શુ તમને પણ મળી રહ્યા છે આવા સંકેત, તો જાણી લો શનિદેવ તમારાં થી ખુશ છે કે નાખુશ…

શનિવારને ભગવાન શનિદેવનો વાર ગણાય છે. આજના દિવસે તેમને કેટલીક વસ્તુઓ ભેટ કરવી શુભ ગણાય છે. આ ઉપરાંત જો શનિવારે સવારે કેટલીક ખાસ વસ્તુઓ જોવા મળે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના ઉપાય કરવાથી શનિદોષમાંથી છૂટકારો મળી શકે છે. જયારે પણ કોઈ મનુષ્ય પર શનિ ની ઉલટી દશા ચાલી રહી હોય ત્યારે તે મનુષ્ય ને સિવાય કષ્ટ કંઈ જ પ્રાપ્ત નથી થતું. ન્યાય ના દેવ શનિ મહારાજ તેની અન્તર્દશા, મહાદશા, સાડાસાતી તથા ઢૈયા મા જાતક ને અસહ્ય પીડા આપે છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે શનિ ની આ દશાઓ અમુક વ્યક્તિ ને શુભ ફળ પણ આપે છે. શનિ ક્યારે અને કઈ પરિસ્થિતિ મા શુભ ફળ આપે છે અને ક્યારે તે અશુભ ફળ આપે છે તેનો સંપૂર્ણ ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્ર મા કરેલો છે.

Advertisement

સૂર્ય પુત્ર શનિદેવ ને બધા દેવો માં સૌથી ક્રોધી સ્વભાવ ના માનવામાં આવે છે. જ્યોતિષો અનુસાર કોઈ એક રાશી પર શનિદેવ ની કુદ્રષ્ટિ પડી જાય તો તે પૂરી અઢી વર્ષ રહે છે. જેને શનિ ની ધૈય્યા ઓઅન કહે છે. તમને જાણીને હેરાની થશે કે જે રાશી પર શનિ ની દ્રષ્ટિ પડવા વાળી હોય છે એની પહેલા એ રાશી ના જાતકો ને પ્રકૃતિ પણ અમુક સંકેત આપે છે.

તો ચાલો આજે આ લેખ મા આ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ અને જાણીએ કયા-કયા છે આ સંકેત. જો તમને એકાએક વ્યસનો તરફ રુચિ વધવા માંડે તો સમજવું કે શનિ નો તમારા પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ ના શુઝ કે ચપ્પલ ની ચોરી થાય તો તે પણ નકારાત્મકતા નો જ એક સંકેત છે. આ ઉપરાંત જો તમારા ઘર ની દિવાલો પર તિરાડ પડેલી હોય અથવા તો એકાએક દિવાલ તુટી પડે તો તે પણ અશુભ સંકેત છે.

કાન મા અને પગ મા કોઈપણ અસહ્ય સમસ્યા ઉદભવે તો તે પણ શનિ ના પ્રભાવ ના કારણે જ થાય છે. જો તમારા ઘર કે દુકાન મા એકાએક આગ લાગી આવે તો તે પણ શનિ ના અશુભ પરિણામ ના જ સંકેત છે. કોઈ અવૈધ પ્રેમસંબંધ નો પ્રારંભ પણ શનિ ના આ દુષ્પ્રભાવ ના કારણે જ થાય છે. ઘર મા પાળેલા પ્રાણી કે પક્ષી નું આકસ્મિક રીતે અવસાન થઈ જવું તથા આપણી આવક કરતાં ખર્ચ વધી જાય તો તે પણ શનિ પ્રભાવ નો જ સંકેત છે.

જો તમે પણ ઉપરોકત સમસ્યાઓ થી પીડાઈ રહ્યા હોવ તો તમારા શનિ ને શાંત કરવા માટે ‌અજમાવો આ ઉપાયો.જો તમે આ શનિ ના દુષ્પ્રભાવ ને ઘટાડવા ઈચ્છતા હોવ તો સ્નાન ના પાણી મા કાળા તલ ઉમેરી સ્નાન કરવું. આ ઉપરાંત શ્રીકૃષ્ણ ની પ્રતિમા ને દૂધ અને કાળા તલ થી અભિષેક કરાવવો. આ સિવાય તમે શ્રીકૃષ્ણ ની પ્રતિમા પર બદામ, ફુલ, કાળા મરી, મિસરી અને તુલસી પત્ર અર્પણ કરીને પણ તમારો શનિદોષ દૂર કરી શકો.

આ સિવાય તમારા આ શનિ ના દુષ્પ્રભાવ ને દૂર કરવા માટે દર શનિવારે શનિદેવ ના મંદિરે જઈને તેલ નો દીવો પ્રજ્વલિત કરવો અને તુલસી ના પાન હાથ મા લઈ “શ્રીં શ્રીધરાય ત્રૈલોક્યમોહનાય નમોસ્તુતે” મંત્ર નું મંત્રોચ્ચારણ કરવું જેથી તમારી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે.

નિરંતર ૪૩ દિવસ સુધી પ્રભુ શ્રી કૃષ્ણ ના મંદિરે જઈને ૭-૭ બદામ અર્પણ કરવી અને તે પછી ના ૮ દિવસ સુધી પીપળા ના વૃક્ષ નીચે તલ ના તેલ નો ચાર વાટવાળો દીપક પ્રજવલિત કરવો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બને છે તથા તમારી તમામ સમસ્યાઓ નો અંત આવશે.

શનિવારે જો તમને કાળો કૂતરો જોવા મળે તો સમજો તમારો દિવસ સારો જવાનો છે. કારણ કે તે શનિદેવનું વાહન મનાય છે. આથી શનિવાર જો કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવશો તો શનિ દોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે. જો શનિવારે ઘરની બહાર નીકળતી વખતે કોઈ સફાઈ કર્મચારી જોવા મળે તો સારો સંકેત છે. આ સફાઈ કર્મચારીને કાળુ કપડું કે દક્ષિણા આપવામાં આવે તો તમારો દિવસ સારો જશે. શનિવારના દિવસે જો તમારા રસ્તામાં કોઈ ભિખારી જોવા મળે તો તેની મદદ જરૂર કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે.

ઘરની બહાર નીકળતા જો તમને કોઈ વૃદ્ધ વ્યક્તિ નજરે ચડે તો તેની સેવા કરો. તેને ભોજન કરાવો. આમ કરવાથી રાહુ અને શનિ દોષમાંથી મુક્તિ મળશે. શનિવારે ઘરની આસપાસ કોઈ પક્ષી કે કાગડો જોવા મળે તો ચોખા ખવડાવો. આમ કરવાથી બગડેલા કામ સુધરશે. રસ્તામાં જો તમને શનિદેવનું મંદિર જોવા મળે તો ખુબ જ શુભ મનાય છે. આવામાં મંદિરમાં દર્શન જરૂર કરો. તેનાથી શનિદેવની કૃપા થશે.

શનિવારે જો ઘરની બહાર નીકળતી વખતે તમને કાળી ગાય જોવા મળે તો તે સારું ગણાય છે. આમ થવાથી વ્યક્તિના જીવનમાં ખુશાલી આવે છે. શનિવારે પક્ષીઓનું ટોળું જોવા મળે તો તે પણ શુભ સંકેત છે. પક્ષીઓને દાણા નાખવા જોઈએ. તેનાથી તમારા કામમાં આવતી અડચણો દૂર થશે.

Advertisement