શું તમે જોયા છે દુનિયાનાં સૌથી અમિર વ્યક્તિનાં ઘરનાં ફોટા,ઘર નહીં એક આખું ગામ છે,જુઈ તસવીરો.

0
7737

દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોવું તે એક સ્વપ્ન હોઈ છે અને જ્યારે ધનિક વ્યક્તિ પોતાનું મકાન બનાવવાનું વિચારે છે ત્યારે વાત જ જુદી છે આજે અમે તમને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિના ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ હા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને આ પ્રમાણે તમારે તેમના ઘરની શાન વિશે જાણીને આશ્ચર્યચકિત થવું જોઈએ નહીં.

બિલ ગેટ્સનું આ ઘર વોશિંગ્ટનના મેડીનામાં સ્થિત છે તેમણે આ ઘરનું નામ જનાડુ 2.0 રાખ્યું છે ખરેખર જનાડુનો અર્થ એક ઉત્તમ સ્થળ છે આ મકાન બનાવવા માટે 4 અબજ રૂપિયા ખર્ચ થયો હતો તે સાત વર્ષના ગાળામાં બનાવવામાં આવ્યું હતું તે 66,000 ચોરસફૂટના ક્ષેત્રમાં બનાવવામાં આવ્યું છે ગેટ્સનું આ હાઉસ તમામ હાઇટેક સુવિધાઓથી સજ્જ છે.

બિલ ગેટ્સના ઘરને અર્થ શેલ્ટર હાઉસ પણ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે ઘરની આસપાસ પુષ્કળ હરિયાળીનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેથી તાપમાનને નિયંત્રિત કરી શકાય.

એક અનુમાન મુજબ હાલમાં 9 અરબ પ્રોપર્ટી વાળી આ ઘરની દિવાલો પરની આર્ટિફેક્ટ્સમાં ફક્ત એક બટન દબાવવાથી બદલાઈ જાય છે આ મકાનમાં છતવાળી ગુંબજવાળી 2,100 ચોરસ ફૂટ લાઇબ્રેરી છે તેના બાંધવામાં લગભગ 2 અબજ રૂપિયા ખર્ચ થયા છે.

આ મકાનમાં ઘણા ગેરેજ છે અને એક ગેરેજમાં આશરે 23 કાર પાર્ક કરી શકાય છે ઘરના બગીચા પાસે નદી જેવી નાની જગ્યા બનાવવામાં આવી છે જેમાં માછલીઓ હોઈ છે.