શુક્રના ગોચરથી વૃષભ રાશિમાં પ્રભાવિત થઇ શકે તમારા રોમેન્ટિક સંબંધ

0
366

શુક્ર ગ્રહ કોઇપણ જાતકના જીવનમાં અતિ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. જે માત્ર સંબંધિત વ્યક્તિના ભૌતિક જીવનની રૂપ રેખા જ તૈયાર નથી કરતો પણ તેના વિવાહિત જીવનને પણ પ્રભાવિત કરે છે. જાતકની કુંડળીમાં શુક્રની દશા અને સ્થિતિની આકરણી કરીને જાણી શકાય છે કે જાતકને તેની ઇચ્છા મુજબ સુખ સુવિધા ઉપલબ્ધ થશે કે નહીં. આવી જ રીતે જાતકના વૈવાહિત જીવનમાં રોમાન્સ હશે કે નહીં તે પણ જાણી શકાય છે.

મેષ રાશિ.

મેષ રાશિના જાતકોની કુંડળીમાં શુક્રનું આ ગોચર બીજા ભાવમાં રહેશે. આ પરિવર્તન બાદ તેમ એક પ્રભાવી વક્તા તરીકે ઉભરીને બહાર આવી શકો છે, લોકો તમને સાંભળવાનું પસંદ કરશે. ઘરમાં થનાર કોઇ માંગલિક કાર્યમાં પણ તમે ભાગ લેશો. પરિવારમાં કોઇ નવા સભ્યનું આગમન થઇ શકે છે. જીવનસાથીની મદદથી લાભ પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભ રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના પ્રથમ ભાવમાં રહેશે. આ પરિવર્તનથી તમારા અંગત જીવનમાં સુધારો થશે અને તમારા સારા સ્વભાવને કારણે લોકો તમારી સાથે જોડાવા લાગશે. જો તમે પરિણીત હોવ તો તમારા બંને વચ્ચે પ્રેમમાં પણ વધારો થશે. માનસિક રૂપે તમે સંતુષ્ટ રહેશો અને જીવનશૈલીમાં પણ સુધારો થશે.

મિથુન રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના બારમાં ભાવમાં રહેશે, આ દરમિયાન તમારા ખર્ચામાં વધારો થશે. કીમતી વસ્તુઓ પર તમે વધુ પૈસા ખર્ચ કરશો અને મોકો મળ્યે વિદેશ યાત્રા પણ કરી શકો છો. ગોચર દરમિયાન તમારી કામુકતાની ભાવનામાં પણ વધારો થશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કર્ક રાશિ.

તમારી રાશિના અગ્યારમા ભાવમાં શુક્રનું આ ગોચર થવા જઇ રહ્યું છે. આ સ્થિતિમાં તમારી આવકમાં વધારો થશે. તમને કોઇ મહિલા તરફથી મદદ મળી શકે છે. ઑફિસમાં તમારા સિનિયર્સ તમારી પૂરી મદદ કરવા માટે તૈયાર છે.

સિંહ રાશિ.

શુક્રનું આ ગોચર તમારી કુંડળીના દસમા ભાવમાં થવા જઇ રહ્યું છે, જેના પરિણામસ્વરૂપ તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન ઇમાનદારીથી તમારાં સારાં કામ સંપન્ન કરી શકશો. મહિલાઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા ઘરનું વાતાવરણ પણ શાંત અને સુખદ રહે તેવી અપેક્ષા છે.

કન્યા રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના નવમા ભાવમાં થવા જઇ રહ્યું છે, જેના પરિણામસ્વરૂપે તમારે લાંબા અંતરનો પ્રવાસ ખેડવો પડી શકે છે, જે તમારા માટે લાભકારક સાબિત થઇ શકે છે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના આઠમા ભાવમાં થવા જઇ રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપ તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારી પ્રવૃત્તિ રહસ્યમય રહેશે અને ધર્મ, આધ્યાત્મ મુદ્દે તમારી રૂચિ વધશે. જીવનસાથી સાથેના તમારા સંબંધ મધુર રહેશે.

વૃશ્ચિક રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના સાતમા ભાવમાં હશે, જે તમારી ઉત્તમ સ્થિતિને દર્શાવે છે. ગોચરની અવધિમાં તમારું વૈવાહિત જીવન પણ સુખદ રહેશે અને તમને પ્રોફેશનલ લાઇફના મુદ્દાઓ પર પણ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જો વિદેશમાં વસવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ સમય તમારા માટે ઉત્તમ છે. અવિવાહિત લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે.

ધન રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના છઠ્ઠા ભાવમાં રેહશે, આ દરમિયાન તમારે પ્રેમ જીવનમાં વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા વિરોધીઓ પર હાવી થઇ શકો છો અને સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં પણ સફળતા પ્રાપ્ત થવાની અપેક્ષા છે. તમે બેંકથી લોન પણ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં સારા મોકા મળતા રહેશે.

મકર રાશિ.

શુક્ર રાશિનું આ ગોચર તારી રાશિના ચોથા ભાવમાં થવા જઇ રહ્યું છે, આવી સ્થિતિમાં તમારા પ્રેમ સંબંધોમાં સુધારો આવશે. કેટલીક ગેરસમજણ પેદા થઇ શકે છે અને જલદી જ તેનાથી છૂટકારો મેળવવા માટે પ્રયાસ કરવા. આવકમાં વૃદ્ધિના સંકેત મળી શકે છે, સાથે જ તમે જોબમાં પણ પરિવર્તન કરવાનું વિચારી શકો છો.

કુંભ રાશિ.

શુક્રનું આ ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં થા જઇ રહ્યું છે, આ દરમિયાન તમારા ઘરનું વાતાવરણ શાંત અને ખુશહાલ રહેશે તેવી અપેક્ષા છે. ગોચર દરમિયાન તમે નવું ઘર કે ગાડી ખરીદવાની યોજના બનાવી શકો છો. કોઇ કારણસર તમારે ઘરથી દૂર રહેવું પડી શકે છે. આ ગોચર તમારા માટે પ્રગતિનો રસ્તો સાફ કરશે.

મીન રાશિ.

શુક્રનું આ ગોચર તમારી કુંડળીના ત્રીજા ભાવમાં થવા જઇ રહ્યું છે. તમે તમારી સંવાદ શૈલીથી લોકોને પ્રભાવિત કરી શકો છો. મીડિયા, કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થઇ શકે છે. ગોચર દરમિયાન તમે તમારી નોકરીમાં પણ પરિવર્તન કરી શકો છો. નાની યાત્રા કરવી તમારા માટે અનુકૂળ રહેશે.