શુ તમે જાણો છો,આપણે આ વૈજ્ઞાનિક ના કારણે જ વીડિયો અને ફિલ્મો જોઈ શકીએ છીએ જાણો..

0
83

આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ આધુનિક થઈ ગયો છે.અને આજકાલ દરેક લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.અને નવી નવી ટેકનોલોજી પણ આવવા લાગી છે.દરેક વસ્તુઓમાં આધુનિકતા આવી ગઈ છે.આજે સીનેમા અને વીડિયો આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે.સ્માર્ટફોનના જમાનામાં સરળતાથી વિવિધ એપ્સ દ્વારા  વીડિયો તૈયાર કરીને યુઝર્સ  વાઇરલ કરી શકે છે.પરંતુ શું તમે જાણો છો કે વીડિયો અને ફિલ્મો કોના કારણે જોઈ શકો છો,આ ટેકનોલોજી વિકસિત કરનારા એક મહાન વૈજ્ઞાનિક છે.

તેમનું નામજોસેફ એન્ટોની ફર્ડિનેંડ પ્લેટુ છે.પરંતુ આ ચલચિત્રની શોધ 200 વર્ષ પહેલા જોસેફ એન્ટોની ફર્ડિનેંડ પ્લેટુ જેવા વૈજ્ઞાનિકની  અથાક મહેનતનું પરીણામ છે.આથી જ તો તેમના ૨૧૮માં જન્મ વર્ષે યાદ કરીને ગુગલે ડૂડલ તૈયાર કર્યુ છે. જો કે નવાઇની વાત તો એ છે કે આજે જોસેફ એન્ટોની ફર્ડિનેંડ પ્લેટુ કોણ હતા એ ખૂબજ ઓછા લોકો જાણે છે.તો આજે અમે તમને આ લેખ દ્વારા એમના વિશે જાણકારી આપીશું.

ફર્ડિનેંડ પ્લેટુ એક વૈજ્ઞાનિક હતા.અને તેમને ફિલ્મો અને વીડિયો જોવાની શોધ કરી હતી.જાણો તેમને આ કેવીરીતે તૈયાર કર્યું હતું.બેલ્ઝિયમના આ ભૌતિક વૈજ્ઞાનિકે દ્વષ્ટી સાતત્યના નિયમના આધારે ફેનાકિસ્ટિસ્કોપ તૈયાર કર્યુ જેમાં ઇમેજ હલતી હોય તેવો ભાસ થતો હતો.આ એક પ્રકારનું એનિમેશન ડિવાઇસ પણ હતું.અને તેના દ્વારા કોઈ ચિત્ર હલતું હોય તેવો ભાસ થતો હતો.આ શોધના આધારે જ દુનિયાના પટલ પર સિનેમાનો આવિષ્કાર થયો હતો.

અને આપણે લોકો ફિલ્મો અને વિડિઓ જોઈ શકતા હતા. ફેનાકિસ્ટિકસ્કોપ ઉપકરણે મૂવિંગ ઇમેજનો ભ્રમ પેદા કર્યો જે મોશન પિકચરના જન્મ અને વિકાસ માટે જરુરી હતું. વિશ્વમાં સિનેમા આજે મનોરંજનનું સૌથી મોટુ માધ્યમ બન્યું છે.અને લાખો લોકો સિનેમા મનોરંજન નો લાભ લે છે. અબજો રુપિયાની ઇન્ડસ્ટ્રીઝ બન્યું છે જે  જે જોસેફના પ્રયાસોને આભારી છે.અને મનોરંજન જગતમાં તેમનો આ પ્રયોગ ખૂબ જ કામ આવ્યો છે.

જોસેફ પ્લેટુંન એ એક ખુબજ સફળ વૈજ્ઞાનિક હતા.અને તેમને જે શોધ કરી હતી તે આજે આપણને ખુબજ ઉપયોગમાં આવી રહી છે.આ સિવાય જોસેફ પ્લેટૂંનના પિતા ની વાત કરીએ તો જોસેફ પ્લેટૂના પિતા ફૂલો પર પ્રિન્ટિંગ જાણનારા આર્ટિસ્ટ હતા.અને તે ફૂલો ની ખૂબ જ સારી પેન્ટિંગ કરતા હતા.અને તે તેમના માટે એ જાણકાર પણ હતા.શરુઆતમાં જોસેફે પ્લેટૂએ લો નો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ફિઝિયોલોજીકસ ઓપ્ટિકસનો સ્ટડી કર્યો હતો.

