શું તમે જાણો છો WWE માં એક મેચ રમવાનાં આ રેસલરને કેટલાં પૈસા મળે છે? રકમ જાણી અચક પામી જશો…..

0
122

મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ આપણી આ યંગ જનરેશન ઘણા બધા શૉ જુવે છે પરંતુ એક શૉ એવો પણ છે જે ઘણા સમય થી નાના બાળકો થી લઈને જુવાનો સુધી જોવાનું ખુબ જ પસંદ કરે છે મિત્રો આપણે વાત કરી રહ્યા છે WWE વિશે આ શૉ ભારત મા ઘણો પ્રચલિત છે મિત્રો આ શૉ મા થતા ઝઘડા જોવા મા આપણ ને ખુબ જ રસ પડે છે મિત્રો પરંતુ આ ઝગડા હકિકત મા હોઇ છે કે કોઈ સ્ક્રીપ્ટ હોય છે તે ઘણાલોકો ને હજુપણ નથી ખબર પરંતુ મિત્રો આજે આપણે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે.મિત્રો WWE ફાઇટ જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ છે તે ભારતના દરેક બાળકો દ્વારા જોવામાં આવે છે અને આ સમયે તેના સ્ટાર્સ બોલીવુડના કલાકારોની જેમ હિન્દુસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં તેમની આકર્ષક ફેન ફોલોવિંગ છે મિત્રો જો કુસ્તીની દુનિયાના સ્ટાર્સ પણ કરોડોની કમાણી કરીને શાન-ઓ-શૌકતનું જીવન જીવે છે મિત્રો તમારા મનમાં હંમેશાં એક સવાલ આવતો હશે કે WWE માં સૌથી વધુ પૈસા કોણ કમાય છે તો મિત્રો અમે તમને એવા કેટલાક પસંદગીના રેસલર્સ વિશે જણાવીશું જે કમાણીની બાબતમાં કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછા નથી.

મિત્રો WWE મા તમે ઘણા બધા રેસ્લર ને જાણતા હશો જેવાકે અન્ડરટેકર, ટ્રીપલ એચ, બટિત્સ્તા, કેન, એઈઝ, જ્હોન સીના, રેન્ડી ઓર્ટૉન,બ્રોક લેસનર જેવા ઘણાબધા રેસ્લર હોય છે પરંતુ મિત્રો શુ તમે જાણો છો કે આ તમામ રેસ્લરને તેમની ફાઇટ દરમિયાન કેટલી સેલેરી મળે છે તો મિત્રો આવો જાણીએ કે WWEના તમામ રેસ્લરને કેટલી સેલેરી મળે છે તો મિત્રો દુનિયાના જાણીતા ફોર્બ્સ મેગેઝિને સૌથી વધારે કમાણી કરતા રેસલર ની એકયાદી જાહેર કરી હતી અને આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, WWEના રેસલર્સને કેટલા પૈસા મળે છે મિત્રો જેમા WWE ટોપ 10 ની યાદીમાં રહેનારા WWE સુપરસ્ટાર બ્રોક લેસનર, રોમન રેંસ અને રેન્ડી ઓર્ટન કમાણીના મામલે સૌથી આગળ હતા.

બ્રોક લેસનર.

મિત્રો આ યાદીમા પહેલુ નાં બ્રોક લેસનરનુ છે મિત્રો તમને જણાવી દઇએ કે બ્રોક લેસ્નર કોલેજના સમયથી જ રેસલર છે જેમણે કોલેજ પૂર્ણ કર્યા પછી જ ડબ્લ્યુડબ્લ્યુમાં પ્રવેશ કર્યો હતો અને અત્યાર સુધી બ્રોક લેસનર 4 વખત WWE હેવીવેઇટ ચેમ્પિયનશીપ જીતી ચૂક્યો છે તેમજ મિત્રો બ્રોક લેસનરની કમાણી 74.76 કરોડ રહી છે અને તે અમેરિકાનો પ્રોફેશનર રેસલર છે મિત્રો તમને જણાવી દઈએ કે ફાઈટિંગની સાથે તેઓ એક સારામાં સારો ફૂટબોલ પ્લેયર પણ છે અને તેને એક સમયનો રો બેન્ડ આઈકોન માનવામાં આવે છે.

રોમન રેન્સ.

