સ્પીડમાં જતા બાઈકએ સામેથી ટ્રક આવતા બ્રેક મારી તો બાઈક સ્લીપ ખાઈને ટ્રક નીચે જતું રહ્યું હતું.જુઓ ત્યારબાદ શુ થયું

0
187

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંજેમા આજે આપણે વાત કરીશુ કે ખરેખર કોઇએ સાચુ જ કહ્યુ છે કે રામ રાખે તેને કોન ચાખે મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે સ્પીડમાં જતા બાઈકએ સામેથી ટ્રક આવતા બ્રેક મારી તો બાઈક સ્લીપ ખાઈને ટ્રક નીચે જતું રહ્યું હતું.જુઓ ત્યારબાદ શુ થયું.

મિત્રો કહેવત છે ને કે ‘મારવા વાળા હજાર હોય પરંતુ બચાવનારો એક ઊપર વાળો જ છે.’ રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતોને સર્થક કરતો એક કિસ્સો પશ્વિમ બંગાળમાં બન્યો છે. આ ઘટના જે કેમેરામાં કેદ ના થઈ હોત તો કોઈને વિશ્વાસ જ ન આવે. અહીં એક બાઈક ઉપર જતાં બે યુવકો બાઈક સાથે ચાલુ ટ્રકની ચીને આવી ગયા હતા. જોકે, તેમનો ચમત્કારી બચાવ થયો હતો. આ ચમત્કારી ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે અત્યાર સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના મુર્શિદાબાદની અકસ્માતની આ ઘટના છે. કેમેરામાં કેદ ન થઈ હોત તો કદાચ કોઈને વિશ્વાસ જ ન આવત. મુર્શિદાબાદના બડવા વિસ્તારમાં સોમવારે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે બીજી તરફથી એક ફૂલ સ્પીડમાં એક બાઈક આવતું હતું.બાઈક ઉપર બે યુવકો સવાર હતા. સામેથી ટ્રક આવતા જોઈ બાઈક ચાલકે બ્રેક લગાવી હતી. જોકે, બાઈક સ્લીબ ખાઈને બે યુવકો સાથે ટ્રક નીચે ઘુસી ગયું હતું. આ સમયે ટ્રક ચાલકે બ્રેક લગાવી હતી. અને નીચે ઉતરી જોયું હતું.

ટ્રક નીચે ઘુસેલા યુવકો એક પછી એક ઘુંટણીએ પડીને એક પછી એક બહાર આવ્યા હતા. બંને યુવકો બહાર આવતા જોઈને લોકો આશ્ચર્યમાં પડ્યા હતા. આ ઘટનામાં યુવકોનો ચમત્કારી બચાવ છયો હતો. અને લોકોના ટોળા પણ એકઠાં થયા હતા.અકસ્માતની આ ઘટના યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે, હાજર લોકોએ આ દ્રશ્ય જોયું તો પોતે નવાઈ લાગી હતી અને આ માત્ર એક ચમત્કાર હોય એવું માનવા લાગ્યા હતા.

મિત્રો આવા જ એક કિસ્સામા બન્યુ છે એવુ કે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સતત ઘટના બની રહી છે. જોકે મોટા ભાગના અકસ્માતમાં યુવાનો બેફામ ગતિએ પોતાની ગાડી ચલાવતા હોવાથી અકસ્માત થતા હોય છે ત્યારે સુરતમાં આવી એક અકસ્માતમાં યુવાને ગંભીર પ્રકારની ઇજા થવા પામી છે. જોકે બાઈક અને એસટીબસ વચ્ચેના  અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી છે.

સુરતમાં દરરોજ અકસ્માત થતા હોય છે. જોકે મોટા પ્રમાણમાં બાઇક ચાલાક અને તેમાં પણ યુવાનોના અકસ્માત થાય છે. જેમે તેમને ગંભીર ઇજા અથવા મોત થતા હોય છે. ત્યારે સુરતના ઉધના વિસ્તરમાં આજે એકે અકસ્માત સામે આવ્યો છે તે જોઈને ભલભલાના રુંવાટા ઉભા થઈ જશે.સુરતના ઉધના વિત્તરમાં આવેલા એસટી બસે નજીક એક યુવાન પોતાની બાઇક સર્વિસ રોડ પર બેફામ ગતિએ હંકારીને જતી હતો. જોકે અચાનક એસટી ટેપોમાંથી એક બસ નીકળતાની સાથે આ યુવાન અચાનક ધકાડા ભેર આ બસમાં અથડાયો હતો જેને લઈને ટી ઘભીર ઇજા થવા પામી હતી.

જોકે અકસ્માતને લઈને સ્થાનિક લોકો તાત્કાલીક દોડી આવીને આ યુવાને 108 ઇમર્જનશી સર્વિસ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતાની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક બનાવ જગ્યા પર દોડી જઈને આ મામલે ગુનો દાખલ કરી ને આ મામલે તપાસ સાહરુ કરી હતી.જોકે આ ઘટના અને લઈને થોડા સમાય માટે લોકોમાં એસટીના ડાઇવર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે સીસીટીવી બાદ આ બસના ડાઇવરનો નહી પણ બાઇક ચાલાકની બેદરકારી સામે આવી હતી. જોકે આવી ઘટના સતત બની રહી છે. ત્યારે આ ઘટના બાઇક ચલાવતા અને તેમાં પણ બેફામ ગતિએ દોડતા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે.

જ્યારે મિત્રો આવો જ એક કચ્છના આદિપુર  ખાતે રવિવારે સાંજે થયેલા અકસ્માતમાં પિતા-પુત્ર એ જીવ ગુમાવ્યો છે. એક ફોર્ચ્યુનર કાર  ચાલકે બે બાઇક ચાલકોને હવામાં ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જે બાદમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું હતું. સાત વર્ષીય દીકરાનું ઘટના સ્થળે અને પિતાનું સારવાર માટે હૉસ્પિટલ  ખસેડતી વખતે મોત થયું હતું.આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. બાઇકને ટક્કર માર્યા બાદ ફોર્ચ્યુનર કાર નજીકની દુકાનની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.

સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે અકસ્માત બાદ કારમાં સવાર બે લોકો એક પછી એક નીચે ઉતરીને ફરાર થઈ જાય છે. પોલીસે હાલ કારના નંબર પરથી ચાલકની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે આ બનાવ આદિપુરના જૂમાપીર ફાટક ખાતે બન્યો હતો. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે બાઇક ચાલક જઈ રહ્યા છે. આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવી રહેલી કાર અચાનક બાઇક ચાલકોની સાઇડમાં આવે છે અને બંને બાઇકને જોરદાર ટક્કર મારે છે.

ટક્કર એટલી જોરદાર હોય છે કે બાઇક ચાલક હવામાં ફૂટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાય છે. બે બાઇકમાં સવાર કુલ ત્રણ લોકોમાંથી બે લોકોનાં મોત થાય છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચે છે. કારની ટક્કર બાદ એક બાઇકનો ભુક્કો બોલી ગયો હતો.બે બાઇકને ટક્કર માર્યા બાદ ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે રોંગ સાઇડમાં દુકાન સાથે અથડાઈ છે. આ દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. કારની ટક્કરથી દુકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. કારની ટક્કર બાદ રસ્તાની બાજુમાં લાગેલું બોર્ડ પણ તૂટીને કાર પર પડે છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારમાં સવાર બે લોકો એક પછી એક બહાર નીકળે છે. જે બાદમાં બંને લોકો ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.અકસ્માત દુકાન સાથે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કાર જે દુકાન સાથે અથડાઈ હતી તેનું શટર પણ તૂટી ગયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.