શું તમે જાણો છો પગમાં શા માટે નથી પહેરવામાં આવતું સોનું જાણીને તમે પણ ચોંકી જશો

0
278

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લગ્ન દરમિયાન સોનાના ઘરેણા પહેરવાની પરંપરા આપણા દેશમાં સદીઓથી ચાલી રહી છે. શાસ્ત્રોમાં, સોનાને પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને શુભ પ્રસંગોએ સોનું પહેરવું સારું ફળ આપે છે. આ જ કારણ છે કે જ્યારે પણ લગ્ન થાય છે, ત્યારે આ ધાતુનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે અને દુલ્હનને સોનાના આભૂષણથી શણગારવામાં આવે છે.શાસ્ત્રોમાં સોનાના ઘરેણા પહેરવા અંગે ઘણા નિયમો આપવામાં આવ્યા છે. નિયમો અનુસાર આ ધાતુને ક્યારેય કમરની નીચે પહેરવી ન જોઈએ. આ ધાતુ પગમાં પહેરવી અશુભ છે. આ જ કારણ છે કે પાયલ અને માછલીઓ સોનાને બદલે ચાંદીના બનાવવામાં આવે છે.

Advertisement

પગમાં સોનું ન પહેરવા સાથે જોડાયેલા ધાર્મિક કારણો: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાયલ પહેરવાની જગ્યા કેતુનું સ્થન છે. જો કેતુમાં શીતળતા ન હોય તો તે હંમેશાં નકારાત્મક વિચારસરણી પ્રદાન કરે છે. તેથી આ જગ્યા પર શીતળતા જાળવી રાખવા માટે ચાંદીના પાયલ પહેરવામાં આવે છે.ભગવાન વિષ્ણુને સોનું ખૂબ જ પ્રિય છે અને સોનાને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેથી જ સોનું શરીરના નીચલા ભાગોમાં પહેરવું યોગ્ય નથી અને તે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવોનું અપમાન છે.

વૈજ્ઞાનિક કારણ: વિજ્ઞાનમાં પણ સોનાને પગમાં પહેરવું શ્રેષ્ઠ માનવામાં આવતું નથી. વૈજ્ઞાનિકોના મતે સોનાના આભૂષણો શરીરને ગરમ રાખે છે. જ્યારે ચાંદી શીતળતા પ્રદાન કરે છે. તેથી, ચાંદીના ઘરેણા પહેરવાથી શરીર ઠંડુ રહે છે અને સોનાના ઘરેણા શરીરને હૂંફ આપે છે. કમરથી ઉપર સોનું અને કમરની નીચે ચાંદી પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. જેનાથી અનેક બિમારીઓથી છુટકારો મળે છે. જ્વેલરી પહેરવાથી ઉર્જા માથાથી પગ તરફ અને પગથી માથા તરફ જાય છે.

બીજી બાજુ, જો કમરની ઉપર અને કમરની નીચે બંને ભાગોમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો તેનાથી શરીરમાં એક સમાન ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે શરીરને નુકસાન થાય છે અને અનેક રોગો પણ થઇ શકે છે.માનવામાં આવે છે કે ચાંદીની માછલીઓ પહેરવાથી પીરિયડ્સ નિયમિત હોય છે. માછલીઓ પગમાં એક્યુપ્રેશર તરીકે કાર્ય કરે છે. ચાંદીની પાયલ પહેરવાથી પગના હાડકામાં દુખાવો થતો નથી. તેથી જે મહિલાઓ પાયલ પહેરે છે તેમને સાંધામાં દુખાવો થવાની ફરિયાદ રહેતી નથી. આ ઉપરાંત ચાંદીની ધાતુ શરીરમાં લોહીનો સંચાર પણ સારી રીતે કરે છે.

સ્ત્રીઓ ઉપર સંતાનોપ્તીનો ભાર હોય છે. તેની પૂર્તતા માટે તેમણે ઘરેણા દ્વારા ઉર્જા અને શક્તિ મળતી રહે છે. માથામાં સોનું અને પગમાં ચાંદીના ઘરેણા ધારણ કરવામાં આવે, તો સોનાના ઘરેણા માંથી ઉત્પન થતી ઉર્જા પગમાં અને ચાંદીના ઘરેણા માંથી ઉત્પન થનારી ઠંડક માથામાં જતી રહેશે, અને જેમકે ઠંડી ગરમીને ખેંચી લેતી હોય છે.આવી રીતે માથાને ઠંડક અને પગને ગરમ રાખવાના મહત્વના સારવારના નિયમનું પૂરું પાલન થઇ જશે.

ઘરેણા પહેરતા પહેલા ધ્યાન રાખો.જો માથામાં ચાંદીના અને પગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે, તો આ પ્રકારના ઘરેણા ધારણ કરનારી મહિલાઓ ગાંડપણ કે કોઈ બીજા રોગોનો શિકાર બની શકે છે. એટલે કે માથામાં ચાંદી અને પગમાં સોનાના ઘરેણા ક્યારેય ન પહેરવા જોઈએ. જુના સમયની સ્ત્રીઓ માથા ઉપર સોનું અને પગમાં ચાંદીના વજન વાળા ઘરેણા ધારણ કરીને લાંબુ જીવન જીવતી અને સુંદર બનીને રહેતી હતી.

