શું તમે જાણો છો સ્તન અને નિપ્પલ વિશેની આ રોચક વાત,નથી જાણતાં તો જાણીલો…..

0
764

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, મહિલાઓના સ્તન પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. જ્યારે પુરૂષો છોકરીઓ અથવા મહિલાઓ સાથે મળતા હોય છે. ત્યારે 20 ટકા પૂરૂષોનું ધ્યાન તેમના ચહેરા તરફ હોય છે. જ્યારે 80 ટકા લોકોની આંખો મહિલાના સ્તન પર જઈને અટકે છે. મહિલાઓના સુડોળ શરીરની ખૂબસુરતી વધારવામાં સ્તનની મુખ્ય ભૂમિકા હોય છે.

Advertisement

શરીરના અન્ય ભાગોની માફક અહીં પણ ચરબી જમા થતી હોય છે. યુવાનીમાં સ્તનમાં દૂધની ગ્રંથિઓ, ચરબી અને કોલેઝન હોય છે. જેના કારણે તે કઠોર રહે છે. ઉંમરની સાથે સાથે સ્તનને જોડાયેલા રાખતી ગ્રંથીઓ સંકોળાય છે અને તેની જગ્યાએ ચરબી જમા થઈ જાય છે. તેનાથી બચવા માટે મહિલાઓ બ્રાનો આકાર બદલીને પોતાને સુંદર અને આકર્ષિત બનાવી રાખવાની કોશિશ કરતી હોય છે.

જ્યારે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે, મહિલાઓના ડાબી તરફનું બ્રેસ્ટ સાઈઝ જમણી તરફના બ્રેસ્ટ કરતા મોટુ હોય છે. દરેક મહિલામાં આ વાત નોર્મલ હોય છે. આ સાથે જ સ્તનોની સાઈઝ અને નિપ્પલની સાઈઝ અને ડાયરેક્શન પણ એક સમાન હોતા નથી.મહિલાઓના સ્તનનો સરેરાશ વજન 0.5 કિલોગ્રામથી હોય છે અને તે મહિલાના સમગ્ર શરીરની ચરબીના 4થી 5 ટકા જ હોય છે. જ્યારે આખી બોડીના એક ટકા જ હોય છે. મહિલાઓની ઉંમર નાનપણથી જેમ જેમ જવાની તરફ વધેA છે. તેમ તેમ તેમના સ્તનની સાઈઝ પણ વધતી જાય છે. એક ઉંમર બાદ તેમના સ્તનની સાઈઝ ઘટવા લાગે છે.

સ્તનનું વજન તમારી કલ્પના કરતાં ઓછું હોય છે.કપની સાઇઝ યોગ્ય રીતે જાણવી જરૂરી છે. એ-કપથી સ્તનનો પા ભાગનો, બી કપથી અડધા ભાગનો, સી કપથી પોણા ભાગનો અને ડી-કપથી લગભગ પૂરો સ્તનનો ગોળાકાર ભાગ ઢંકાઇ શકે છે.સ્તનની ચામડી પાતળી હોય છે

તમે જેમ જેમ મોટા થતાં જાઓ તેમ તેમ સ્તનનો વિકાસ થતો હોવાથી તેની ચામડી સ્થિતિસ્થાપક (ખેંચાઇ શકે તેવી) હોય છે અને તે જ કારણે શરીરનાં અન્ય ભાગોની ચામડી કરતાં તેની ચામડી પણ પાતળી હોય છે. જે સૂકી રહેવાનો વધુ ભય હોય છે. તેથી યોગ્ય ક્રીમ દ્વારા મસાજ કરવાથી કોલાજન કોષો વધે છે અને સ્તન વધુ કઠણ રહે છે. તેનાથી કરચલીઓ પણ ઓછી થાય છે. સ્તનની ડીંટડીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. કારણ કે તેની ચામડી પણ જલદી સૂકી થઇ જાય છે. જરૂર પડયે ત્યાં રોજ વેેસેલીન લગાડી શકાય.

