શુક્રવારે આ 1 મંત્ર સાથે કરો લક્ષ્મીજીની પૂજા, જીવનભર નહીં થાય પૈસા ની અછત,જાણી લો આ ચમત્કારી મંત્ર વિસે….

0
189

લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન સાથે સમાજ-હિતને ધ્યાનમાં રાખતા અર્જિત સંપત્તિ કે ધનની દેવી છે. દેવી લક્ષ્મી અભાવોના અંત કરે છે. એમના પૂજનથી જીવન કર્મ, વિચાર અને વ્યવહાર સકારાત્મક બને છે. શાસ્ત્રો મુજબ લક્ષ્મી ઉપાસના કોઈ પણ ખાસ દિવસ જેમ કે શુક્રવારે,નવમી નવરાત્રિ કે અમાવસ્યાની રાત્રિ પર કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

જે ભક્ત દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમના માટે સંસારમાં કઈ પણ અપ્રાપ્ય નહી. ગૃહ લક્ષ્મી દેવી ગૃહણીઓ એટલે કે ઘરની મહિલાઓમાં લાજ , ક્ષમા શીલ સ્નેહ અને મમતા રૂપમાં વિરાજમાન હોય છે. શુક્રવારે લક્ષ્મી દેવી માટે ખાસ દિવસ ગણાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા – અર્ચના પુષ્પ ચંદન થી કરી ચોખાની ખીરથી ભોગ લગાવાય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. જો તમે ઈચ્છો છો કે તમે ધનમાં બમણો , ત્રિગણુ ચોગણુ વગેરે વૃદ્ધિ કરવી છે તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરો અને શુક્રવારે આ ખાસ ઉપાય કરો.

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણાય છે. આ દિવસે માતાની આરાધના ઉત્તમ ગણાય છે. આ દિવસે લક્ષ્મી દેવીની પૂજા અને ઉપવાસ કરાય છે.માન્યતા છે કે માતા લક્ષ્મીના વ્રત અને પૂજા નિષ્ઠા સાથે કરાય તો ધનની ખામી રહેતી નથી. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તેમની ભક્તિ કરવાથી ઉંમરમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે.

શુક્રવારે કરો માતા વૈભવ લક્ષ્મીની પૂજા.આ મંત્રના 108 જાપથી માતા થશે પ્રસન્ન.ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની થશે વર્ષા

શુક્રવારે ઉપવાસ કરો.ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઇએ. શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે.

લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો.ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે. મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે. આ સાથે જ ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ: મંત્રનો 108 વાર જાપ કરો.

ઘરમાં શાંતિભર્યુ વાતાવરણ જાળવી રાખો.ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે.

શુક્રવારની સાંજે કરો આ કામ.સાંજના સમયે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર સળગાવીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.

અન્નનો બગાડ ન કરશો.ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્ન પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે. આપણે વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે અન્નનો બગાડ જરા પણ ન થાય. કેટલાક લોકો ગુસ્સા અને આક્રોષમાં આવીને ભોજન ફેંકી દેતા હોય છે. આમ ક્યારેય પણ ન કરવું જોઇએ. આમ કરનાર લોકોથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું જોઇએ.

ધનની વૃદ્ધિ માટે શુક્રવારે પીળા કપડામાં પીલી કૌડી અને થોડી કેસર ચાંદીના સિક્ક્સા સાથે બાંધી જ્યાં તમારા પૈસા રાખ્યા હોય છે ત્યાં મૂકવાથી એમનો સારો પ્રભાવ બની રહે છે.શુક્રવારના દિવસે સાંજે કાળી હળદરની ગાંઠને સિંદૂર અને ધૂપ પૂજન કરી ચાંદીના બે સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી આર્થિક સમસ્યાનો ઉકેલ થાય છે.  શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ સફેદ રંગના ખાદ્ય પદાર્થનો દાન કરવું શુભ ગણાય છે અને જેટલું થાય એ દિવસે ગરીબોને દાન આપો.