શું તમે જાણો છો બોલીવુડની સૌથી ચર્ચિત અભિનેત્રી દિવ્યા ભારતી નું મૃત્યુ કેવી રીતે થયું.

0
209

90 ના દાયકામાં બોલિવૂડમાં પરિવર્તનની એક લહેર ચાલી રહી હતી. આ તે સમય હતો જ્યારે નવા અને અનામિક, પરંતુ પ્રતિભાશાળી ચહેરા લોકોના પ્રિય બની રહ્યા હતા. આ ચેહરા માંથી એક હતી દિવ્ય ભારતી. દિવ્યા ખૂબ જ આશાસ્પદ અભિનેત્રી હતી. 90 ના દાયકામાં રહેલા લોકો હજી પણ દિવ્યનું સાત સમુંદર ગીત ગુનગુણાવતા હશે.

દિવ્ય ભારતી એ એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક હતી જેમણે નાની ઉંમરે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું હતું. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે તમિલ ફિલ્મ બોબીલી રાજામાં અભિનય કર્યો હતો.આ પછી,તેણે પાછળ વળીને જોયું નહીં.

તે સમયગાળાની સુપરહિટ શોલા ઓર શબનમ વિશ્વાત્મા દિલ આસના હૈ અને દીવાના જેવી ફિલ્મોમાં દિવ્યાએ તેની સફળતાનો ઝંડો લગાવ્યો હતો.જો કે ફક્ત 19 વર્ષની ઉંમરે તેની રહસ્યમય મોત એ તેની ઊડતી કારકીર્દિ પર બ્રેક લગાવી દીધી.અહીં અમે તમને દિવ્ય ભારતીના મૃત્યુને લઈને કેટલાક તથ્યો રજૂ કરવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્યે જ જાણતા હશો.

1.હત્યા કે આત્મહત્યા.

5 એપ્રિલ 1993 ની રાત દિવ્ય ભારતીની છેલ્લી રાત સાબિત થઈ કહેવાય છે કે મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડિંગમાંથી પડી જતા દિવ્યાનું મોત થયું હતું  કેટલાક લોકો માનતા હતા કે તે આત્મહત્યાનો મામલો છે.જ્યારે કેટલાક લોકને આ મોતમાં કાવતરું દેખાતું હતું.તેઓએ તેને નિર્દય હત્યાનો કેસ માનતા હતા. મુંબઈ પોલીસ આ કેસમાં પુરાવા એકત્રિત કરી શકી ન હતી અને 1998 માં આ કેસની ફાઇલ બંધ કરી દેવામાં આવી હતી.

2. .ષડયંત્રની કહાનીઓ.

આ સમગ્ર મામલાને કાવતરું તરીકે જોનારા લોકો દિવ્યા ભારતીના પતિ સાજિદ નડિયાદવાલા તરફ આંગળી ઉઠાવી રહ્યા હતા. આ મૃત્યુને અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ હોવાનું જોવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય એક થિયરી સૂચવે છે કે દિવ્ય ભારતીની સાજિદ સાથે વધતી નિકટતા અને ફિલ્મ જગતમાં અણધારી સફળતાએ તેને તેના માતાપિતાથી દૂર કરી દીધી હતી. આ જ કારણ છે કે તેણે તણાવમાં આત્મહત્યા કરી હતી. જે કંઈ પણ હોય દિવ્ય ભારતીના મોતનો મુદ્દો હજી પણ રહસ્ય જ છે.

3.કાળી રાત.

એવું કહેવામાં આવે છે કે રાત્રે આ ઘટના બની ત્યારે દિવ્ય ભારતીએ પોતાના માટે એક ફ્લેટ ખરીદ્યો હતો. આ ચાર બેડરૂમના ફ્લેટમાં તે તેના ભાઈ સાથે લાંબા સમય સુધી ચેટ કરી રહી હતી. તેના એક.દિવસ પહેલા જ તે ચેન્નાઈથી શૂટિંગ પૂરી કરીને ઘરે આવી હતી.5 એપ્રિલે દિવ્યાની ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં થવાની હતી, પરંતુ ફ્લેટ ખરીદવાના કારણે દિવ્યાએ આ દિવસે તેનું શૂટિંગ રદ કરી દીધું હતું અને બીજા દિવસે તારીખ આપી દીધી હતી. એમ પણ કહેવામાં આવે છે કે દિવ્યા ભારતીને પગમાં ઈજા થવાને કારણે શૂટિંગ મુલતવી રાખ્યું હતું. અહેવાલ મુજબ દિવ્યા આ દિવસે તેના વર્સોવા ફ્લેટમાં ડિઝાઇનર નીતા લુલ્લા અને તેના પતિ સાથે મળી હતી.વર્સોવામાં આ ફ્લેટ દિવ્યાના નામે નોંધાયેલ નથી.

4.ઘટના પહેલા.

નીતા લુલ્લા રાત્રે 10 વાગ્યે પતિ સાથે દિવ્યાના ફ્લેટમાં પહોંચી હતી.ત્રણેય ડ્રોઇંગ રૂમમાં બેઠા હતા અને સતત વાતો કરતા હતા.ત્યારબાદ દિવ્યા તેના કિચનમાં ગઈ.તે દરમિયાન નીતા અને તેનો પતિ ટીવી પર એક વીડિયો જોવામાં મગ્ન થઈ ગયા હતા.

5.ફ્લેટ પરથી પડવના ઠીક પેહલા.

દિવ્ય ભારતીનો ડ્રોઇંગરૂમ કનેક્ટેડ બાલ્કની નહી પરંતુ મોટી બારી હતી દુર્ભાગ્યે આ વિંડોમાં ગ્રીલ નહોતી અને તેની નીચે વાહનો પાર્ક કરવાની જગ્યા હતી ઘટના સમયે તે જગ્યાએ કોઈ કાર પાર્ક કરવામાં આવી ન હતી એવું કહેવામાં આવે છે કે કિચનમાંથી પાછા આવ્યા પછી દિવ્યા એ બારીની પાતળી દીવાલ પર બેસી ગઈ પરંતુ સંતુલન બગડતાં તે પાંચ માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ.

6.દિવ્યાની છેલ્લી ક્ષણ.

આટલી ઉંચાઈ પરથી નીચે પડ્યા બાદ દિવ્યા લોહીથી લથબથ પાર્કિંગ વિસ્તારમાં પડી હતી તેની પલ્સ ચાલુ હતી અને તેને જલ્દીથી મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

આજે દિવ્ય ભારતી આપણી સાથે નથી, પરંતુ તેણે કેટલીક સરસ ફિલ્મો કરી હતી. તેની યાદો હંમેશા આપણી સાથે રહેશે.