સ્તન પર વાળ હોઇ શકે છે.લગભગ દરેક સ્ત્રીઓમાં ડીંટડીની આસપાસ રૂંવાટી હોય જ છે. બેથી ૧૫ જેટલા કાળા, સીધા વાળા સમયાંતરે ઊગે તે તદ્દન સ્વાભાવિક છે. સાદો નિયમ એ છે કે તમારી ત્વચાનો રંગ જેટલો વધુ હશે કે તમારા માથાના વાળ જેટલા ઘેરા રંગના હશે, તેટલા નીપલની આસપાસના વાળ ઘેરા હોવાની શક્યતા વધુ હોય છે. જો તમને એની ચિંતા થતી હોય તો વેક્સિંગથી દૂર કરી શકાય. પણ આ વાળ બહુ જ ઓછા પ્રમાણમાં હોય તો ચીપીયા વડે ખેંચી નાખવા સરળ રહે છે. તે માટે નીપલની આસપાસ આલ્કોહોલ લગાડી વાળ ખેંચી નાખો. પછી ત્વચા લૂછીને ચેપ લાગે નહીં તે માટે સારું એન્ટીબાયોટીક લોશન લગાડો. એ પછી દર બેથી ત્રણ અઠવાડિયે આ પ્રક્રિયા ફરીથી કરી શકાય.

બંને સ્તનનાં આકાર જુદા જુદા હોઇ શકે છે.માત્ર ડીંટડીઓનો આકાર જ નહીં, તેમની દિશાઓમાં પણ જુદા પણું હોઇ શકે છે. ડીંટડીમાં રહેલા એઇરોલને કારણે ડીંટડી ઉપર, નીચે, ડાબી કે જમણી તરફ ફંટાતી હોય છે. જો એઇરોલ થોડા ઉપરની તરફ હોય તો ડીંટડીનો ખૂણો ઉપર તરફ જશે. ઘણી સ્ત્રીઓમાં એઇરોલ સ્તનનાં નીચેના કે ખૂણા તરફના ભાગમાં હોય છે. અમુક સ્ત્રીઓમાં સ્તન જુદી જુદી દિશાઓમાં ફંટાતા પણ જોવા મળે છે. દર મહિને બંને સ્તનની પરિસ્થિતિ જુદી જુદી હોઇ શકે છે હોરમોન્સ સાયકલ બદલાયા કરવાને લીધે દર અઠવાડિયે સ્તનનાં કોષો પણ બદલાય છે. માસિક સ્રાવના દિવસો પછી સ્તનનાં કોષો એકદમ નરમ બની જાય છે કારણ કે તે સમયે હોરમોન્સનું પ્રમાણ ઘટી જાય છે.

એ પછીના સમયમાં સ્તનની ડીંટડીઓ જાતીય રીતે વધુ આવેગમય હોય છે, જે શરીરમાં વધેલા ઇસ્ટ્રોજનનાં પ્રમાણને કારણે હોય છે. છેલ્લે, એટલે કે ફરી માસિક સ્રાવ આવવાના થોડા દિવસ પહેલાં અથવા માસિક સ્રાવ દરમિયાન વધુ પડતાં પ્રોજેસ્ટેરોન હોરમોન્સના સ્રાવને લીધે સ્તન સૂજીને વધેલા તથા માંસલ લાગે છે. પેઇન કિલર દવાઓ અને ચા-કોફીનું સેવન ઘટાડવાથી તેમાં થતો દુ:ખાવો ઓછો કરી શકાય.