આ પછી તેમને ઘણું બધું જાણવા મળ્યું હતું.તેમને આ સ્ટડી દરમિયાન માનવ રેટિના અને તેના પર પ્રકાશના રંગની અસર પર વધારે ભાર મૂકયો હતો.જોસેફે આ ક્ષેત્રમાં ખૂબજ મહેનત કરીને પરીણામ મેળવ્યું હોવાથી ૧૯ મી સદીના સૌથી પ્રભાવશાળી વિજ્ઞાનીઓમાં સમાવેશ થાય છે. અને તે ખુબજ સારા વૈજ્ઞાનિક તરીકે ઓળખવામાં આવે છે.તેમના રિસર્ચનું મુખ્ય ધ્યાન રેટિના પર ચિત્ર કેવી રીતે બને છે તેના પર હતું.અને તેમાં તેમને સફળતા મેળવી હતી.

આ સંશોધનના આધારે જ તેમણે સ્ટ્રોબોસ્કોપિક સાધન તૈયાર કર્યુ જેમાં બે ડિસ્ક વિપરિત દિશામાં ફરતી હતી. પ્રથમ ડિસ્કમાં એક સર્કલમાં નાની બારી જેવું હતું જયારે બીજી ડિસ્કમાં એક સીરિઝમાં એક ડાન્સર કરતી યુવતીની તસ્વીર હતી.અને તેમને ત્યારબાદ વિડિઓ બનાવવાનું નક્કી કર્યું હતું.આ પછી કોઇ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખ પર કેવી રીતે પડે છે એ જોવા માટે મહત્વનું હતું.

જોસેફ ના જીવનચરિત્ર ની વાત કરીએ તો તે એક ખુબજ સામાન્ય અને મધ્યમ વર્ગ ના પરિવારમાંથી આવતા હતા.જોસેફ પ્લેટૂનો જન્મ ૧૪ ઓકટોબર ૧૮૦૧માં બ્રેસલ્સ ખાતે થયો હતો જયારે  મુત્યુ ૧૫ સપ્ટેમ્બર ૧૮૮૩માં થયું હતું.જોસેફે ૧૮૨૯માં મેથ્સમાં ગ્રેજયુએટ થયા હતા.અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ઇસ ૧૮૨૭માં બ્રેસલ્સમાં મેથ્સ શિખવતા હતા અને પછી ૧૮૩૫માં ગ્રેંટ યૂનિવર્સિટીમાં ફિઝિકસ અને એપ્લાઇડ ફિઝિક્સના પ્રોફેસર બન્યા હતા.અને તેમને નોકરી ચાલુ કરી હતી.વિજ્ઞાન અને ગણિતના જાણકાર જોસેફ પોતાની બેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે આજના આધુનિક સિનેમાની શોધનો પાયો નાખ્યો હતો.અને તેમને ફિલ્મો અને વિડિઓ ની સંશોધન કરી હતી.ત્યારબાદ એ ખુબજ પ્રખ્યાત થઈ ગયા હતા.

આ ઉપરાંત જોસેફના વ્યવહારિક જીવનની વાત કરીએ તો જોસેફ પ્લેટોના આંખોની દ્રષ્ટી સાવ નબળી પડી ગઇ હતી.અને તેમને પહેલા કરતા ખૂબ જ ઓછું દેખાવા લાગ્યું હતું.તેમને જોવામાં ખૂબજ મુશ્કેલી પડતી હતી તેમ છતાં દ્વષ્ટી સાતત્યના પ્રયોગોનું કામ અવિરત ચાલું રાખ્યું હતું. આ કામમાં તેમના પુત્ર અને પુત્રીના પતિ (જમાઇ)એ ખૂબજ મદદ કરી હતી.અને તેમના જમાઈ એ આ સિદ્ધિ ઉપલબ્ધ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.