મિત્રો રોમન રેન્સે એફસીડબલ્યુથી કુસ્તીબાજ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને NXT અને મુખ્ય રોસ્ટરમાં શીલ્ડના સભ્ય તરીકે રોમન રેન્સને ખૂબ પ્રશંસા મળી હતી તેમજ શિલ્ડના દિવસોમાં રોમન રેન્સના લોકો દ્વારા ખુબજ વખાણ કરવામાં આવ્યાં હતાં અને લોકોએ તેમના માં WWE ના ભાવિ ચહેરાઓ જોવાનું શરૂ કર્યું હતુ મિત્રો રોમન ત્રણ વખત ડબ્લ્યુડબ્લ્યુઇ વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને હાલમાં તે ડબ્લ્યુડબ્લ્યુઇ યુનાઇટેડ સ્ટેટ્સ ચેમ્પિયન છે અને મિત્રો તેમની વાર્ષિક કમાણીની વાત કરિઍ તો તેઓ દર વર્ષે 3.5 મિલિયન કમાઇ છે મિત્રો તમને જણાવી દઈએ કે રોમન રેસ્લર બન્યા પહેલા તે અમેરિકા ફૂટબોલ ટીમનો સ્ટ્રાઈકર હતો.

રેન્ડી ઓર્ટૉન.

મિત્રો WWE ના ખુબજ લોકપ્રિય રેસ્લર રેન્ડી ઓર્ટૉને 2002 માં WWE માં પ્રવેશ કર્યો હતો અને મિત્રો તમે જોયું જ હશે કે ઘણા લોકો કુસ્તીમાં તેમના અસલી નામનો ઉપયોગ કરતા નથી પરંતુ રેન્ડી ઓર્ટને તેના પરિવારનો રિવાજ તોડ્યો નથી અને પોતાનું નામ વાસ્તવિક રાખ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે તેણે 4 વાર વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન જીત્યો છે અને 8 વખત WWE ચેમ્પિયનશીપ જીતી ચૂક્યો છે મિત્રો દર વર્ષે કુલ રૂ. 30 કરોડની કમાણી કરે છે મિત્રો ખાસ વાત તો એ છે કે એના પિતા અને દાદા બંને રેસલર રહી ચૂક્યા છે.

સેન્થ રોલિંસ.

મિત્રો WWEના રેસલર સેન્થ રોલિન્સનું અસલી નામ કોલબી ડેનિયલ લોપેઝ છે તેમજ મિત્રો 28 મે 1986 યુ એસમાં જન્મેલા સેન્થ રોલિન્સ એક વ્યાવસાયિક કુસ્તીબાજ છે જેમણે તાજેતરમાં રો બ્રાન્ડ માટે wwe સાઇન અપ કર્યું હતું મિત્રો ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે રોલિન્સ વર્ષે 4 મિલિયન ડોલર કમાય છે મિત્રો સેન્થ રોલિંસ ની ડાઈવ અને પંચ મારવાની સ્ટાઈલ દર્શકોમાં ખૂબ ચર્ચામાં રહી છે મિત્રો આ ડાઈવને દર્શકોએ સુસાઈડ ડાઈવ નામ આપ્યું છે તેમજ મિત્રો એવન બોર્ન અને જીમ કોર્નેટના કહેવાથી તેણે કુશ્તીની દુનિયાનું FCW સેક્શન જોઈન કર્યું હતું.

ટ્રીપલ એચ.

મિત્રો ટ્રીપલ એચ એ WWEના ખુબ જ જાણીતુ નાંમ છે તેમજ ટ્રીપલ એચના લાખો લોકો તેમના ચાહકો છે મિત્રો તમને જણાવી દઈએ કે ટ્રિપલ એચનું નામ પોલ માઇકલ છે અને તે એક જાણીતા રેસલર છે મિત્રો ટ્રીપલ એચનો જન્મ 27 જુલાઈ 1969 ના રોજ થયો હતો અને તેમણે 25 ઓક્ટોબર 2013 ના રોજ સ્ટેપ્પી મિકમેન સાથે લગ્ન કર્યા હતા જે WWE ના અધ્યક્ષ અને સીઈઓ વિન્સ મિકમેનની પુત્રી છે મિત્રો જો તેમની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તેની વાર્ષિક કમાણી 3.8 મિલિયન છે આ ઉપરાંત મિત્રો ટ્રીપલ એચ ગ્લોબલ ટેલનેટ સ્ટ્રેટેજી એન્ડ ડેવલપમેન્ટ ફોર WWEનો વાઈસ પ્રેસિડન્ટ છે.

જ્હોન સીના.