જો માથા અને પગ બન્નેમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો મસ્તિક અને પગ માંથી એકસરખી બે વિદ્યુત ધારાઓ પ્રવાહિત થવા લાગશે, જેના એક બીજા સાથે ઘર્ષણથી જેવી રીતે બે રેલ ગાડીઓનું એક બીજા સાથે ટકરાવા જેવું નુકશાન થાય છે તેવી જ અસર આપણા આરોગ્ય ઉપર પણ થશે.જે પૈસાદાર કુટુંબની મહિલાઓ માત્ર સોનાના ઘરેણા વધુ ધારણ કરે છે અને ચાંદીના પહેરવા ઠીક નથી સમજતી, તે તેના કારણે જ કાયમી રોગથી ઘેરાયેલ રહે છે.

ધાતુઓમાં ભેળસેળ છે ખતરનાક.વિદ્યુતનો વિજ્ઞાન ઘણું જટિલ છે. થોડી એવી ગડબડના પરિણામે કંઈક ને કંઈક થઇ જાય છે. જો સોનાની સાથે ચાંદીને પણ ભેળવીને આપવામાં આવે તો કઈક બીજા જ પ્રકારની વિદ્યુત બની જાય છે. જેવી કે ગરમીથી શરદીની જોરદાર મિલનથી સરભર થઇ જાય છે અને સમુદ્રમાં તોફાન ઉત્પન થઇ જાય છે.

આ પ્રકારે જે સ્ત્રીઓ સોનાના પતરાને ખોળ બનાવીને અંદર ચાંદી, તાંબા કે જસતની ધાતુઓ ભરાવરાવીને કડા, હંસલી વગેરે ઘરેણા ધારણ કરે છે, તે ખરેખરમાં તો ખુબ જ મોટી ભૂલ કરે છે. તે જાહેર રોગોને અને વિકૃત્તિઓને આમંત્રિત કરવાનું કામ કરે છે.ઘરેણામાં કોઈ વિપરીત ધાતુના ટાંકા માંથી પણ ગડબડ થઇ જાય છે એટલે કે કાયમ ટાંકા રહિત ઘરેણા પહેરવા જોઈએ અથવા જો ટાંકા હોય તો તે ધાતુના હોવા જોઈએ જેના ઘરેણા બનેલા હોય.

નાક અને કાનના ઘરેણાથી ફાયદા.વિદ્યુત હમેશા માથા અને કિનારી તરફથી પ્રવેશ કરે છે. એટલે કે મસ્તિકના બન્ને ભાગોને વિદ્યુતથી પ્રભાવશાળી બનાવે છે, તો નાક અને કાનમાં છિદ્ર કરીને સોનું પહેરવું જોઈએ. કાનમાં સોનાની બાલીઓ અથવા ઝૂમખાં વગેરે પહેરવાથી સ્ત્રીઓમાં માસિક ધર્મ સબંધી અનિયમિતતા ઓછી થાય છે, હિસ્ટીરિયા રોગમાં લાભ થાય છે અને આંતરડા ઉતરવા એટલે હર્નિયાનો રોગ થતો નથી.

નાકમાં નથની ધારણ કરવાથી નાસિકા સબંધી રોગ થતા નથી અને શરદી ખાંસીમાં રાહત મળે છે. પગની આંગળીઓમાં ચાંદીના વિછીયા પહેરવાથી સ્ત્રીઓમાં પ્રસુતિ પીડા ઓછી થાય છે. સાઈટીકા રોગ અને મગજના વિકારને દુર કરીને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. પાયલ પહેરવાથી પીઠ, એડી અને ગોથાનના દુ:ખાવામાં રાહત મળે છે. હિસ્ટીરિયાનો હુમલો પડતો નથી અને શ્વાસના રોગોની શક્યતા દુર થઇ જાય છે. તેની સાથે જ લોહીમાં શુદ્ધિ થાય છે અને મૂત્રરોગની તકલીફ રહેતી નથી.

કાન વિંધાવવાથી ફાયદા.ભારતીય સંસ્કૃતિના વૈદિક રીવાજમાં શણગાર એટલા માટે મહત્વપૂર્ણ છે. તેમાં કાન વિંધાવવાનું ખુબ મહત્વ છે. દરેક બાળકોને, પછી તે છોકરો હોય કે છોકરી, ત્રણથી પાંચ વર્ષની ઉંમરમાં બન્ને કાન વિંધાવીને કડી કે સોનાની બાલીઓ જુના સમયમાં પહેરાવી દેવામાં આવતી હતી. આ વિધીનો ઉદેશ્ય ઘણા રોગોના મૂળ બાલ્યવસ્થામાં જ ઉખાડી નાખતા હતા.

ઘણા અનુભવી મહાપુરુષોનું કહેવું છે કે આ ક્રિયાથી આંતરડું ઉતરવું, અંડકોશ વધવું અને પાંસળીઓના રોગ થતા નથી. નાના બાળકોને પાંસળીઓ વારંવાર ઉતરી જાય છે તો તેને અટકાવવા માટે નવજાત શિશુ જયારે છ દિવસનો હોય છે, ત્યારે કુટુંબના તેને હંસલી અને કડું પહેરાવે છે. કડું પહેરવાથી શિશુના સંકોચાયેલ હાથ પગ પણ ગુરુત્વાકર્ષણને કારણે સીધા થઇ જાય છે. બાળકોને ઉભા રહેવાની ક્રિયામાં પણ કડું શક્તિ આપનાર હોય છે.

Advertisement