પરીક્ષણ માટેનો આ શ્રેષ્ઠ સમય છે.આ સમય દરમિયાન તમારા સ્તન એકદમ સુંવાળા અને ઓછા માંસલ હોવાને લીધે માસિક સ્રાવના એક અઠવાડિયા પછી સ્તનમાં સોજો કે ગાંઠ છે કે નહીં તેનું પરીક્ષણ કરવું ખૂબ સરળ બને છે. આ સમયે ગાયનેકોલોજીસ્ટ ખૂબ સરળતાથી સ્તન પરીક્ષણ કરીને નોંધી શકે છે કે સ્તનમાં કોઇ ગાંઠ કે સમસ્યા છે કે નહીં. ચાલીસ લાખ સ્ત્રીઓ સ્તન ઊભારવાના પ્રયત્નો કરે છે લગભગ વીસ લાખ મહિલાઓમાંથી અઢી લાખ મહિલાઓ ઓપરેશન દ્વારા સ્તન ઊભારવા માટેના ઓપરેશન કરાવે છે. આ ઓપરેશન સરેરાશ ૩૪ વર્ષની મહિલાઓમાં વધુ થતાં જોવા મળે છે અને તેમાંની ૯૦ ટકા સ્ત્રીઓ બાળકોની માતા બન્યા પછી ઓપરેશન કરાવે છે.

મોટાભાગની સ્ત્રીઓ પોતાના સ્તન જેટલા નંબરના હોય તેના કરતાં બે નંબર વધારે છે. છતાં દરેક વખતે તેના પરિણામોથી તે સંતુષ્ટ હોય જ, એવું જરૂરી નથી. છ ટકા સ્ત્રીઓ, જે સ્તન ઉભારવાના અન્ય પ્રયત્નો કરી ચૂકી હોય તે ફરીથી પોતાની મૂળ સાઇઝની બ્રા પહેરવા માંડે છે અથવા તો ઓપરેશન કરાવીને હતાં તેવાં જ સ્તન મેળવવાના પ્રયત્ન કરે છે.પણ સ્તન ઇમ્પ્લાન્ટ કરાવવાથી સ્વાસ્થ્યને જોખમ તો રહે જ છે.શરીરની ઘટતી રોગપ્રતિકારક શક્તિ અને કેન્સર જેવી સમસ્યાઓને ભલે સંશોધન દ્વારા સ્તન ઇમ્પ્લાન્ટ કરવાના ઓપરેશન સાથે સાંકળવામાં ન આવે પણ એ હકીકત તો સ્વીકારવી જ રહી કે સિલીકોન અથવા કોમન સેલાઇન પદ્ધતિથી વધારેલા સ્તનને કારણે આડઅસર તો થઇ જ શકે છે

લગભગ દસ ટકા કેસોમાં સિલીકોનનો આકાર બદલાવાથી, સેલાઇન ભરેલી થેલીમાં લીકેજ થવાથી કે કરચલી પડવાથી ખરાબ ઇમ્પ્લાન્ટ દૂર કરવા બીજું ઓપરેશન કરવું પડે છે. તેમાં અન્ય સમસ્યા પણ સર્જાય છે, જેને કેપ્સ્યુલર કોન્ટ્રાક્ટયુઅર કહે છે, જેમાં કુદરતી રીતે જ કોષોમાં પડતી તિરાડને લીધે ઇમ્પ્લાન્ટ સંકોચાય છે, જેને લીધે સ્તન એકદમ કઠણ થઇ જાય છે. આ દૂર કરવા માટે પણ ઓપરેશનનો સહારો લેવો પડે છે અને આવા કોઇ પણ ઓપરેશન, ભલે તે નાનાં હોય, ચેપ કે વધુ પડતાં લોહી વહી જવાના જોખમ સાથે જ કરવા પડતાં હોય છે.

પ્રમાણથી વધુ પાતળા કપડાં પહેરવાથી સૂર્યના કિરણે સ્તનની ત્વચા પર અસર કરી શકે છે.સ્વીમિંગ કોશ્ચ્યુમનું કાપડ પ્રમાણમાં પાતળું કહી શકાય તેવું હોય છે. તેનાથી સૂર્ય કિરણો પાંચથી સાત ટકા સુધી દૂર રહી શકે છે. સ્તનની કોમળ ચામડીને સૂર્યના તાપથી બચાવવા એવું વસ્ત્ર જરૂરી છે, જે ઓછામાં ઓછું ૧૫ ટકા તડકાથી બચાવી શકે. જો વધુ પાતળા કપડાં પહેર્યા હોય તો પ્રખર સૂર્યના તાપથી સ્તન પર અકાળે કરચલી અને કાળા ડાઘ પડી શકે છે.

Advertisement