શું તમે ક્યારેય નોટિસ કર્યું છે હાર્ટ અટેક સૌથી વધારે કઈ જગ્યાએ આવે ? નથી જાણતાં તો ખાસ જાણીલો….

0
129

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વધારે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ સવારના સમયે બાથરૂમમાં આવે છે. બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે જાણકારી હોય તો તમે પોતાને બચાવી શકો છો.આજકાલ હાર્ટ અટેક કે કાર્ડિયક અરેસ્ટ લોકો માટે સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે. આમ તો હાર્ટ એટેક અચાનક જ આવે છે પરંતુ તેના ઘણા કારણો છે, જેમાં ખરાબ જીવનશૈલી અને બેકાર ખાણીપીણી સુધી નો સમાવેશ છે. આમ તો હાર્ટ એટેક આવવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધારે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ સવારના સમયે બાથરૂમમાં આવે છે.

Advertisement

પરંતુ હવે તમને લાગી રહ્યું હશે કે અંતે આવું કેમ થાય છે. બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણો છે, જો તમને આ કારણો વિશે જાણકારી હોય તો તમે પોતાને અને તમારા પરિવારને તેનાથી સુરક્ષિત રાખી શકો છો. હવે અમે તમને એ જણાવીશું કે સવારના સમયે બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? એ પહેલા આ વાત સમજી લો કે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ શું હોય છે?હાર્ટ એટેક અનેકાર્ડિયક અરેસ્ટ શું હોય છે?.વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા એવું જણાય છે કે હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે હોય છે.

લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીઓમા પ્લાકની રચનાને કારણે અવરોધ આવે છે તો તેનાથી હૃદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. તેનાથી જ આપણને હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી જાય છે.બાથરૂમમાં હાર્ટ એટેક આવવાનું પહેલું કારણ.સવારના સમયે જ્યારે આપણે શૌચાલયમાં જઈએ છીએ તો ઘણીવાર પેટ સંપૂર્ણ રીતે સાફ કરવા માટે આપણે દબાણ કરીએ છીએ. ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતી વખતે લોકો વધારે દબાણ કરતા જોવા મળે છે. આ દબાણ આપણા હૃદયની ધમની ઓ ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.

બાથરૂમમાં એટેક આવવાનું બીજું કારણ.તમે ઘણીવાર જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના બીજા ઓરડાઓની સરખામણીમાં વધારે ઠંડું હોય છે.આવી સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે વધારે કાર્ય કરવું પડે છે. આ પણ હાર્ટ એટેક આવવાનું એક કારણ હોઇ શકે છે.બાથરૂમમાં એટેક આવવાનું ત્રીજુ કારણ.સવારના સમયે આપણું બ્લડપ્રેશર થોડું વધારે હોય છે. એવામાં આપણે જ્યારે નાહવા માટે વધારે ઠંડુ કે ગરમ પાણી સીધું માથા પર નાખીએ છીએ, તો તેનાથી બ્લડ પ્રેશર ઉપર અસર થાય છે, તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.

સ્નાન કરતા સમયે શરીરના બ્લડ પ્રેશરમાં અચાનક વધારો અથવા ઘટાડો થવો.સ્નાન કરતી વખતે વ્યક્તિના શરીરનું બ્લડ પ્રેશર અનિયંત્રિત હોઈ શકે છે, જેના કારણે કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે. જેમ કે અચાનક ગરમ અથવા ઠંડુ પાણી શરીર પર લાગવું , શરીરની સફાઈ કરતી વખતે વધારે દબાણનો ઉપયોગ કરવો, પગથી વધુ સમય બેસવું અથવા બાથટબમાં વધુ સમય બેસવું.

લોહીનો પ્રવાહ.આ બધા પરિબળો આપણા શરીરમાં લોહીના પ્રવાહને અસર કરે છે, જેના કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિ ઉતપન્ન થાય છે. માથા પર ઠંડુ પાણી રેડવું જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સ્નાન કરતી વખતે તમારે હંમેશાં તમારા પગના તળિયા પર પાણી રેડવું જોઈએ. તે પછી, કોઈએ ધીમે ધીમે ઉપરની તરફ જવું જોઈએ. સૌ પ્રથમ માથા પર ઠંડુ પાણી પડે છે, ત્યારે આપણા શરીરના બ્લડ પ્રેશરને અસર કરે છે જે કોઈ પણ માટે જોખમી સાબિત થઈ શકે છે.

હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્રારા પહોચે છે. ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો (છહખ્તૈહટ્ઠ) અનુભવાય છે.

આ દુખાવો ક્ષણીક હોય છે અને ર થી પ મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે.આ છહખ્તૈહટ્ઠ નો દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં,પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. ૨૦% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે ૬૦% પુરૂષો અને પ૦% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહલા લક્ષણ રૂપે સીધો હાર્ટ-એટેક જ આવે છે.

હૃદયની રક્ત વાહીનીઓમાં અવરોધ આવે છે ત્યારે હાર્ટ એટેક આવે છે. આ અવરોધ ઘણીવાર ચરબી, કોલેસ્ટરોલ અને અન્ય પદાર્થો દ્વારા થાય છે. વૃદ્ધાવસ્થા, આનુવંશિક કારણોને લીધે હાર્ટ એટેક અટકાવવાનું મુશ્કેલ છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. અમુક ઉપાયો અપનાવીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ. હાર્ટ એટેક જેવા જીવલેણ રોગથી બચી શકાય છે.હાર્ટ એટેકનાં લક્ષણો ધીરે ધીરે શરૂ થાય છે અને પહેલા બેચેની અને હળવો દુ:ખાવો થાય છે. છાતીની આસપાસ અથવા તેની વચ્ચે ભારેપણું, સંકોચન અને પીડાની લાગણી થાય છે. હાથ, પીઠ, ગળા અને પેટ જેવા ઉપરના શરીરમાં દુખાવો પણ હાર્ટ એટેકનું લક્ષણ છે. માથાનો દુખાવો સાથે શ્વાસની તકલીફ, અચાનક પરસેવો, ઉબકા અને ઉલટી થવી પણ હૃદયરોગનો હુમલો સૂચવે છે.

સંતુલિત પોષક તત્વો અને આરોગ્યપ્રદ આહારથી રોગ અટકાવી શકાય છે. વિટામિન અને ખનિજો વાળો ખોરાકમાં લેવાથી એકેટ એટકાવી શકાય છે. ધૂમ્રપાન-દારૂ છોડી દો. હાઈ બ્લડ કોલેસ્ટરોલ અને હાઈ બ્લડ પ્રેશર હોય તો હંમેશા તેને નિયંત્રણમાં રાખો. કસરત, દવાઓ અને વજન નિયંત્રિત કરીને બંનેને નિયંત્રણમાં રાખી શકાય છે. તાણ અથવા હતાશાથી દૂર રહો. યોગ અને ધ્યાન કરો. ડાયાબિટીઝના દર્દીઓમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આને અવગણવા માટે, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરો.

હૃદયમાં અસ્વસ્થતાનો અનુભવ થવો.હૃદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હૃદયમાં અસ્વસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે, તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.શ્વાસ લેવામાં તકલીફ થવી.જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા થોડું વધારે ચાલવાથી તમે હાંફી જાવ છો તો, આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હૃદયની બીમારીના કારણો બની શકે છે.જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે.જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો, આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે.

ગભરામણ થવી.જો તમને વધારે પ્રમાણમાં ગભરામણનો અનુભવ થતો હોય તો તે હૃદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સિવાય સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવ અનુભવાય તો ડોક્ટરની સલાહ લેવી.

Advertisement