શુટિંગ દરમિયાનજ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી આ દિગ્ગજ અભિનેત્રીઓ,એક અભિનેત્રીએ તો લગ્ન પણ નતાં કર્યા…..

0
153

બોલીવુડની રંગીન દુનિયા બહારથી જેટલી સુંદર લાગે છે તેટલી અંદરથી ખોખલી છે. અથવા કહો, અહીં સંબંધો ક્યારે તૂટે છે તે કોઈને ખબર પણ નથી. એક સમયે, અભિનેત્રીઓએ તેમની ગર્ભાવસ્થા વિશે કોઈને કહ્યું ન હતું અને બાળકો થયા પછી, લોકો જાણ થતી હોય છે. પણ હવે તે બધાની સામે ખુલ્લેઆમ કહે છે. કેટલીક અભિનેત્રીઓ એવી પણ હોય છે જે લગ્ન પહેલા જ માતા બની જાય છે. જોકે આ કોઈ નવી વાત નથી, પરંતુ તે બોલિવૂડમાં સામાન્ય થઈ ગઈ છે.

Advertisement

શૂટિંગ સમયે ઘણી અભિનેત્રીઓ ગર્ભવતી થઈ હતી અને કેટલીક લગ્ન પહેલા માતા બની હતી.શૂટિંગ દરમિયાન એક્ટર અને એક્ટ્રેસને ઘણી બાબતો સહન કરવી પડતી હોય છે, પરંતુ ખાસ એક્ટ્રેસને અહીં પર આવીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જે શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી બોલિવૂડની અભિનેત્રીઓ, જેના સમાચાર તો હવાની જેમ ઉડ્યા હતા.શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી બોલિવૂડની આ અભિનેત્રીઓ, બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા કિસ્સા છે જેને જાણી તમે હેરાન થઈ જશો. આજે તમને એક એવો કિસ્સો જણાવીશું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની આ પોપ્યુલર અભિનેત્રીઓ શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી.

જયા બચ્ચન.જયા બચ્ચન તેના સમયના હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખાય છે. તેની કારકિર્દી દરમિયાન, તેણે નવ ફિલ્મફેર એવોર્ડ જીત્યા: શ્રેષ્ઠ અભિનેત્રી માટે ત્રણ અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ત્રણ, તે નૂતનની સાથે સ્ત્રી અભિનય શ્રેણીઓમાં એકંદરે સૌથી વધુ આદરણીય કલાકાર બની. 2007 માં, તેમને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.વર્ષ ૧૯૭૫માં આવેલી શોલે ના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન પ્રેગ્નેટ હતી. તે ફિલ્મમાં તેમણે એક વિધવા છોકરીનો રોલ કર્યો છે. અને દરેક સમય સાડી પહેરેલી રહેતી હતી વાસ્તવમાં તેણે પોતાનો બેબી બમ્પ છુપાવીને રાખ્યો હતો. ત્યારબાદ જયાએ અભિષેકને જન્મ આપ્યો હતો.

શ્રીદેવી.શ્રીદેવીનું અસલી નામ શ્રીઆમ્મા યંગર આયપ્પન છે. બાળ કલાકાર તરીકે શ્રીદેવીએ ‘કંદન કરુણાઇ’માં ભગવાન શિવનું પાત્ર ભજવ્યું હતું. તે ફિલ્મ જુલીમાં પણ બાળક તરીકે જોવા મળી હતી. આ સિવાય તેણે અનેક તેલુગુ અને તમિળ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.વર્ષ ૧૯૯૭માં ફિલ્મ જુદાઈ ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગ્નેટ થઈ ગઈ હતી. તેનું બોની કપૂર સાથે અફેર હતું અને તેના જ ઘરમાં રહેતી હતી. તે ફિલ્મને શ્રીદેવી એ પૂરી કરી અને તે જ વર્ષમાં શ્રીદેવી બોની કપૂર સાથે લગ્ન કરી લીધા. તે ફિલ્મમાં શ્રીદેવી સિવાય ઉર્મિલા માંતોડકર હતી અને તેમાં તેનું નામ જાનવી હતું. તેનાથી પ્રભાવિત થઈને શ્રીદેવીએ તેની દીકરીનું નામ જાનવી રાખ્યું હતું.

જુહી ચાવલા.જૂહીએ 2003 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝાંકર બીટ્સ’માં પ્રેગ્નેન્ટ સ્ત્રીની ભૂમિકા નિભાવી હતી. રસપ્રદ વાત એ છે કે જુહી આ ફિલ્મ દરમિયાન ખરેખર 7 મહિનાની ગર્ભવતી હતી. આ તેની બીજી ગર્ભાવસ્થા હતી. 2003 માં જ તેમના પુત્ર અર્જુનનો જન્મ થયો હતો.જુહી ચાવલાએ પોતાના શાનદાર અભિનયથી દર્શકોને મોહિત કર્યા છે. તેણે પોતાના પાત્રોથી પ્રેક્ષકોને હસાવ્યા અને રડ્યા પણ કર્યા છે.બોલિવૂડની ચુલબુલી એકટ્રેસ જુહી ચાવલા વર્ષ ૨૦૦૧માં ફિલ્મ “આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા” માં શાનદાર કામ કર્યું હતું. પરંતુ શૂટિંગ દરમિયાન તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને તેણે તે ફિલ્મ પૂરી કરી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન.ઐશ્વર્યા રાય બચ્ચન પ્રથમ ફિલ્મ ઇરુવર મણી રત્નમ દ્વારા નિર્દેશિત તમિળમાં બનાવવામાં આવી હતી. 2000 માં રાજીવ મેનન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ, કંડુકોંડીન ખૂબ જ લોકપ્રિય થઈ. તેમની હિન્દીની પહેલી ફિલ્મ પ્યાર હો ગયે હતી, હિન્દી ફિલ્મોમાં તેમનો સિક્કો સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની ફિલ્મો મોટાભાગે હિન્દીમાં છે.વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ હિરોઈનમાં કરીના કપૂર લીડ રોલમાં હતી. પરંતુ નિર્દેશક મધુર ભંડારકરે તેના પહેલા એશ્વર્યા રાયને લીધી હતી. એશ્વર્યાએ ફિલ્મ સાઈન કરી અને શૂટિંગ ચાલુ કરી દીધી. પરંતુ ત્યારબાદ તેની પ્રેગનેન્સીનાં લીધે તેને ફિલ્મ મૂકવી પડી હતી. તેના લીધે મધુર ભંડારકરને ખૂબ જ નુકસાન થયું હતું. તેના માટે ખુબ જ વિવાદ પણ થયો હતો. પરંતુ ત્યારબાદ બધું સરખું થઈ ગયું હતું.

Advertisement