો પ્રારંભ કરવા જઈ રહ્યા હોય આ બધા જ શુભ કાર્યનો શુભારંભ આપણે ત્યાં હિંદુ સમાજમા શ્રીફળ વધેરીને જ કરવામાં આવે છે.શ્રીફળ ને આપણી પૌરાણિક ભારતીય સંસ્કૃતિ અનુસાર અત્યંત શુભ અને મંગલમયી માનવામા આવે છે તેથી જ પૂજન, પાઠ તથા અન્ય શુભ કાર્યોમા શ્રીફળ નો ઉપયોગ કરવામાં આવે છે.હિંદુ પરંપરામા શ્રીફળ એ સુભાગ્ય તથા સમૃદ્ધિ ની નિશાની ગણાય છે.શ્રીફળ એ આપણી આ ધરા પર સૌથી વધુ પાવન ફળો મા નું એક ફળ છે.તેથી જ તો લોકો પ્રભુ ને શ્રીફળ અર્પણ કરે છે અને આ શ્રીફળ અર્પણ કર્યા બાદ તેને તે પ્રસાદ સ્વરૂપે લોકોમા વહેંચી આપે છે પરંતુ મિત્રો તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આખરે આ બધા શુભ પ્રસંગો મા પ્રભુ ની સમક્ષ આખરે શ્રીફળ જ શા માટે વધેરવામા આવે છે તો મિત્રો આપણો આજ નો આ લેખ તમને જણાવશે કે, શા માટે દરેક શુભ કાર્ય પૂર્વે શ્રીફળ વધેરવામા આવે છે.જો તમને આ વિશે ખ્યાલ ના હોય અને તમે પણ આ પાછળ નું રોચક કારણ જાણવા ઇચ્છતા હોવ તો આ લેખ સંપૂર્ણપણે વાંચવો.

એવું કહેવાય છે કે વિશ્વામિત્ર એ શ્રીફળ ના નિર્માતા છે. શ્રીફળ આપણ ને ઘણું બધું શીખવે છે. તેથી કોઈપણ કાર્ય ના પ્રારંભ મા શ્રીફળ વધેરવામા આવે છે. તમે જોયું હશે કે શ્રીફળ ની સૌથી ઉપરની પરત અત્યંત જટિલ હોય છે. તેને ઉતારવા માટે આપણે અત્યંત પરિશ્રમ કરવો પડતો હોય છે. જે આપણને સમજાવે છે કે કોઈપણ કાર્ય નો પ્રારંભ કરીએ ત્યારે તેમાં અત્યંત પરિશ્રમ કરવો પડતો હોય છે.આ શ્રીફળ ની ઉપરની પરત એટલે કે તેના પર ની છાલ કે છોતરા એવું જ દર્શાવે છે કે , જ્યારે પણ તમે કોઈપણ કાર્ય નો પ્રારંભ કરો છો ત્યારે તમારે શરૂઆત મા ખુબ જ વધુ પડતો પરિશ્રમ કરવો પડે છે ત્યારબાદ શ્રીફળ ની એક પરત કડક હોય છે તો એક પરત નરમ હોય છે અને ત્યારબાદ સૌથી અંદર ના ભાગે પાણી હોય છે. જેને અત્યંત પવિત્ર ગણવામા આવે છે અને તે પાણીમા કોઈપણ પ્રકાર નું મિશ્રણ જોવા મળતું નથી. તમને જો ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે , શ્રીફળ એ પ્રભુ ગણેશ નું પ્રિય ફળ છે.તેથી જ તમે જ્યારે પણ નવું ઘર અથવા ગાડી ની ખરીદી કરશો ત્યારે તે સમયે સૌપ્રથમ શ્રીફળ વધેરવામા આવે છે.

શ્રીફળ નું પાણી જ્યારે ચારેય દિશામા ફેલાય છે ત્યારે આજુબાજુ મા રહેલી તમામ નેગેટિવ એનર્જી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. એવી માન્યતાઓ છે કે પૌરાણિક સમય મા જ્યારે મનુષ્યો તથા પશુઓ ની બલી ચડાવવી ખુબ જ સામાન્ય વાત ગણવામા આવતી હતી. ત્યારે આદી ગુરુ શંકરાચાર્યએ આ અયોગ્ય પરંપરા તોડી અને મનુષ્ય તથા પશુઓ ની જગ્યાએ શ્રીફળ ફોડવાની પરંપરા નો પ્રારંભ કર્યો.નારિયલ અમુક હદ સુધી મનુષ્ય ના મગજ ની સંરચના સાથે સંકળાયેલું છે. આ શ્રીફળ ની જટા ની તુલના મનુષ્ય ના વાળ સાથે તથા તેની કઠોર પરત ની તુલના મનુષ્ય ની ખોપરી સાથે અને નારિયલ પાણી ની તુલના રક્ત સાથે કરવામાં આવી છે.

આ ઉપરાંત શ્રીફળ ના સફેદ પરત ની તુલના મનુષ્ય ના મગજ સાથે કરવામા આવી છે. શ્રીફળ ને ફોડવું એટલે આપણા અહંકાર ને તોડવું. જ્યારે તમે શ્રીફળ વધેરો છો તો તેનો અર્થ એવો થાય છે કે તમે પોતાની જાત ને આ સૃષ્ટિ મા સંમિલિત કરી છે.શ્રીફળ મા સમાવિષ્ટ આ ત્રણ ચિન્હો પ્રભુ ના નેત્રો માનવામાં આવે છે. તેથી જ કહેવાય છે કે શ્રીફળ ફોડવાથી મહાદેવ આપણાં મન ની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરે છે.

શ્રીફળ ની અંદર રહેલા સફેદ ભાગ ને આપણે ટોપરું અથવા સેશ તરીકે પણ ઓળખીએ છીએ. શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે અને પૌરાણીક માન્યતાઓ મુજબ લક્ષ્મી વગર કોઈપણ શુભ કાર્ય પુર્ણ નથી થતું. તેથી શુભ કાર્યોમા શ્રીફળ ઉપયોગ આવશ્યકપણે કરવામાં આવે છે.શ્રીફળ ના વૃક્ષ ને સંસ્કૃત ભાષામા કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામા આવે છે અને એવું કહેવાય છે કે કલ્પવૃક્ષ તમારા મન ની દરેક ઈચ્છા ને પૂર્ણ કરે છે પૂજાપાઠ પૂર્ણ થયા બાદ જ્યારે શ્રીફળ ફોડી ને તેને પ્રસાદ સ્વરૂપે લોકોમા વહેંચી દેવામા આવે છે. તો મિત્રો આ લેખ વાંચ્યા બાદ હવે તમને સમજાઈ ગયું હશે કે કોઈપણ શુભ કાર્ય નો શુભારંભ કરતા પૂર્વે શ્રીફળ શા માટે ફોડવામાં આવે છે.

Advertisement