શિયાળાની ઋતુમાં ખાસ કરો આ નવ વસ્તુઓનું સેવન એક બે નહીં અધધ આટલાં ફાયદા થશે.

0
372

શિયાળામાં લોકો ઠંડીની અસરથી બચવા માટે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરે છે,પરંતુ શરીરને ભલે ગમે એટલા ગરમ કપડાંથી ઢાંકવામાં આવે,ઠંડી સામે લડવા શરીરમાં અંદરની ગરમી હોવી જોઇએ.જો શરીરને મૌસમ પ્રમાણે રહેવાની ટેવની ક્ષમતા ધરાવે છે,તો ઠંડી ઓછી લાગશે અને ઘણી બીમારીઓ પણ થશે નહી આ જ કારણ છે કે આયુર્વેદમાં ઠંડીમાં આહાર તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.જો શિયાળા દરમિયાન ખોરાક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે,તો પછી શરીર સંતુલિત રહે છે અને ઠંડી ઓછી લાગે છે.

આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1.બાજરી.

કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે.બાજરી એક એવું અનાજ છે.શિયાળામાં બાજરીના રોટલા બનાવીને ખાઓ.નાના બાળકોને બાજરીના રોટલા ખાવા જ જોઇએ. તેમાં ઘણાં તંદુરસ્ત ગુણધર્મો પણ છે.અન્ય અનાજની તુલ નામાં બાજરીમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ છે.તેમાં તે બધા ગુણો છે,જે આરોગ્યને યોગ્ય રાખે છે.ગ્રામીણ વિસ્તા રોમાં,બાજરીથી બનેલા રોટલા અને ટિક્કી શિયાળાના મહિનાઓમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.બાજરી માં શરીર માટે આવશ્યક તત્વો જેવા કે મેગ્નેશિયમ,કેલ્શિયમ,મેંગેનીઝ,ટ્રિપ્ટોફેન,ફાઈબર,વિટામિન બી,એન્ટી ઓકિસડન્ટો વગેરે ભરપૂર માત્રામાં હોય છે.

2.બદામ.

બદામ ઘણા ગુણોથી સમૃદ્ધ છે.તેનું નિયમિત સેવન અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે ઘણી વાર એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે,પરંતુ આ ડ્રાયફ્રૂટ આપણને બીજી ઘણી બીમારીઓથી પણ સુરક્ષિત રાખે છે. તેના ઉપયોગથી કબજિયાત દૂર થાય છે,જે શિયાળાની સૌથી મોટી સમસ્યા છે.બદામમાં ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા હોય છે.તે વિટામિન-ઇથી ભરપુર માત્રામાં હોય છે.

3.આદુ.

શું તમે જાણો છો કે રોજિંદા આહારમાં આદુનો સમાવેશ કરવાથી ઘણી નાની-મોટી બીમારીઓથી બચી શકાય છે.શિયા ળામાં કોઈપણ રીતે તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.આનાથી શરીરને ગરમી મળે છે અને પાચન પણ યોગ્ય રહે છે.

4.મધ.

શરીરને સ્વસ્થ,નિરોગી અને શક્તિશાળી રાખવા માટે આયુર્વેદમાં મધને અમૃત પણ કહેવામાં આવે છે.જોકે મધનું સેવન તમામ ઋતુમાં ફાયદાકારક છે,પરંતુ શિયાળામાં મધનો ઉપયોગ ખાસ કરીને ફાયદાકારક છે.આ દિવસોમાં ભોજનમાં મધને જરૂર શામેલ કરો.તેનાથી પાચન ક્રિયામાં સુધારો થશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ અસર પડશે.

5.ઓમેગા 3 ફેટી એસિડ્સ.

ઓમેગા -3 ફેટી એસિડ્સ શિયાળામાં શ્રેષ્ઠ ફૂડ હોઈ છે.તે મુખ્યત્વે માછલીઓમાં જોવા મળે છે.શિયાળા દરમિયાન માછલીનું સેવન કરો,તે શરીરને ગરમી આપે છે.તેમાં ઝીંક ભરપૂર માત્રામાં હોય છે.તેથી,તે શરીરની ઇમ્યુનિટીની શક્તિમાં વધારો કરે છે અને બીમારીઓને દૂર રાખે છે.

6.રસદાર ફળ ન ખાઓ.

શિયાળા દરમિયાન રસદાર ફળોનું સેવન ન કરો.નારંગી,રાસબેરિ તે ઠંડીની ઋતુમાં તમારા શરીરને ઠંડક આપે છે. જેના કારણે તમને શરદી જેવી સમસ્યા થઈ શકે છે.

7.મગફળી.

100 ગ્રામની મગફળીની અંદર આ તત્વો હાજર છે.પ્રોટીન 25.3 ગ્રામ,ભેજ 3 ગ્રામ,ફેટ 40.1 ગ્રામ,મિનરલ્સ 2.4 ગ્રામ,ફાઇબર 3.1 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ 26.1 ગ્રામ,ઉર્જા 567 કેલરી,કેલ્શિયમ 90 મિલિગ્રામ ફોસ્ફરસ 350 મિલિ ગ્રામ,આયર્ન 2.5 મિલિગ્રામ,કેરોટિન 37 મિલિગ્રામ,થાઇમિન 0.90 મિલિગ્રામ,ફોલિક એસિડ-20 મિલિગ્રામ.તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો,વિટામિન,મિનરલ્સ વગેરે આ તત્વોને અત્યંત ફાયદાકારક બનાવે છે.અલબત્ત,તેના ગુણધ ર્મોને જાણ્યા પછી,તમે ઓછામાં ઓછું શિયાળામાં મગફળી દ્વારા ટાઈમપાસ કરવા માટેનો ટાઈમ તો કાઢી જ લેશો.

8. શાકભાજી.

તમારા આહારમાં લીલી શાકભાજીઓનું સેવન કરો.શાકભાજી શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને ગરમી પ્રદાન કરે છે.શિયાળાના દિવસોમાં મેથી,ગાજર,સલાદ,પાલક,લસણનો બાથુઆ વગેરેનું સેવન કરો.તેનાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

9.તલ.

શિયાળાની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે.તલના તેલની માલિશ કરવાથી શરદીથી બચી શકાય છે. તલ અને મીશ્રીનો ઉકાળો બનાવીને ઉધરસમાં પીવાથી કફ નીકળી છે તલમાં ઘણાં બધાં પ્રકારના પોષક તત્ત્વો હોઈ છે જેવા કે,પ્રોટીન,કેલ્શિયમ,બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ વગેરે.પ્રાચીન કાળથી તલનો ઉપયોગ સુંદરતા જાળવવા માટે કરવામાં આવે છે.