મિત્રો WWEમા લોકો જેમના સૌથી વધારે ચાહકો છે તે જ્હોન સીના સૌથી લોકપ્રિય રેસ્લર છે મિત્રો જ્હોન સીનાના દર્શકો નાના બાળકોથી લઇને મોટી ઉમરના લોકો તેમના ફેન છે મિત્રો 2005 માં જ્હોન સીના WWE નો એક જાણીતો ચહેરો હતો જે દરમિયાન તે દરેક મેચ જીતી લેતો હતો તેમજ મિત્રો તે WWE નો સૌથી પ્રખ્યાત રેસલર છે જેમણે બે ડઝનથી વધુ ટાઇટલ જીત્યા છે મિત્રો તેણે WWE માં પોતાની હાજરી જાળવી રાખી છે મિત્રો જો જ્હોન સીનાનિજ વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે દર વર્ષે 8 મિલિયન ડોલર કમાય છે તેમજ મિત્રો તેનું પૂરું નામ જોન ફેલિક્સ એન્થની સીના જુનિયાર છે અને તેઓ તે 15 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે.

બિલ ગોલ્ડબર્ગ.

WWEમા ગોલ્ડબર્ગના માણે જાણીતો આ રેસલર એક એક્ટર અને ફૂટબોલ પ્લેયર હતો અને અત્યારે તે રિંગમાં ફાઈટ લડે છેજોકે, WWE સાથે એની ડીલ પાર્ટ ટાઈમની છે અને જ્યારે જ્યારે પણ વર્લ્ડ ચેમ્પિયનશીપની વાત થાય છે ત્યારે ગોલ્ડબર્ગનું નામ અચૂક લેવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે થોડા સમય માટે તેણે WWE છોડી દીધું હતું તેમજ મિત્રો તેની પાસે ઘણી બધી વિન્ટેજ કાર છે અને એક ફૂટબોલ મેચમાં ઈજાગ્રસ્ત થતા તેણે મેચ રમવાનું છોડી દીધું હતું. એની કમાણી 3 મિલિયન ડૉલર છે.

શેન મૈકમોહન.

મિત્રો WWE માં શેન મેકમહોન પાછો ફર્યો ત્યારથી આ રમતમાં દર્શકોની રુચિ વધી છે જો કે શેન પહેલા ફક્ત રેસલમેનિયા આવ્યો હતો અને ત્યારબાદ WWEમા તેઓ રોમાં શેન મિકમેનને શેનની જગ્યાએ લેવામાં આવ્યો હતો અને શેને 3-4- w ડબ્લ્યુડબ્લયુંઇ અને આરએડબ્લ્યુ સંભાળ્યું હતુ મિત્રો શેનની નજર હેઠળ રમેલા તમામ રોને ડબલ્યુડબલ્યુઇ ચાહકોની અંદર એક અલગ રોમાંચ જગાવ્યો હતો અને તમામ આરએડબ્લ્યુ હિટ્સ ગયો હતો અને આને કારણે શેનની વાર્ષિક કમાણી 2.2 મિલિયન સુધી પહોંચી ગઈ હતી.

સ્ટેફની મૈકમોહન.

મિત્રો અમેરિકાની ખૂબ સારી બિઝનેસવુમનમાં સ્ટેફનીનું નામ આવે છે તેમજ મિત્રો WWEની તે ચીફ બ્રાંડ ઓફિસર છે રો અને સ્મેક ડાઉન વખતે તે ખૂબ ચર્ચામાં રહી હતી અને હાલમાં તેની ઉંમર 43 વર્ષની છે અને અમેરિકાના હાર્ડફોર્ડમાં રહે છે મિત્રો તેનો સમગ્ર પરિવાર જ WWE ટુર્નામેન્ટ પર બિઝનેસ કરે છે જેમાં પ્રમોશનથી લઈને ફાઈટ સુધીનું તમામ કામ આવી જાય છે મિત્રો તે એક ફિટનેસ મોડલ તરીકે તેણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને હાલમાં એની કમાણી 2.3 મિલિયન ડૉલર્સ છે.

બ્રોન સ્ટ્રોમેન.

મિત્રો બ્રોન સ્ટ્રોમેન વર્તમાન યુગમાં WWE ની જરૂરિયાત બની ગયા છે જોકે તેને હજી સુધી WWE વર્લ્ડ ચેમ્પિયનશિપની ભેટ આપવામાં આવી નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે જે સફળતા મેળવી છે તેનાથી લાગે છે કે તે ટૂંક સમયમાં ડબ્લ્યુડબ્લ્યુઇ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મેળવશે મિત્રો બ્રોન સ્ટ્રોમેનનું સાચું નામ એડમ જોસેફ સ્કર છે. વર્ષ 2013માં તેણે WWEની ટુર્નામેન્ટ રો જોઈન્ટ કરી હતી અને વર્ષ 2014માં NXT ઈવેન્ટ માં ભાગ લઈને રેસલિંગ ની દુનિયામાં છવાઈ ગયો હતો મિત્રો જો બ્રોનની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તેમની કમાણી 1.9 મિલિયન ડૉલર છે.